Abtak Media Google News

પ્રોજેકટ ‘લાઇફ’માં ‘યોગ દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય’ ઉપર વર્કશોપ યોજાયો

પ્રોજેકટ લાઇફ અને કૈવલ્યધામ લોનાવાલાના સંયુકત ઉપક્રમે ૯ થી ૧૪ ડીસેમ્બર સુધી લાઇફ બિલ્ડીંગ ખાતે ડો. સતીષ પાઠકના માર્ગદર્શન  હેઠલ યોગ દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકો ખુબ જ ઉત્સાહથી ભાગ લઇ લાભાન્વિત થયા રહ્યા છે. વર્કશોપ ઉપરાંત ડો. સતીષ પાઠક લોકોને વ્યકિતગત માર્ગદર્શન આપી લોકોને યોગથી રોગના સારવાર વિશે માહિતગાર કરી રહ્યા છે.

ડો. સતીષ પાઠક જેઓ સર્જન તરીકે ૪૪ વર્ષનો અનુભવ ધરાવે છે. અને રપ વર્ષથી યોગના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે. આધુનિક  ચિકિત્સા વિજ્ઞાન સાથે યોગનો મહત્વને વૈજ્ઞાનિક રીતે સમજ રાખે છે. એમનું માનવું છે કે યોગ ચમત્કાર નથી યોગ એક વિજ્ઞાન વછે જે લોકોના સુખાકારી માટે ખુબ જ ઉપયોગી છે. તેમને આ વાતની પ્રસન્નતા છે કે આજે લોકો યોગમાં શ્રઘ્ધા અને વિશ્ર્વાસ ધરાવે છે. અને યોગના માર્ગે ચાલીને સ્વસ્થ રહેવા ઇચ્છે છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય શારીરિક, માનસિક, સામાજીક અને આઘ્યાત્મિક રીતે થવું જોઇએ જે માત્ર યોગ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. કૈવલ્યધામ લોનાવાલા અને પ્રોજેકટ લાઇફ દ્વારા આયોજીત યોગ દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય ઉપર વર્કશોપ માં ઉ૫સ્થિત લોકોને સંબોધતા ડો. સતીષ પાઠક કહ્યું કે અસંતુલિત જીવનશૈલીના કારણે ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, હાર્ટ અટેક, મેદસ્વિતા અને કેન્સર જેવા રોગોનું પ્રમાણ ખુબ જ વધી રહ્યુ છે. પરંતુ માનસિક તણાવના કારણે થાય છે.

યોગ દ્વારા આવી બીમારીઓને નિયંત્રિત કરી શકાય છે અને રોગ થતા અટકાવી શકાય છે. નિયમિત રીતે યોગ કરવાથી શરીરના જૈવિક ઘડી જેને બાયલોજિકલ કલોક કહેવાય છે તે સેટ થઇ જાય છે. શરીરની દરેક ઇન્દ્રિયો પણ વ્યવસ્થિત રીતે કામ કરે છે. અને બીમારી થતી નથી. યોગમાં જણાવેલીછ શુઘ્ધિકરણ ક્રિયાઓ ના માઘ્યમથી શરીરમાં ટોકિસન ને બહાર કાઢી શકાય છે. અને તંદુરસ્ત જીવન જીવી શકાય છે. આ બધી બીમારીઓ તણાવના કારણે થાય છે જેનો યોગ દ્વારા ઉપચાર શકય છે માટે યોગનું મહત્વ છે.

લોકો યોગના આસન, પ્રાણાયામ અને ઘ્યાનનાં અભ્યાસ કરતાં હોય છે પણ યમ-નિયમનો  કયારે પાલન કરવાથી મન સંતુલિત બને છે અને સ્વભાવ પણ શાંત થાય છે. સંતુલિત વ્યકિત સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન અને વિકાસમાં સહભાગી બની શકે છે. યોગ સંતુલિત વિચારધારા નથી એ સર્વવ્યાપી અને સર્વગ્રાહી છે.

પ્રોજેકટ લાઇફમાં નિયમિત રીતે યોગના વિવિધ વર્ગો ચાલે છે જેમાં મુખ્ય રુપે હેલ્ધી લાઇફ કલબ, મેદસ્વિતા યુનીટ, મહીલા યોગ યુનિટ, પાવન અને એડવાન્સ યોગ, ઘ્યાન યુનીટ, અષ્ટાંગ યુનીટ, સીનીયર સીટીઝન યોગ યુનીટ, ષ્ટકર્મ યુનિટ, ગર્ભસંસ્કાર યુનિટ બાળકો માટે યોગ યુનિટ, વિન્યાસા યોગ યુનિટ અને ડાયટ કાઉન્સીલ ચાલે છે જેનો લાભ લેવા સર્વેને અનુરોધ છે. યોગના વર્ગો વિશે વધુ વિગત માટે પ્રોજેકટ  લાઇફની મુલાકાત લેવા અથવા મો. નં. ૮૫૧૧૩ ૩૧૧૩૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.