Abtak Media Google News

ઈંગ્લેન્ડની ક્વિન એલેકઝાન્ડા સાથે કનેકટીંગ કલાસરૂમ પ્રોજેકટ

ઇંગ્લેન્ડની સ્કુલના ૧૧ લોકોનું પ્રતિનિધિમંડળ પોતાની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ શૈક્ષણિક બાબતોનું આદાન પ્રદાન કરશે

પંચશીલ સ્કુલ દ્વારા ઇંગ્લેન્ડની ક્વિન એલેકઝાન્ડા ડેલીગેશનનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત-સન્માન

રાજકોટની પંચશીલ સ્કુલ ખાતે બ્રિટીશ કાઉન્સીલના કનેકટીંગ કલાસરૂમ પ્રોજેકટ હેઠળ પંચશીલ સ્કુલ અને કવીન એલેકઝાન્ડા બે વર્ષથી એકબીજા સાથે સંકળાયેલા છે તે અંતર્ગત કવીન એલેકઝાન્ડા સ્કુલનું ૧૧ લોકોનું પ્રતિનિધિ મંડળ સ્કુલની મુલાકાતે આવ્યું છે. જેઓનું સ્કુલના વિઘાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડી.કે. વાડોદરીયા, કેતનભાઇ વ્યાસ સહીતના મહાનુભાવો ઉપરાંત બહોળી સંખ્યામાં વિઘાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ સમગ્ર બાબતનો મુળ હેતુ એ છે કે પંચશીલ સ્કુલના બાળ માનસ પટ્ટમાં એક સ્વપ્નનું વાવેતર થાય. અહીંનો ગુજરાતી માઘ્યમનો વિઘાર્થી વિશ્ર્વીક મુલ્યોને સમજે, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા પરિવારના શિક્ષકો, વિઘાર્થીઓએ ખુબ જ મહેનત કરેલી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના મેનેજર યોગીરાજસિંહ જાડેજાએ કરેલું.

અબતક સાથેની વાતચીત દરમિયાન પંચશીલ સ્કુલના  મેનેજીંગ ટ્રસ્ટી ડી.કે. વાડોદરીયાએ જણાવ્યું હતું કે આજે અમારી સ્કુલ ખાતે નોર્થ યુ.કે.થી કવીન એલેકઝાન્ડા સ્કુલના ૧૧ લોકોનું પ્રતિનિધિ મંડળ પંચશીલ સ્કુલ ખાતે આવ્યું છે. કવીન એલેકઝાન્ડા સ્કુલએ સીનીયર સ્કુલ છે. ત્યાંના આઠ વિઘાર્થીઓ પ્રિન્સીપાલ, ટીચર તથા લોફટન્ટ લેડી વીણા સોની પણ ઉ૫સ્થિત રહ્યા હતા.

9 1

તેમના આવવાની મુળ વાત એ છે કે પંચશીલ સ્કુલ બ્રીટીશ કાઉન્સીલ સાથે વર્ષોથી સંકળાયેલ છે. પંચશીલ સ્કુલને નોર્થ યુ.કે.ની પાંચ સ્કુલ સાથે ઓફીસીયલી બ્રિટીશ કાઉન્સીલ થ્રુ કનેકશન છે. તેમનો કનેકટીંગ કલાસ રુમ પ્રોજેકટ અંતર્ગત ત્યાંનું ડેલીગેશન એક અઠવાઠીયા માટે પંચશીલ સ્કુલ ખાતે આવેલ. તથા પંચશીલ સ્કુલનું ડેલીગેશન એક અઠવાડીયા માટે નોર્થ ઇંગ્લેન્ડ જાય છે પ્રથમ વખત નોર્થ ઇંગ્લેનડથી કવીન એલેકઝાન્ડા સ્કુલનું ડેલીગેશન આવ્યું છે. આના દ્વારા પંચશીલ સ્કુલના વિઘાર્થીઓમાં સ્વપ્નનું વાવતેર થશે. ગ્લોબલ લેવલનું એજયુકેશન મળશે. તેઓ આવી તેમની ટ્રેડીશનલ બાબતો ત્યાંનું કલ્ચર, ગીતો, ડાન્સ, ત્યાંની એકટીવીટીઓ પંચશીલના વિઘાર્થીઓ સાથે શેર કરશે. સ્કુલના વિઘાર્થીઓ આપણા પરંપરાગત ગરબા, મહેંદી સહીતની આર્ટ એન્ડ ક્રાફટની વિવિધ વસ્તુઓ શીખવાડશે.

7 3

અબતક સાથેની વાતચીત દરમિયાન યુ.કેના ડેપ્યુટી લોર્ડ લેફટન્ટ વીણા સોનીએ જણાવ્યું હતું કે હું મારી જાતને ખુબ જ ધનય માનું છું કે મને પંચશીલ સ્કુલના વિઘાર્થીઓ અને શિક્ષકોને મળવાનો મોકો મળ્યો. હું પંચશીલ સ્કુલમાં ઘણી વખત આવી ચૂકી છે. બ્રિટીશ કાઉન્સીલના કનેકટીંગ કલારુમ પ્રોજેકટ અંતર્ગત કવીન એલેકઝાન્ડા સ્કુલ બે વર્ષથી જોડાયેાલ છે. પંચશીલ સ્કુલના બાળકોને અમે કવીન એલેકઝાન્ડા સ્કુલની ઘણી પ્રવૃતિઓ તેમજ શૈક્ષણિક બાબતોનું આદાન-પ્રદાન કરીશું. બાળકો પાસેથી પણ શીખીશું આજે અમા સ્વાગત ભારતીય પરંપરાગત રીતે કરવામાં આવ્યું તે જોઇને ખુબ જ આનંદ થયો.

8 3

 

અબતક સાથેની વાતચીત દરમિયાન યુ.કે. ની કવીન એલેકઝાન્ડા સ્કુલના પ્રિન્સીપાલ પેટરસનએ જણાવ્યું હતું કે હું આજે રાજકોટની પંચશીલ સ્કુલ ખાતે આવ્યો છું. અમે બે વર્ષથી પંચશીલ સ્કુલ સાથે સંકળાયેલા છે. અને આગળ પણ સંકળાયેલા રહીશું. મને પંચશીલ સ્કુલ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ પસંદ છે. આજે સ્કુલના વિઘાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિથી સ્વાગત કરાયું તે જોઇ હું પ્રભાવિત થયો છું મારી સાથે આવેલ વિઘાર્થીઓ એ પ્રથમ વખત ભારતીય સંસ્કૃતિ પંરપરાગત સ્વાગત જોઇને આનંદીત થયા.

10

અબતક સાથેની વાતચીત દરમિયાન કવીન એલેકઝાન્ડા સ્કુલ લોના ટીચર ફારુક કૌસરએ જણાવ્યું હતું કે હું ભારતમાં તથા રાજકોટમાં પ્રથમ વખત આવીછું. પંચશીલ સ્કુલ દ્વારા જે રીતે અમારું સ્વાગત કરવામાં આવ્યું તે અદભુત હતું. મે આવું કયારેય જોયું ન હતુ. હું અહિંયાનું શિક્ષણ, સંસ્કૃતિક, પરંપરાને જાણવા માટે ઉત્સુક છું. હું કવીન એલેકઝાન્ડા સ્કુલમાં ઘણા વર્ગોથી લો ભણાવું છું. ભારતની સંસ્કૃતિ ખુબ જ રંગીન ડાયનામીક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.