Abtak Media Google News

પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દ્રર સિંઘ તથા અસંતુષ્ટ જૂથના શક્તિશાળી નેતા નવજોત સિંઘ સિધ્ધુ વચ્ચેનો વિખવાદ વધુને વધુ ઉગ્ર બનતો જાય છે. અને પંજાબમાં ‘આપ’વાળી થવાની સંભાવનાઓ રાજકીય નિરિક્ષકો નિહાળી રહ્યાં છે. રાહુલ ગાંધીના સમર્થનને કારણે પંજાબમાં હજુ સુધી કેપ્ટન અમીરન્દ્ર સિંઘ પોતાની ગાદી જાળવી શકે છે. પરંતુ સિધ્ધુ સાથે વધતાં-જતા મતભેદો અને મુખ્યમંત્રી પર સિધ્ધુ દ્વારા સતત ચાલુ રહી રહેલા શાબ્દિક આક્રમણને કારણે પરિસ્થિતિ કટોકટી ભરી બની રહી છે.

કોંગ્રેસના પંજાબ ઇન્ચાર્જ હરિશ રાવતે જણાવ્યું હતું કે નવજોત સિંઘ સિધ્ધુ ખૂબ જ ઉંડી પ્રતિભા અને ક્ષમતા ધરાવે છે અને એમની કાર્યકરોની મોટી ફોજ છે. એમણે સિધ્ધુને ધીરજ ધરવા માટેની પણ સલાહ આપી હતી. કેમ કે સિધ્ધુના ઉપરાઉપર પ્રહારોથી મુખ્યમંત્રી ખૂબ જ નારાજ થઇ ઉઠ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય સ્તરના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથેની બેઠકમાં પણ કેપ્ટને સિધ્ધુના વિધાનો અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

પંજાબમાં કોંગ્રેસ માટે પરિસ્થિતિ જાયે તો જાયે કહાં એવી નવીને ઉભી રહી છે. જો સિધ્ધુને વધુ નારાજ કરવા આવે તો કેપ્ટનને ગાદી ગુમાવવી પડે એવી પરિસ્થિતિ છે. કારણ કે કોંગ્રસના બહુમતી ધારાસભ્યો સિધ્ધુના પક્ષમાં આવી જવાની શક્યતા રહે છે. કોંગ્રેસ માટે બંનેને નારાજ કરવાનું પાલવ્વે તેમ નથી.

કોંગ્રેસ માટે ખૂબ જ અસંમજસ સ્થિતિ છે. જો કોંગ્રેસ કેપ્ટનની તરફેણ કરે અને સિધ્ધુને નારાજ કરે તો અસંતુષ્ટ સિધ્ધુનું જૂથ આપનો ટેકો લઇને સરકાર બનાવવાની કોશિષ કરી શકે છે. એ ઘણું સૂચક છે કે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલ પંજાબ આવ્યા એ સમયે જ સિધ્ધુએ મુખ્યમંત્રી કેપ્ટન પર આકરા પ્રહારો કર્યા હતાં અને ત્યાં સુધી કહી દીધુ હતું કે પંજાબની સરકાર નિષ્ફળ ગઇ છે.

ત્યારબાદ કેજરીવાલે સૂચક વિધાન કર્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે લોકપ્રિય સીટ ચહેરાને આગળ કરશે. આ વિધાનો સિધ્ધુ તરફ સંકેત કરતા હોય તેવી ગણતરી રાજકીય નિરિક્ષકો માંડી રહ્યાં છે. આ ઘટનાક્રમથી રાહુલ છાવણીના નેતાઓ પણ ભારે મુંજવણમાં મુકાયા છે. તેઓ સિધ્ધુના વિધાનોને બળવાનારૂપમાં મૂલવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.