Abtak Media Google News

કોરોના વાયરસ કોવીડ-૧૯ વૈશ્વીક મહામારી અંતર્ગત દેશમાં તા. ૩ મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. લોકડાઉન દરમ્યાન સરકારશ્રીની માર્ગદર્શીકા મુજબ ગીર-સોમનાથ જિલ્લાનાં દરેક તાલુકાનાં નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને ઇન્સીડન્ટ કમાન્ડર તરીકે ફરજો સોંપવામાં આવેલ છે.

જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશે જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં લગ્ન પ્રસંગોની મંજુરી માટે જિલ્લાકક્ષા સુધી આવવું ન પડે અને યોગ્ય મોનીટરીંગ થાય તે માટે જિલ્લામાં યોજાતા લગ્નપ્રસંગો અંગે ભારત સરકારની માર્ગદર્શીકા મુજબ નિયમન કરવા સબંધિત તાલુકાના ઇન્સીડન્ટ કમાન્ડરશ્રીઓને અધિકાર આપવામાં આવે છે.

ઇન્સીડન્ટ કમાન્ડરશ્રીએ જિલ્લામાં આયોજીત લગ્નપ્રસંગોના કિસ્સામાં વરકન્યા પક્ષના વ્યક્તિઓ અને વિધિ કરનાર સહિતનાં ૨૦ વ્યક્તિઓની મર્યાદામાં મંજુરી આપવાની રહેશે. લગ્નની મંજુરી તા. ૦૪/૦૫/૨૦૨૦ થી ૧૮/૦૫/૨૦૨૦ સુધી આપવાની રહેશે. જે જગ્યાએ જાન આવવાની હોય તે વિસ્તારનો હવાલો ધરાવતા ઇન્સીડન્ટ કમાન્ડરશ્રીએ સરકારની માર્ગદર્શીકા મુજબ ચુસ્તપણે પાલન કરવા તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની શરતે મંજુરી આપવાની રહેશે. ઇન્સીડન્ટ કમાન્ડરશ્રી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શરતો મંજુરીમાં દાખલ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.