Abtak Media Google News

પુરૂષાર્થ યુવક મંડળ, રાજકોટના પ્રમુખ કિશોરભાઈ રાઠોડની એક યાદીમાં જણાવાયું છે કે તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના માર્ગદર્શન હેઠળ સંગઠન સંરચના અંતર્ગત રાજકોટ શહેર ભાજપના તમામ વોર્ડમાં નવનિયુકત વોર્ડ પ્રમુખ મહામંત્રીની વરણી કરવામાં આવેલ તે અંતર્ગત વિધાનસભા ૬૮માં સમાવિષ્ટ વોર્ડ નં. ૪,૫,૬,૧૫,૧૬ના ભાજપના નવનિયુકત વોર્ડ પ્રમુખ મહામંત્રીનું શહેરના સામા કાંઠે આવેલ પુરૂષાર્થ યુવક મંડળ કે જે છેલ્લા ઘણા વર્ષોથી અનેકવિધ સામાજીક, સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે. તેના દ્વારા વિધાનસભા ૬૮ના સમાવિષ્ટ વોર્ડના નવનિયુકત વોર્ડ પ્રમુખ મહામંત્રીનું સન્માન કરવામા આવેલ.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ભાજપ અગ્રણી ખીમજીભાઈ મકવાણા, કોર્પોરેટર દલસુખભાઈ જાગાણી, મુકેશભાઈ રાદડીયા, સજુબેન રબારી, દક્ષાબેન ભેસાણીયા તેમજ જીણાભાઈ ચાવડા, મુકેશભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત વોર્ડ નં. ૪નાં પ્રમુખ સી.ટી. પટેલ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, મહામંત્રી દિનેશભાઈ ચૌહાણ વોર્ડ નં.૫ના પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા, મહામંત્રી મુકેશભાઈ ધનસોત, મહામંત્રી દિનેશભાઈ ડાંગર વોર્ડ નં.૬ના પ્રમુખ ઘનશ્યામભાઈ કુગશીયા અને મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ,  મહામંત્રી વિરમભાઈ રબારી, વોર્ડ નં.૧૫ના પ્રમુખ સોમાભાઈ ભાલીયા, મહામંત્રી મહેશભાઈ બથવાર, મહામંત્રી રત્નાભાઈ મોરી, વોર્ડ નં.૧૬ના પ્રમુખ ભાર્ગવભાઈ મિયાત્રા અને મહામંત્રી જીતુભાઈ સીસોદીયા અને મહામંત્રી જતીનભાઈ પટેલ સહિતનાઓએ નવનિયુકત હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.