દામનગર: ગ્રામ પંચાયત કચેરી દબાણ દૂર કરી ગરીબ શ્રમજીવીઓને આવાસનો લાભ કયારે અપાવશે??

ગરીબોને મળેલા આવાસના સ્થળે દબાણ હોવાનો વિચિત્ર ઠરાવ સ્વીકારતી ઠાસા ગ્રામ પંચાયત: આ અંગે ઉઠતા પ્રશ્નોનું સમાધાન કયારે કરાશે જેવા પ્રશ્ર્નો અધ્ધરતાલ

ઠાસા ગ્રામ પંચાયતે ગરીબોને મળતા આવાસના સ્થળે દબાણ હોવાનો સ્પષ્ટ એકરાર કરતો વિચિત્ર ઠરાવ રજૂ કર્યો છે. આ અંગે અનેકા સવાલ ઉઠયા છે. કે ગરીબોને આવાસનો લાભ કયારે મળશે?

લાઠી તાલુકા ના ઠાંસા ગ્રામ પંચાયત નો તા૨૯/૭/૨૦૨૦ ના રોજ વિચિત્ર ઠરાવ ચૂંટાયેલા સરપંચોની ટર્મ પૂર્ણ થયે ગામમાજ રહેવાનું હોય તેથી આવતા ભવિષ્યની ચિતાથી પંચાયત અધિનિયમ ૧૯૯૩ની જોગવાઈ મળતા અધિકારો ન વાપરતા સરપંચોના વ્યક્તિગત વિચારો એ ગરીબ શ્રમિક પરિવારોને મળતા લાભોથી અંગત સ્વાર્થ માટે વંચિત રહેવા મજબૂર લાઠી તાલુકાના ગરીબ શ્રમજીવી પરિવારોને લાઠી તાલુકા પંચાયતની લેન્ડ કમિટી એ ઠાંસા ગામે રેવન્યુ સર્વે નંબર મફત પ્લોટ તા૧૮/૧૨/૨૦૧૮ અન્વયે હુકમ નં  તા૫/ધરથાળ મફત પ્લોટ મંજૂરી વશી/નં ૧૮  તા૧૮/૧૨/૨૦૧૮ અન્વયે ગત તારીખ ૭/૭/૨૦૧૮ ની લેન્ડ કમિટી ઠાંસા ગામે બિનખેતી રહેણાંક મફત પ્લોટ માં ગરીબ અનેક લાભાર્થીઓને ધરથાળ પ્લોટ માત્ર કાગળ ઉપર જ મળ્યા સ્થળે કબજો ફાળવવા ગત ગ્રામ સભામાં પણ આ પ્રશ્ને પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના તંત્રને રજુઆત કરી હતી ગરીબ પરિવારોના મોઢે આવેલ કોળિયો ઝુટવાય રહ્યો છે ઠાંસા ગામે ગરીબ શ્રમજીવી પરિવારો ઝંખે  છે સ્થળે પ્લોટનો કબજો સનદ ગરીબ પરિવારોને ઘરનું ઘર મળે આવાસ યોજનાના લાભો મેળવી શકે તે માટે સ્થાનિક પંચાયતની મદદ માંગતા પંચાયતે વિચિત્ર ઠરાવ કર્યો સ્થળે દબાણ હોવાનો સ્પષ્ટ એકરાર કરી દબાણ દુરસ્તી માટે સરકાર દૂર કરી કબજો સોંપી તેવી અપેક્ષા પંચાયત કચેરીને ગામતળમાં દબાણ દૂર કરવા પંચાયત અધિનિયમ ૧૯૯૩ની જોગવાઈ થી અધિકાર તો છે પણ સરપંચની સંકુચિતા ટર્મ પૂર્ણ થયે ગામ માંજ રહેવાનું હોય વ્યક્તિ ગત ઘર્ષણોનો ભય સતાવતા હોવા થી ગ્રામ પંચાયતમાં વિચિત્ર ઠરાવ કરી સ્થળે દબાણ હોવાનો સ્પષ્ટ એકરાર કરતી ઠાંસા ગ્રામ પંચાયત કચેરી દબાણ દૂર કરી ગરીબ શ્રમજીવીઓને મફત પ્લોટનો સ્થળે કબજો સોંપી આવાસનો લાભ ગરીબ લાભાર્થીઓને અપાવશે ? સ્થાનિક લાભાર્થી ઓ રમેશભાઈ પરમાર સહિતના દ્વારા તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર અને પ્રાંત સુધી રજુઆત તંત્ર તરફ થી વાર વાર એકજ જવાબ મફત પ્લોટ નો સ્થળે કબજો પંચાયત સોંપશે પણ ક્યારે ? તે નક્કી નથી વગેરે જેવા સેવાલો ઉઠી રહ્યા છે.