Abtak Media Google News

આયુર્વેદમાં સમાવિષ્ટ શમન અને શોધન ઔષધી તકનીકથી તમામ રોગોનું નિરાકરણ લાવી શકાઇ છે

આયુર્વેદ પઘ્ધતિ માનવ શરીરને ખૂબ સારી રીતે ઓળખી શકે છે: આજના નવયુવાનોનું આયુર્વેદ તરફની વલણ વઘ્યું

હાલ કોરોનાને લઇ વિશ્ર્વ આખુ ચિંતાતુર બન્યું છે, ત્યારે મહામારીને લઇ હજુ સુધી કોઇ દવા શોધણી નથી. લોકોનું એલોપેથી તરફનો ઝુંકાવ ઘણી તકલીફોને નોતરી રહ્યું છે, ત્યારે વર્ષો જૂની આયુર્વેદ પઘ્ધતિથી લોકો દુર ચાલ્યા ગયા હોઇ તેવું લાગી રહ્યું છે. આયુર્વેદનું મહત્વ શું? તેનો ઉપયોગ કેવી રીતે કહી શકાય, તે તમામ મુદ્દાને લઇ અબતકનાં આંગણે આયુર્વેદ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્ય કરી રહેલા ડો. મૈત્રેય મણીયારએ અબતક સાથે ચાય-પે-ચર્ચામાં  જોડાયા હતા. અને મહત્વ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

પ્રશ્ર્ન:- ઇમ્યુનીટી સીસ્ટમ એટલે શું?

જવાબ:- આપણા શરીરમાં રહેલ આંતરીક રોગ પ્રતિકારક શકિત જેને ઇમ્યુનીટી સીસ્ટમ કહેવામાં આવે છે જે બાહ્ય પરીબળોથી આપણા શરીરનું રક્ષણ કરે છે.

પ્રશ્ર્ન:- ઇમ્યુનીટી સીસ્ટમનું મહત્વ શું છે અને તેને વધારવા માટે શું કરવું જોઇએ?

જવાબ:- કોઇપણ રોગ સામે આપણા શરીર ને ટકાવી રાખવામાં મદદ કરે છે અને પ૦ ટકા જેટલી રોગ પ્રતિકારક શકિત આપણને આપણા માતા-પિતા દ્વારા મળે છે અને બાકી આપણી દિનચર્યાને આધારે રાખે છે જેમાં ભોજન વિચારનો સમાવેશ થાય છે.

પ્રશ્ર્ન:- આપણા રોજીંદા જીવન ઇમ્યુનીટી સીસ્ટમને શું અસર કરતું હોય છે?

જવાબ:- લોકો મજબુત થવાના બહાને પોતાના સ્વાસ્થ્ય સાથે કયાંક ને કયાંક ચેડા કરી રહ્યા છે તેની અસર રોગ પ્રતિકારક શકિત પર પડે છે.

પ્રશ્ર્ન:- આયુર્વેદનો મહત્વ શું છે અને તેનો ઉદભવ સ્થાન શું?

જવાબ:- આયુર્વેદએ એક એવી ચીકીત્સા પઘ્ધતિ છે જેને આપણી ભારતીય સંસ્કૃતિમાં મહત્વનો ભાગ કહેવાય છે તથા અથર્વવેદનું એક અંગ પણ માનવામાં આવે છે.

પ્રશ્ર્ન:- આયુર્વેદ કયા રોગનો ઇલાજ કરી શકે છે?

જવાબ:- દરેક શરીરમાં અલગ અલગ રોગ જોવા મળે છે તેના માટે આયુર્વેદમાં બે ચીકીત્સા પઘ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. (૧) શમન ઔષધી અને (ર) શોધન  ઔષધી શમન ચીકીત્સા પઘ્ધતિમાં રોગનો નાશ કરવા આહારનો મહત્વ રાખી ઇલાજ કરવામાં આવે છે. જયારે શોધન ચીકીત્સા પઘ્ધતિમાં રોગથી થયેલ બગાડને કાઢવામાં આવે છે.

પ્રશ્ર્ન:- બીજી દવાઓથી બીમારીનું નિવારણ ન આવે  તો શું આયુર્વેદથી તેનું નિવારણ શકય?

જવાબ:- આજના સમયમાં ઘણા રોગોને માપી શકાતા નથી જયારે આયુર્વેદ માણસના શરીરને સમજે છે પછી તે રોગ પર અસર બતાવે છે જેથી માણસનું શરીર રોગ મુકત થાય છે.

પ્રશ્ર્ન:- આયુર્વેદથી રોગને મુકત કરવામાં ઘણો સમય લાગે છે તેના પર શું કહેશો

જવાબ:- જો રોગના ઉપચાર ને પઘ્ધતિસર તથા સમયસર લેવામાં આવે તો આયુર્વેદ જલ્દી જ અસરકારક સાબીત થાય છે.

પ્રશ્ર્ન:- આજનના સમયમાં લોકો આયુર્વેદ છોડી એલોપેથી તરફ જઇ રહ્યા છે તેના વિશે શું કહેશો?

જવાબ:- માણસોમાં ભારતીય સંસ્કૃતિ નો અભાવ હોવાને કારણે તથા બીજાને દેખાવ કરવા માટે લોકો એલોપેથી તરફ જઇ રહ્યા છે પણ જો આવનારી પેઢીને બાળપણથી જ આયુર્વેદ તરફનો રસ્તો બતાવવામાં આવે તો ભારતીય સંસ્કૃતિ જળવાઇ રહેશે.

પ્રશ્ર્ન:- આયુર્વેદને કેવી રીતે લોકોમાં જાગૃતિ લાવી શકાય?

જવાબ:- શિક્ષણના માઘ્યમથી તથા વનસ્પતિનો ઉપયોગ કરીને અને રોજીંદા જીવનમાં આયુર્વેદનો ઉપયોગ કરી ને પણ જાગૃતિ લાવી શકાય છે.

પ્રશ્ર્ન:- આજના સમયમાં શિક્ષણ દ્વારા વિઘાર્થીઓ આયુર્વેદ તરફ જઇ રહ્યા છે કે નહીં?

જવાબ:- શિક્ષણ દ્વારા ઘણા વિઘાર્થીઓ આયુર્વેદને મહત્વ આપી રહ્યા છે. જેમાં બહારના વિઘાર્થીઓ પણ આયુર્વેદ પર શિક્ષણ મેળવવા આવી રહ્યા છે.

પ્રશ્ર્ન:- આયુર્વેદ  અને રીચર્સ હોસ્૫િટલમાં ફરજ બજાવો છે. તેમાં કયાં કયાં કાયદા લોકો સુધી પહોચાડવામાં આવે છે.

જવાબ:- અમારી સંસ્થા રાજકોટમાં પાંચ વર્ષથી કાર્યરત છે. અમારે ત્યાં દર વર્ષે ૬૦ બાળકો આયુર્વેદના શિક્ષણ મેળવવા આવે છે તથા રાજકોટની આસપાસના શહેરોમાંથી પણ લોકો પોતાની બીમારીનો ઇલાજ કરવામાં આવે છે.

પ્રશ્ર્ન:- આયુર્વેદ કોલેજમાં વિઘાર્થીઓને કયો કોર્સ કરાવવામાં આવે છે?

જવાબ:- વિઘાર્થીઓને બી.એમ.ડી. (બેચલર ઓફ ઇન આયુર્વેદ એન્ડ મેડીકલ સર્જરી) જેનો સમય સાડા પાંચ વર્ષનો છે જેને ડોકટરની આયુર્વેદ ડીગ્રી તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ર્ન:- પંચકર્મ પઘ્ધતિ શું છે? અને તે આયુર્વેદનો ભાગ છે કે નહીં?

જવાબ:- પંચકર્મને આયુર્વેદ ના આઠ અંગ છે અને મૂળભૂત ત્રણ સંહિતા છે આ બધા અંગ અને સંહિતા  ના દરેક સ્થાન પર અને અંગ પર જેનો ઉલ્લેખ છે તે પંચકર્મ છે શોધન ચીકીત્સા પઘ્ધતિ પણ પંચકર્મ પર છે.

પ્રશ્ર્ન:- પંચકર્મનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવે છે

જવાબ:- પંચકર્મએ પાંચ કર્મને કહેવામાં આવે છે જેનું કામ શરીરમાં રહેલા બગાડને બહાર કાઢવામાં મદદ‚પથાયછેપાંચેયકર્મનોઉપયોગશરીરનાજુદાજુદાઅંગોમાંથીબગાડબહારકાઢવાઉપયોગમાંલેવાયછે.

પ્રશ્ર્ન:- ચરકસંહિતાને પણ એક ઇલાજ માનવામાં આવે છે તેના વિશે માહીતી આપો.

જવાબ:- આયુર્વેદની ત્રણ મુળભુત સંંહિતામાની એકચરક સંહિતા છે જેનું નિર્માણ ચરકાચાર્ય કરેલું છે. ચરકસંહિતામાં દવાઓ તથા ઔષધી નું વધારે મહત્વ રહેલું છે.

પ્રશ્ર્ન:- તમે કેટલા સમયથી આયુર્વેદ પર અભ્યાસ કરી રહ્યા છે. અને કેટલા લોકોને આયુર્વેદ સાથે જોડાવાના પ્રયત્નો કર્યા છે?

જવાબ:- છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષ પહેલા આયુર્વેદ વિશે શિક્ષણ મેળવ્યું છે. અને લોકોને શારીરિક તથા માનસીક રીતે આયુર્વેદ પર અભ્યાસ કરવાના પ્રયત્નો કર્યા છે.

પ્રશ્ર્ન:- આજરોજ જે કોરોના જેવી બીમારી ચાલી રહી છે તેનાથી બચવા આયુર્વેદનો કઇ રીતે સહારો લઇ શકાય?

જવાબ:- કોરોનાથી બચવા માટે સૌથી મહત્વની વાત એ છે કે આપણા શરીરમાં રહેલ રોગપ્રતિકારક શકિત જાળવી રાખવી તથા બહારનો ખોરાક ન લેવો જોઇએ અને ફરજીયાત પણે બીજા લોકોથી થોડા અંતરે વાતચીત કરવી જોઇએ.

પ્રશ્ર્ન:- આજના સમયમાં ખોરાક લેવાની ખોટી આદતો કઇ રીતે શરીરને નુકશાન કરે છે.

જવાબ:- આ બીમારીને જોઇને દરેક લોકોને પોતાની ખાવા બાબતને ઘ્યાનમાં રાખીને કયારે ખાવું શું ખાવુ તેના પર ચોકકસ પણે કાળજી રાખવી જોઇએ.

પ્રશ્ર્ન:- યુવા પેઢીમાં રોગ પ્રતિકારક શકિતના અભાવ જોવા મળે છે તો તેને વધારવા શું કરવું જોઇએ?

જવાબ:- સમયે સમયે ખાવા પીવા બાબતનું ઘ્યાન રાખવું જોઇએ તથા ઋતુ અનુસાર ભોજન લેવું જોઇએ તથા માનસીક રીતે શરીરને સ્વસ્થ રાખવું જોઇએ.

પ્રશ્ર્ન:- આયુર્વેદમાં વ્યકિતની દીનચર્યાનું શું લેવી જોઇએ.

જવાબ:- સવારમાં વહેલું ઉઠવું જોઇએ અને યોગાસન કરવું જોઇએ અને મનને ચિંતા મુકત કરી રોજીંદા જીવનના કામ કરવા જોઇએ તથા આપણા શરીરમાં રહેલા વીટામીનને જાળવવા ઘી અને દૂધનું સેવન કરવું જોઇએ તીખુ તળેલું ખાવામાં નહીંવત રાખવું જોઇએ. અને ખાસ તો પોતાની નિંદ્રા પર ઘ્યાન રાખવું જોઇએ.

પ્રશ્ર્ન:- આયુર્વેદ હોમીયોપેથી અને એલોપેથી વચ્ચેનો તફાવત શું છે?

જવાબ:- આ બધા વચ્ચે સિઘ્ધાંતનો મહતવ રહેલું છે. આયુર્વેદ આજે પોતાના સિઘ્ધાંતોના લીધે જ ટકી શકયું છે.

પ્રશ્ર્ન:- અંતમાં લોકોની આયુર્વેદ વિશે વલણ વધે તે વિશે આપશું કહેશો?

જવાબ:- આજથી જ આયુર્વેદ ને પોતાની જીવન જરુરીયાત બનાવું જોઇએ અને પોતાના શરીર પર ખુબ ઘ્યાન આપવું જોઇએ.

પ્રાણાયમનું મહત્વ

દરરોજ સવારે તથા સાંજે ફરજીયાત પાંચ પાંચ મીનીટ ઉંડા શ્ર્વાસ લેવા શ્ર્વાસને વધુ રોકી રાખવાનો પ્રયાસ કરવો. અનુલોમ, વિલોમ કે કપાલ ભાતી કરવા. આ પ્રમાણે કરવાથી ફેફસાની તાકાત વધે છે અને પ્રાણવાયુને ટકાવી રાખવાની ક્ષમતા વધે છે.

સુંઠનું મહત્વ

ઘરમાં રહેતી સૂંઠ પણ કોરોનાને દુર રાખતો સર્વોત્તમ ઉપાય છે. તેમાં એક ચપટી સુંઠ સવાર સાંજ જીભ પર રાખી ધીરે ધીરે ગળાની નીચે ઉતારવી સુંઠ કફ થતો અટકાવે છે  અને ગળાના સોજાને દૂર કરે છે નાના બાળકોને સુંઠ અને ગોળની નાનીગોળીઓ પણ આપી શકાઇ.

ગરમ પાણીનું મહત્વ

સવાર-સાંજ ફાવે અને ભાવે એટલું ગરમ પાણી પીવું ગરમ પાણીથી શ્ર્વસન તંત્ર તથા પાંચન તંત્રની શુઘ્ધિ થાય છે અને વાયરસ સામે લડવાની ક્ષમતા વધે છે.

મીઠાના કોગળાનું મહત્વ

ગરમ પાણીમાં મીઠું નાખી તેના કોગળા વાયરસને દૂર કરવાનો એક આસાન ઉપાય છે. જો કફ હોય તો દિવસમાં પાંચથી છ વાર અન્યથા આ પ્રયોગ એકવાર તો અવશ્ય કરવો.

અજમાના નાસનું મહત્વ

રાત્રે સુતી વખતે પાણીમાં માપસર અજમો નાખી તેને ગરમ કરી અને તેની વરાળનો નાસ લેવો. આ અજમાનો નાસ ફેફસામાં આખા દિવસ દરમિયાન આવેલ વાયરસ અને બેકટીરીયાને દુર કરે છે અને ફેફસાને સુરક્ષિત રાખે છે.

ઉકાળાનું મહત્વ

તુલસી, ફુદિનો, કાળા મરી, સુંઠ અને દેશી ગોળ નાખી તેનો ઉકાળો અનુકુળતા મુજબ પીવો.

આયુર્વેદિક ઔષધોનું મહત્વ

સુદર્શન ધનવટી, સંશ્મની વટી, ગિલોય ધનવટી, આમલકી રસાયન, લક્ષમિવિલાસ રસ, ગુડુચ્યાદિ કવાથ જેવી આયુર્વેદિક દવાઓથી શરીરની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.