Abtak Media Google News

ઇન્ડિયન ગેસના રેઢા ટેન્કરમાંથી ૧૨,૫૦૪ બોટલ અને ટેન્કર મળી રૂા.૬૮.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

રાજય સરકાર દારૂબંધી  વચ્ચે રાજકોટ – જૂનાગઢ હાઇ – વે પર વડાલ પાસેથી પોલીસે બાતમીના આધારે રૂા.૫૩.૫૨ લાખનો દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડયુ હતુ જો કે નવાઇની વાત એ છે કે જે ટેન્કરમાં દારૂ મળી આવ્યો તે ટેન્કર ઇન્ડેન ગેસનું હતું. ત્યારે હવે તો હદ થઇ ગઇ બુટલેગરો ઇન્ડીયન ગેસના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી કર્યાનુ પર્દાફાશ થયો છે.રાજકોટ તરફથી ઇન્ડિયત ગેસના ટેન્કરમાં વિદેશી દારૂનો મોટા પ્રમાણ જંગી જથ્થો જૂનાગઢ તરફ આવી રહ્યો છે તેવી જૂનાગઢ પોલીસને બાતમી મળતા જૂનાગઢ રેન્જના આઇ.જી. મનીન્દરસિંહ પવાર, જીલ્લા પોલીસ વડા સૌરભ સીંઘની સુચના અનુસાર જૂનાગઢ વિભાગીય પોલીસ વડા પ્રદિપસિંહ જાડેજા એ તથા બી ડિવીઝન અને તાલુકા પોલીસના અધિકારીઓ તથા પોલીસ કાફલો વોચમાં ગોઠવાયો હતો.દરમીયાન જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વધમશી સહિતનો સ્ટાફ રાજકોટ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે વડાલ નજીક રોડ ઉપર આરજે૧૯ જીબી ૯૨૧૯ નંબર એક ટેન્કર બંધ હાલતમાં પડયુ હતું જેની તાલુકા પીએસઆઇ વાધમશી સહિતના સ્ટાફે ચેકીંગ કરતા પોલીસની આંખો પણ ચાર થઇ ગઇ તેટલો વિદેશી દારૂનો જથ્થો નજરે પડયો હતો.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

આ વિદેશી દારૂની ગણતરી હાથ ધરતા ટેન્કરમાંથી ૧૨,૫૦૪ બોટલ વિદેશીદારૂ મળી આવતા રૂા. ૫૩.૫૨ લાખનો દારૂ તથા રૂા. ૧૫ લાખનું ટેન્કર મળી કુલ રૂા. ૬૮.૫૨ લાખનો દારૂ તથા ટેન્કર સહીતનો મુદામાલ પોલીસે કબ્જે લીધા હતાં.

બંધ હાલતમાં મળી આવેલ ટ્રક કોનો છે? દારૂની ખેપ કરનાર ટેન્કર ચાલક સહિતના કોણ હતા? દારૂ કયાંથી આવ્યો? કોણે મોકલ્યો? અને દારૂ કયાં લઇ જવાતો હતો અને કોણે મંગાવ્યો તે અંગેની પોલીસે તપાસ જારી કરી છે. જૂનાગઢ નજીકથી અડધા કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ પોલીસે જપ્ત કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મીઓને અભીનંદન પાઠવાયા છે. તો બીજી બાજુ દારૂ મંગાવનારા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.