Abtak Media Google News

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત સેન્ટરની કામગીરી રાજયમાં મોખરે; પોલીસ સહાય, કાયદાકીય સહાય, તબીબી સહાય, હંગામી ધોરણે આશ્રય ઉપરાંત સામાજિક સમસ્યા મુદે પરામર્શ કરવામાં આવે છે

Dd

‘સખી’ વન સ્ટોપ સેન્ટર, રાજકોટ ભારત સરકાર દ્વારા ચલાવામાં આવતું વન સ્ટોપ સેન્ટર જે દરેક રાજયનાં જિલ્લામાં શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજયનાં સમગ્ર જિલ્લામાંથી રાજકોટ ખાતે સિવીલ હોસ્પિટલ કેમ્પસ અંદર સખી વન સ્ટોપ સેન્ટર એ પ્રથમ નંબર પર રહી પીડિત મહિલાઓને સેવા પૂરી પાડી છે. સખી વનસ્ટોપ સેન્ટર પર હંગામી ધોરણે પાંચ પ્રકારની સહાય પિડીત મહિલાને પૂરી પાડવામાં આવે છે. જેમાં પ્રથમ પોલીસ સહાય, બીજી કાયદાકીય સહાય, ત્રીજી તબીબી સહાય, ચોથી સામાજીક સમસ્યાઓમાં પરામર્શન, પાંચમી હંગામી ધોરણે આશ્રય, જયારે રાજય સરકાર દ્વારા રાજકોટ સખી વનસ્ટોપ સેન્ટરને આઈ.એસ.ઓ. સર્ટિફીકેટ માટે પસંદગી કરવામાં આવ્યું છે.

Aaa 1

ડો.જનકસિંહ ગોહિલએ ‘અબતક’ સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, દિલ્હીમાં જે નિર્ભયા કાંડ બનાવ બન્યો જેનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ ઘટના બાદ સરકારએ મલિની સૂરક્ષા માટે ઘણા બધા અસરકારક પગલાઓ લીધા. ત્યારબાદ ભારત સરકાર તેમના બજેટમાં નિર્ભયા ફંડ ઉભુ કરેલુ આ નિર્ભયા ફંડનો હેતુ એવો હતો કે જૂદા જૂદા સરકારના મંત્રાલયો કામ કરે છે. એ પોતાના રોજીંદા કામની સાથે મહિલાની સૂરક્ષા માટે વિશેષ યોજના અમલમાં મૂકે, આ યોજનાઓ અમલમાં મૂકવા માટે નિર્ભયા ફંડ નો ઉપયોગ કરવો એવું નકકી કરવામાં આવ્યું હતુ જેમાં ખાસ કરીને હેલ્થમિનિસ્ટરી મહિલા અને બાળ વિકાસ માટે નિર્ભયા ફંડમાંથી યોજનાઓ બનાવાનું નકકી કરાયું.

આ યોજનાઓ પૈકી મહિલા અને બાળવિકાસ એ ‘સખી’ વન સ્ટોપ સેન્ટર ખોલવાનું નકકી કરવામાં જણાવ્યું શરૂઆતમાં આનુ નામ નિર્ભયા સેન્ટર રાખવામાં આવ્યું પાછળથી ‘સખી’ વનસ્ટોપ સેન્ટર નામ રાખવામાં આવ્યું વન સ્ટોપ સેન્ટર એટલે એક જ જગ્યાએથી મહિલાને તમામ સુવિધાઓ ભારતના દરેક જિલ્લાઓમાં આ યોજના અમલમાં છે. ગુજરાતમાં હાલ દરેક જિલ્લામાં આ યોજના શરૂ છે. ગુજરાતનાં સમગ્ર જિલ્લા પૈકી રાજકોટ જિલ્લાનું વન સ્ટોપ સેન્ટર પ્રથમ નંબર પર છે. રાજકોટમાં ૨૦૧૭થી વનસ્ટોપ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જયારે અન્ય જિલ્લાઓની સરખામણીમાં રાજકોટ જિલ્લામાં એક હજાર કેસો ઉપર વન સ્ટોપ સેન્ટરો સેવા પૂરી પાડી છે. રાજય સરકાર દ્વારા રાજકોટ વનસ્ટોપન સેન્ટરને આઈ.એસ.ઓ. સર્ટીફીકેટ આપવા માટે પસંદગી કરી છે.

વન સ્ટોપ સેન્ટરનો પ્રથમ હેતુ એ હતો કે જે મહિલા દુષ્કર્મનો ભોગ બનો છે. તેની સહાય માટે તો હતો ત્યારબાદ અન્ય હિંસાનો ભોગ બનેલી મહિલાઓ જેવી કે એસીડ એટેક, ઘરેલું હિંસા કોઈ પણ હિંસાથી ભોગ બનેલી મહિલાઓને તે સિવિલ હોસ્પિટલ કેમ્પસ પરથી જ એક સાથે સેવા મળી રહે તે માટે વનસ્ટોપ સેન્ટર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ખોલવામાં આવ્યા છે. જયારે વાત કરીએ તેમાં કેટલા પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. તો આ સેન્ટરમાં પાંચ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. સૌ પ્રથમ પીડીત મહિલાઓને તબીબી સહાય આપવામાં આવે છે. સીવીલ હોસ્પિટલની અંદર આ સેન્ટર આવેલ હોય ત્યારે તેમા કોઈ પિડીત મહિલા સારવાર લેતી હોય તો તેની સાથે રહીને સહાય આપવામાં આવે છે.

બજી સહાયની વાત કરએ તો જે મૂખ્ય જરૂરીયાત હોય હિંસાનો ભોગ બનેલ મહિલાને એ પોલીસ સહાય છે. વનસ્ટોપ સેન્ટરમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે પી.એસ.આઈ. અથવા તેનાથી ઉપરનાં દરજજાના અધિકારીની નિમણુંક વનસ્ટોપ સેન્ટર ખાતે કરવામાં આવે છે. ત્રીજી સહાય એ કાનૂની છે જેમા પિડીત મહિલાઓને વિના મૂલ્યે કાનૂની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કોર્ટના કેસો માટે વનસ્ટોપ સેન્ટ્ર પરથી કાર્યવાહી કરવામાં આવે છે. ચોથા પ્રકારની સહાય એ હંગામી ધોરણે આશ્રય કોઈ હિંસાનો ભોગ બનેલ મહિલા સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે અથવા તો આ સેન્ટરમાં આવે છે તો એમને પાંચ દિવસ સુધી તાત્કાલીક આશ્રય આપવામાં આવે છે.જયા રહેવા જમવાની તમામ સુવિધાઓ મળી રહે છે.

પાંચમી સહાયની વાત કરીએ તો એ સામાજીક સમસ્યામાં પરામર્શ છે. સામાન્ય રીતે હિંસાનો ભોગ બનેલા સાથે કાઉનશેલીંગ ખૂબજ જરૂરી હોય છે. એ માનસીક રીતે પણ ખૂબજ ઘવાયેલ હોય છે તો આવા સંજોગોમાં નિષ્ણાંતો તેમની સાથે કાઉનશેલીંગ કરતા હોય છે. અને કાઉનશેલી કર્યા પછી એમની જરૂરીયાતો શું છે એમાં સરકાર કઈ રીતે મદદરૂપ થઈ શકે એ માટેની વ્યવસ્થા વન સ્ટોપ સેન્ટર ખાતે કરવામાં આવે છે. વન સ્ટોપ સેન્ટરનું જિલ્લા કક્ષાથી મેનેજમેન્ય થાય છે. જિલ્લા કલેકટરની સીધી દેખરેખ નીચે ડિસ્ટ્રીક ટાસ્ક ફોર્સની રચના થયેલી છે. જેના અધ્યક્ષ તરીકે કલેક્ટર સેવા બજાવે છે. સાથોસાથ જિલ્લાના પોલીસ અધિકારીઓ લીગલ ઓફીસર, મેડીકલ ઓફીસર, મહિલા અને બાળ વિકાસના અધિકારી એ બધા આ સમિતિના મેમ્બર હોય છે. અને એમની આ ડિસ્ટ્રીક ટાસ્ક ફોર્સની દેખરેખ હેઠળા વન સ્ટોપ સેન્ટર જિલ્લાની અંદર કાર્ય કરતુ હોય છે. સામાન્ય રીતે જયારે વનસ્ટોપ સેન્ટરથી કોઈ મહિલા તેમના કેસનું સમાધાન થઈ ગયા પછી પાછા તેમના સંસારમાં જતા રહે તો પણ તેમનું વનસ્ટોપ સેન્ટર દ્વારા નિયમિત રીતે તેમની સંભાળ લેવાતી રહે છે. જેમાં ટેલીફોન દ્વારા તેમજ તેમના ઘર પર જઈ તેમની સંભાળ લેવામાં આવે છે જો સ્ત્રી તેમના કેસના સમાધાન બાદ પણ પિડાતી હોય તો ફરીથી તેમને આશ્રય આપવા વન સ્ટોપ સેન્ટર કાર્યરત રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.