Abtak Media Google News

અફઘાન નાગરીક સહિત ૬ આરોપીઓની કરાઈ ધરપકડ: ૨૦૭ કિલો વજનનાં નશીલા રસાયણનાં બેરલ પણ જપ્ત કરવામાં આવ્યા

અમૃતસર જીલ્લાનાં સુલ્તાનવિધ ગામેમાંથી પંજાબ પોલીસે ૨ હજાર કરોડની કિમતનું ૨૦૦ કિલો હેરોઈન ઝડપી લીધું હતુ અને અફઘાનના નાગરીક સહિતછ આરોપીઓને દબોચી લીધા હોવાનું પોલીસે શુક્રવારે દાવો કર્યો હતો.

પંજાબ પોલીસના સ્પેશ્યલ ટાસ્કફોર્સના સ્પેશ્યલ ચીફ હરપ્રિતસિંગે જણાવ્યું હતુ કે બાતમીના આધારે પોલીસે ગૂરૂવારે મોડીરાત્રે આકાશ એવન્યુ વિસ્તારમાં રેડ કરીને કેટલાંક અન્ય નશીલાપદાર્થો સાથે હેરોઈન પકડી પાડયું હતુ. ૧૯૪.૧૫ કિલો હેરોઈન, ૩૮ કિલો ડેસ્ટ્રા મેથોરફૂન, ૨૫, કિલો કેકોઈનપાવડર કે જે હેરોઈનમાં ભેળવવામાં આવે છે. સાથેસાથે ૨૦૭ કિલો વજનના નશાકારક રસાયણના ટિપડા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. હરપ્રિત સિંધુએ જણાવ્યું હતુ કે ઘરની અંદર નશાકારક દવાઓ અને પદાર્થો તૈયાર અને મેળવવા અને કાપવા માટેની આખી લેબોરેટરી તૈયાર કરવામાં આવી હતી.

એક અઠવાડિયા પહેલાં જ ભારત આવેલા અફઘાની નાગરીક દબોચી લેવામાં આવ્યા હતો. આ અફઘાની નાગરીક વિવિધ ચીજવસ્તુઓ ભેળવીને ઉચ્ચ ગુણવતાવાળુ હેરોઈન તૈયાર કરવાનું કામ કરતો હતો. અન્ય પાંચ આરોપીઓમાં સુખવિન્દરસિંગ, મેજરસિંગ અને તમન્ના ગુપ્તાનો સમાવેશ થાય છે.

7537D2F3

મુખ્યમંત્રી અમરિન્દરસિંઘે ચંદીગઢમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુકે પંજાબ પોલીસે નારકોટ ટેરર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં જેની પણ સંડોવણી હશે તેને છોડવામાં નહી આવે.

રાજયમાં કોઈકાળે ડ્રગમાફીયાઓને પાંખો ફેલાવવા દેવામાં નહી આવે જે ઘરમાંથી પોલીસે હેરોઈન પકડયું હતી તે ઘર ભાજપ સરકાર દ્વારા પ્રાદેશીક સેવા નિગમમાં નિમણુંક કરાયેલ. અને આ માલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવા માટે મુખ્યમંત્રીએ જણાવ્યું છે. પ્રા. તપાસમાં એવું બહાર આવ્યું છે કે આરોપીઓ એકાદ મહિનાથી આ મકાનનો ઉપયોગ કરતા હતા આ રેકેટનો મુખ્ય સુત્રધાર અને ગુજરાત પોલીસનો વોન્ટેડ ઈટાલી ભાગી ગયેલા સીમરનજીતસિંઘ સાધુ હોવાનું બહાર આવ્યું છે. અમે સિંધુની રિમાન્ડની માંગણી કરશું જે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ સાથે ઈટાલીમાં પકડાયો હતો. ગુજરતાનાં માંડવી બંદર ઉપર ગયા વર્ષે ૩૦૦ કિલો કેફી દ્રવ્ય પકડાયું હતુ જેમાં ૨૦૦ કિલો પંજાબનું હોવાનું અને તેમાં સંધુની સંડોવણી ખુલી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.