Abtak Media Google News

કોરોનાના કાળમાં પરિવારમાં હિંસા વધી અને બાળકો સાથે દુર્વ્યવહાર વધ્યા: નાલસાના અધ્યક્ષ જસ્ટીસ એન.વી. રમના

નેશનલ લીગલ સર્વીસીસ ઓથોરીટી (નાલસા) દ્વારા રાજય કાનૂની સેવા સતા મંડળોના કારોબારી અધ્યક્ષઓ, હાઇકોર્ટ લીગલ સર્વીસીસ કમીટીઝના અધ્યક્ષઓ, રાજય કાનૂની સેવા સતા મંડળોના સભ્ય સચિવઓ તથા જીલ્લા કાનૂની સેવા સતા મંડળના અધ્યક્ષઓ તથા સચિવઓની હાજરીમાં વેબીનાર દ્વારા હેન્ડબુક ઓફ ફોર્મેટ્સ: એન્સ્યોરીંગ ઇફકટીવ લીગલ સર્વીસીસ પ્રકાશીત કરવામાં આવ્યું હતું.

આ તકે જસ્ટીસ રમનાએ તેમના વકત્વયમાં કહ્યું હતું કે, “દુર્ભાગ્યવશ, ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, પરિસ્થિતિ હજી નિયંત્રણમાં નથી. લોકડાઉનને પગલે હજારો લોકોએ પોતાનો જીવન અને આજીવિકા ગુમાવી દીધી છે. મોટા પાયે સ્થાળાંતર થયું છે. લોકડાઉનમાં કુટુંબમાં માનસિક સમસ્યાઓ અને હિંસા સર્જાઇ છે. મહિલાઓને વધુ કામનો બોજો આવેલ છે. બાળકો શાળાઓમાં જઇ શકેલ નથી. ઘરેથી કામ કરવાની પણ અસર કૌટુંબિક જીવન પર પડી છે.

હવે આપણે અવરોધ સાથે કામ કરવું પડશે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કામ કરી રહી છે. પરંતુ તે છતાં કાનૂની સેવા સતામંડળો દ્વારા નવીનતમ તકનીકોને અપનાવીને પ્રવર્તિત રોગચાળા  દરમિયાન જબરદસ્ત પ્રવૃતિઓ કરી છે.

પરિવારમાં જ હિંસા વધી રહી છે. બાળકો સાથેના દુર્વ્યવહારમાં વધારો જોયો છે. આવા સમય દરમિયાન, પીડિત લોકો આપણા સુધી પહોંચવું જ‚રીછે. પરીસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આપણે વનસ્ટોપ સેન્ટર્સ (ઓએસસી)ની સ્થાપના કરી છે. દરેક જિલ્લામાં સ્ત્રી પેનલ વકીલો ની ટેલિસર્વિસિસ દ્વારા કાયદાકીય સહાયતા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અન્ય બાબતોમાં ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ અરજીઓ કરવામાં આવી છે.

તે પણ એટલું જ જ‚રૂરી છે કે કાનૂની સહાયતા પ્રદાતાઓ તેમના દ્વારા કરાયેલ કામગીરીઓનું દસ્તાવેજીકરણ અને જાણ કરવામાં સમક્ષ બને કે જે વિવિધ નાલસા યોજનાઓ અને માળખાઓને અસરકારક બનાવવા માટે જરૂ‚રી છે. આ હેન્ડબુક તે ફોર્મેટ્સના ઉપયોગમાં માનકતા લાવવા અને એકપતા લાવવાની દિશામાં પ્રથમ નિર્ણાયક પગલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.