Abtak Media Google News

૩૧મીએ લેવાનારી ગુજકેટની પરીક્ષા રદ

પેપર એસેસમેન્ટની કામગીરી પણ અટવાઈ: યુનિવર્સિટીનું જીમ, ઇન્ડોર સ્ટેડિયમ, IS-IPS ટ્રેનિંગ સેન્ટર, લાયબ્રેરી, હોસ્ટેલો અને વોકિંગ માટે એથ્લેટીક્સ ટ્રેક સહિત સદંતર બંધ

આજે યોજાનારી એસ્ટેટ, ૨૪મીની સિન્ડિકેટ અને ૨૯મીએ યોજાનારી સેનેટની બેઠક પણ મોકૂફ

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસનો ખતરો હવે ભારત પર મંડરાઈ રહ્યો છે જેના પગલે ભારત સરકાર દ્વારા સાવચેતીનાં ભાગ રૂપે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. જેમાં દેશભરની તમામ શાળાઓ અને યુનિવર્સિટી તેમજ કોલેજો આગામી ૩૧મી સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યારે ગઈકાલે રાજકોટ અને સુરતમાં કોરોના વાઇરસના ૧-૧ પોઝિટિવ કેસ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હરકતમાં આવી છે અને યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે આ ઉપરાંત આજે યોજાનારી એસ્ટેટ, ૨૪મીની સિન્ડિકેટ અને ૨૯મીએ યોજાનારી સેનેટની બેઠક પણ મોકૂફ

રાખવામાં આવી છે તેમજ પેપર એસેસમેન્ટની કામગીરી પણ અને યુનિવર્સિટીનું જીમ, ઇન્ડોર સ્ટેડિયમ, IS-IPS ટ્રેનિંગ સેન્ટર, લાયબ્રેરી, હોસ્ટેલો અને વોકિંગ માટે એથ્લેટીક્સ ટ્રેક સહિત સદંતર ૧૦ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.દરમ્યાન કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે સીબીએસઈએ આજથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.સીબીએસઈની આ પરીક્ષા ૧૯ થી ૩૧ માર્ચ સુધી યોજાનારી હતી જેવે ૩૧ માર્ચ બાદ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાઓ ચાલી રહી છે જે અંતર્ગત હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે પરંતુ ગઈકાલે રાજકોટમાં કોરોનાનો કેસ પોઝિટિવ આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષા હાલ બંધ રાખવામાં આવી છે. જેમાં બીઆરસી સેમ ૪-૬ , બીબીએ સેમ ૪-૬, બીજેએમસી સેમ ૧-૨ અને બીપીએ સેમ ૪-૬ની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે અને આગામી દિવસોમ નવી તારીખો જાહેર કરવામાં આવશે.

5.Friday 1 3

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પેથાણી અને ઉપકુલપતિ ડો.દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તારીખ ૨૦ માર્ચ ૨૦૨૦ થી દસ દિવસ માટે સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં કોઈપણ જાતની રમત ગમત અને તાલીમની પ્રવૃત્તિઓ કરવા માટે જાહેર જનતાને પ્રવેશ નહી મળે તેમજ તમામ રમતગમતની પ્રવૃતિઓ,  જીમ તથા ઇન્ડોર સ્ટેડિયમ અને વોકિંગ માટે એથ્લેટીક્સ ટ્રેક, લાયબ્રેરી, હોસ્ટલો સહિતના તમામ સ્થળો સદંતર બંધ રહેશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે યોજાનારી એસ્ટેટ, ૨૪મીની સિન્ડિકેટ અને ૨૯મીએ યોજાનારી સેનેટની બેઠક પણ મોકૂફ રખાઈ છે.પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા વધુ સંખ્યામાં એકઠા ન થવા સૌને વિનંતી છે  યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સૌ રમતપ્રેમીઓ અને સ્વાસ્થ્ય માટે જાગૃત નાગરિકો ને સહકાર આપવા વિનંતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.