Abtak Media Google News

સેવાગ્રામ સિમેન્ટ વર્કસ કર્મચારી સંઘ દ્વારા શ્રમિકોના પ્રશ્નોને વહેલી તકે ધ્યાને લેવા અનુરોધ કરાયો

અબડાસા સિમેન્ટ વર્કસ કર્મચારી સંઘ સંગઠનના શ્રમિકોએ વેતન, રજાઓ તથા કાર્યસમય જેવા કેટલાક મુદાઓ અને માંગ સંદર્ભ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

કર્મચારીઓએ નિવેદન કરતા જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર દ્વારા ૩ થી ૪ વર્ષો માટે શ્રમ કાનુનમાં બદલાવ લાવીને તેને પુન: ગઠીત કરવામાં આવે, રાજસ્થાન, ગોવા, બિહાર, કેરલ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા કાર્યસમય વધારીને ૮માંથી ૧૨ કલાકનો કરી દેવાયો છે જે ન્યાય સંગત નથી લોકડાઉન સમયમાં ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલ નોટીસ છતા વેતન અને રજાઓમાં કાપ મૂકવામા આવ્યો છે. તેમાં પૂન: સુધારો કરવામાં આવે પ્રવાસી શ્રમિકોની આર્થિક સ્થિતિ કથળતી જાય છે. તેમના જીવન નિર્વાંહ માટે સ્થાનીય સ્તર પર રોજગાર ઉપલબ્ધ કરાવવામાં આવે. લોકડાઉન સમયનું વેતન ચૂકવવામાં આવે કારખાનાઓમાં કર્મચારીઓની ભરતી તથા શ્રમિકોની ભરતી અસ્થાયી રૂપમાં કરવામાં આવે છે. જેને કાયમી કર્મચારીના રૂપમાં ભરતી કરવામાં આવે તથા હાલ કોરોના સંક્રમણ વચ્ચે જે કર્મચારીઓને કવોરન્ટાઈન કરવામાં આવે તેમને રજાઓનું પણ વેતન ચૂકવવામાં આવે તેમજ હાલ શ્રમિકોને દરરોજના ૩૦૦થી ૩૫૦ રૂપીયા રોજના હિસાબે આપવામાં આવે છે.જેને વધારીને રૂા.૫૦૦ થી ૬૦૦ કરી દેવામાં આવે વગેરે જેવી માંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.