Abtak Media Google News

જીવદયા પ્રેમીઓમાં ભભુકતો રોષ: હિનકૃત્ય આચરનાર સામે આકરી કાર્યવાહી કરવા માંગણી

બગસરા હામાપુર રોડ પર એક ખેડુતની વાડી સામે મુકેલ ઝેરી લાડવાઓ ખવડાવી ગાયોને મોતને ઘાટ ઉતારવાની હિનપ્રવૃતિ સામે લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. વિગત અનુસાર બગસરા-હામાપુર બાયપાસ રોડ પર આવેલ મુકેશ રીબડીયાની ખેતીની જમીન સામે ૮ ગાયો પડી હોવાના સમાચાર મળતા લોકોનાં ટોળેટોળા દોડી આવેલ અને તપાસ કરતા સ્થળ પરથી એક લાડવો મળી આવતા કોઈ અજાણ્યા શખ્સો ઝેરી લાડવા ખવડાવી ગાયોને મોતને ઘાટ ઉતારવાની હિન પ્રવૃતિ કરી હોવાનું જણાતા પ્રથમ તાબડતોબ પશુ ડોકટર બોલાવતા છ ગાયોને મૃત જાહેર કરેલ અને ત્રણ ગાયોને બચાવવા ડોકટરો પ્રયત્ન કરી રહ્યા છે.

7537D2F3

આ અંગે બગસરાનાં નદીપરામાં રહેતા ભરવાડ બીજર મેરા પરસાલડીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ અને ગાયોનાં પીએમ કરવાનું જણાવ્યું છે. હિન્દુઓમાં ગાયોમાં ૩૩ કરોડ દેવતા હોવાનું માનવામાં આવે છે ત્યારે બગસરાનાં ગાયોનાં માલિક તથા ભરવાડ સમાજનાં આગેવાનો દ્વારા માલુમ પડતા બગસરામાં ખેડુતની વાડી પાસે ઝેરી લાડવા નાખનાર મુકેશભાઈ લાખાભાઈ રીબડીયાની વાડીના શેઢા પાસે ઝેરી લાડવા ખાઈ જતા છ ગાયોનાં મોત નિપજયા હતા. તે બાબતે સમગ્ર બગસરા ભરવાડ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. ગાયોનાં માલિકો દ્વારા બગસરા પોલીસ સ્ટેશનમાં બીજરભાઈ મેરાભાઈ પરસાલડીયાએ પોલીસમાં મુકેશભાઈ લાખાભાઈ રીબડીયા વિરુઘ્ધ ફરિયાદ નોંધાવેલ છે. આ બનાવની જાણ થતા ગૌવંશ પ્રેમીઓ પણ દોડી આવેલ અને કસુકવાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે. આ સમગ્ર ઘટનાની તપાસ જે.આર.દાંતી ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.