Abtak Media Google News

 

કવિહૃદય વાજપેયીએ પોતાની અનેક કવિતાઓમાં દેશભક્તિ વર્ણવી છે

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન  શ્રધ્ધૈય અટલબીહારી વાજપેયી માત્ર રાજકીય વિચારધારા સાથે નહી પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારા અને સર્વજન હિતાય, સર્વજન સુખાય સાથે  રાષ્ટ્ર માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ ર્ક્યુ છે, સાથોસાથ અટલજી એક કવિહૃદય ધરાવતા હોવાથી પોતાની અનેકવિધ કવિતામાં ભારત માતાની દેશભક્તિને વણેલી હતી ત્યારે આજે અને આવતા વર્ષોમાં પણ તેની કવિતા જીવંત રહેશે. આવા લોકહૃદય સમ્રાટ અટલજીને શ્રધ્ધાંજલી આપવા અને શત શત નમન કરવા ભાજપ દ્વારા રપ ડિસેમ્બર એટલે કે તેમના જન્મદિવસે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ તકેશહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ એ જણાવ્યું હતું કે  અટલજી અભ્યાસમાં હોશીયાર અને રાજનિતી શાસ્ત્ર સાથે એમ.એ. સુધી અભ્યાસ ર્ક્યો હતો. કાયદાના અભ્યાસક્રમમાં પિતાજી સાથે અટલજીએ કાયદાનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો.૧૯૪રમાં ગાંધીજીની ભારત છોડો ચળવળમાં ભાગ લેવા બદલ અટલજીને ર૪ દિવસ જેલયાત્રા થઈ હતી, તે સમયે તેઓ સગીર વયના હોવાથી તેમને બાળકોની જેલમાં રાખવામાં આવ્યા હતા.

પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ઉતાર-ચઢાવનો અનુભવ કરનાર અટલજી બચપણમાં વિદ્યાર્થી પ્રવૃતિઓથી લઈને આર.એસ.એસ.ના સ્વયંસેવક અને ત્યારબાદ સંઘના પ્રચારક બની ગયા. સંઘમાંથી જનસંઘમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનો યુવા સાથી બની રાજનિતીમાં પદાપર્ણ ર્ક્યું. સત્યાગ્રહો-આંદોલનોમાં સક્રિય રહયા. જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ્ા બન્યા. ૧૯૭૭માં જનતા પક્ષ્ાની સરકારમાં વિદેશ પ્રધાન અન લગાતાર ત્રણ-ત્રણ વાર ભારતના વડાપ્રધાન બન્યા. ૧૯૯૩માં કાનપુરની વિશ્ર્વ વિદ્યાલયે માનદ ડોકટરની ડીગ્રી એનાયત કરી. ૧૯૯૯માં પ્રસિધ્ધ લોકમાન્ય તિલક એવોર્ડ આપવામાં આવ્યો. ૧૯૯૮માં દેશની સંસદે  તેઓને સર્વસંમતિથી સર્વશ્રેષ્ઠ સાંસદનો ઉચ્ચ ખિતાબ આપ્યો. ર૦૧૪માં તેમને ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા.આમ અટલજી એક મૂલ્યનિષ્ઠ રાજનેતાની સાથોસાથ ઉતમ વક્તા, ઉમદા લેખક, વિચારવાન વિચારક અને સાચા ઈન્સાન તો હતા જ પરંતુ એક સંવેદનશીલ કવિ પણ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.