Abtak Media Google News

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી રાજયભરની નગરપાલીકાના સર્વાગી વિકાસ માટે ઇ-ચેક અર્પણ સમારોહ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના કાર્યકાળના તા.૭ ઓગસ્ટના રોજ સફળતાપુર્વક ૪ વર્ષ પરીપુર્ણ તા ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર ખાતે ી આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસને રૂા.૧૦૦૦ હજાર કરોડની રકમના ચેક અર્પણ માટે સમારોહ યોજાયો હતો. ગાંધીનગર ખાતેી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જુદી-જુદી નગરપાલીકાના સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયાના ચેક અર્પણ કર્યા હતા.

જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમી યોજાયેલ ચેક અર્પણ કાર્યક્રમ બાદ સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહીર, રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, પુર્વમંત્રી જશાભાઈ બારડ, કલેકટર અજયપ્રકાશ સહિતના મહાનુભાવોએ નગરપાલીકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓને નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટેના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

Chek Arpan 07 08 2020 6

જેમાં વેરાવળ નગરપાલિકાને રૂ.૨.૫૦ કરોડ, ઉના નગરપાલિકાને રૂ.૧.૫૦ કરોડ, કોડીનાર નગરપાલીકાને રૂ.૧.૧૨૫૦ કરોડ, સુત્રાપાડા નગરપાલિકાને રૂ.૧.૧૨૫૦ કરોડ અને તાલાળા નગરપાલિકાને રૂા.૫૦ લાખ મળી જિલ્લાની કુલ પ નગરપાલિકાને રૂ.૬.૭૫ કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળ વચ્ચે પણ ગુજરાતની વિકાસયાત્રા વણંભી રહે અને વિકાસ ન અટકે તે માટે રાજ્યભરની નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૦૬૫ કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કાર્યકાળ સંભાળ્યાના આજે ૪ વર્ષ પૂર્ણ તા શહેરી વિસ્તારને આધુનિક, રહેવાલાયક, માણવાલાયક અને રળિયામણું બનાવવા માટે કરોડો રૂપિયાની ભેટ આપી છે. પર્યાવરણનો ભોગ ન લેવાય અને પ્રદુષણ મુક્ત શહેર માટે સ્વર્ણિમ ગુજરાત જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં છે. જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર ગુજરાત સરકારે ર્સાક કરી તે દિશામાં અવિરત કામો કરવામાં આવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે, મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓને ફાળવવામાં આવેલ રકમના વિકાસના કાર્યો વહેલીતકે શરૂ કરી ફાળવેલી ગ્રાન્ટ સમયમર્યાદામાં પુર્ણ કરવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.