Abtak Media Google News

૯ પ્લોટમાં ખડકાયેલા કાચા પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું : ૩ હજાર ચો.મી. સરકારી જમીન પરથી પેશકદમી દૂર કરાઈ

મવડીમાં આવેલ રામધન વિસ્તારમાં સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણને હટાવવા આજે દક્ષિણ મામલતદાર સી.એમ.દંગીએ કાર્યવાહી હાથ ધરી હતી. ૯ જેટલા પ્લોટ ઉપર ખડકાયેલ કાચા- પાકા બાંધકામોનો બુલડોઝર વડે કડુસલો બોલાવીને કરોડોની કિંમતની ૩ હજાર ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

મવડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ હોવાનું ધ્યાને આવતા જિલ્લા કલેકટર રેમ્યા મોહનની સુચનાના આધારે દક્ષિણ મામલતદાર સી.એમ.દંગી અને તેમની ટીમ દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્વે નંબર ૧૯૪ની ૩ હજાર ચો.મી. સરકારી જમીન ઉપર ૩ ઓરડી, ચાની કેબીન અને એક ઓફિસ ગેરકાયદે ખડકાયેલ હતા. દક્ષિણ મામલતદારની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદે ખડકાયેલ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.

Vlcsnap 2020 06 16 10H26M58S102

આ અંગે દક્ષિણ મામલતદાર સી.એમ.  દંગીએ જણાવ્યું કે અમારા સર્વે દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે સરકારી ખરાબાની જમીનમાં અલગ અલગ ઈસમો દ્વારા પ્લોટ બનાવીને દબાણ કરવામાં આવ્યું છે. આ લોકોને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. છતાં તેઓએ ગેરકાયદે ખડકેલ બાંધકામ ખાલી કર્યું ન હતું. અંતે તેઓને અંદરની વસ્તુ હટાવી લેવાની સૂચના બાદ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

દબાણકર્તાઓને આર્થિક રીતે કોઈ નુકસાન ન થાય તે માટે ગઈકાલે તેઓનો સામાન અંદરથી હટાવી દેવામાં આવ્યો હતો. જુદા જુદા અંદાજે ૧૪ જેટલા દબાણો હતા. અને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.