Abtak Media Google News

સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગત ચોથા દિવસે સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા મહિલા  નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જે અન્વયે  જિલ્લા કક્ષાએ વન સ્ટોપ સેન્ટર, મહિલા સહાયતા કેન્દ્ર, મહિલા શકિત કેન્દ્ર, તથા તાલુકા કક્ષાએ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો અને તાલુકા પી,બી.એસ.સી દ્વારા વંદે ગુજરાત ચેનલ પર મહિલા નેતૃત્વ દિવસ અંતર્ગત કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. તેમજ પી.બી.એસ.સી દ્વારા ટ્રાફીક પી.એસ.આઇ ચંદ્રિકા એરવાડીયાનું સન્માન કરી માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.