Abtak Media Google News

છૂટક કામ કરી ગુજરાન ચલાવતા શ્રમજીવી પરિવારનાં બાળકની જિંદગી બચાવવા ગમે તેટલો ખર્ચ થાય તો પણ ચિંતા ન કરવા તબીબો અને પરિવારજનોને જણાવ્યું

સીએમ એટલે ‘ચીફ મીનીસ્ટર’ નહીં પરંતુ ‘કોમન મેન’નાં અર્થને સાર્થક કરતા અને ‘મુખ્યમંત્રી’ નહીં પરંતુ ‘મુખ્યસેવક’ની ઓળખ ધરાવતા વિજયભાઈ રૂપાણીની ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે છલકતી સંવેદના અવારનવાર જોવા મળે છે. કાળા માથાનાં સંવેદનશીલ માનવમાત્ર રહી પ્રત્યેક વ્યક્તિની લાગણી-માંગણી સમજવી-સ્વીકારવી તેમજ સૌની કાળજી લેતા-કરતા તેઓને બખૂબી આવડે છે. વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલતા પ્રગટ કરતા એક નહીં અનેક કિસ્સાઓ છે.

7537D2F3

હાલમાં જ આણંદના પંડોળી ગામના આઠ વર્ષનાં બાળક હિતેન સોલંકીને અકસ્માતે માથામાં ગંભીર ઈજા પહોંચતા કૃષ્ણા હોસ્પિટલ કરમસદમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. આ ગરીબ બાળકની સારવારનો ખર્ચ તેનો દરિદ્ર પરિવાર ઉઠાવી શકે તેમ ન હતો. માસૂમ જિંદગીનો સવાલ હોવાથી તેના સારવારનાં ખર્ચ માટે મદદની અપીલ સોશિયલ મીડિયામાં કરવામાં આવી. જે અપીલ જોઈ રવિવારે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હોસ્પિટલમાં ફોન કરીને જણાવ્યું કે, ખર્ચની ચિંતા ન કરશો હિતેનની સારામાં સારી સારવાર કરો. આ બાળકની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રીએ રવિવારે સવારે અચાનક જ કૃષ્ણા હોસ્પિટલમાં ફોન કરીને હોસ્પિટલના સંચાલક સંદિપ દેસાઈ સાથે ગરીબ પરિવારના દીકરા હિતેન સોલંકીની સારવાર અંગેની વિગતો મેળવી. વિજયભાઈ રૂપાણીએ કૃષ્ણા હોસ્પિટલ કરમસદના સી.ઈ.ઓ.ને દીકરા હિતેનને જરૂરી તમામ સારામાં સારી સારવાર આપવા કહ્યું અને બાળક હિતેન જલ્દીથી સ્વસ્થ થાય તે માટેનાં બધા પ્રયાસો કરવા પણ અનુરોધ સાથે સમગ્ર સારવારનો ખર્ચ રાજ્ય સરકાર તરફથી કરાશે તેમ ઉમેર્યું. વાહ.. વિજયભાઈ રૂપાણી વાહ… સત્તાને સેવાનું સાધન કેમ બનાવવું એ આપની પાસેથી શીખવા જેવું છે.

મુખ્યમંત્રી રૂપાણી સરકાર પોતાની સંવેદનશીલતા માટે સમગ્ર દેશમાં રોલમોડલ બનતી જાય છે. વિજયભાઇ રૂપાણી સાચા કોમનમેનની વ્યાખ્યામાં યોગ્ય ઠરે છે. આવા સમયે તેમણે નિરાધારો અને જ‚રૂરીયાતમંદો માટે લીધેલા પગલા ખૂબ જ મહત્ત્વના બની રહ્યા છે. તેમના નિર્ણયોના કારણે હજારો ગરીબ પરિવારો વિનામૂલ્યે સ્વાસ્થ્ય સેવા મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.