Abtak Media Google News

ધ્રોલ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે જયશ્રીબેન મનસુખભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ તરીકે ઈરફાનભાઈ ટકીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. બિનહરીફ વરણી થવા બદલ પ્રમુખ ઉપપ્રમુખને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

પ્રમુખ-ઉપપ્રમુખની વરણી બાદ જયશ્રીબેન પરમાર અને ઈરફાનભાઈ ટકીએ વિધિસર પોતાનો ચાર્જ સંભાળી લીધો છે.

Img 20200826 Wa0009

ધ્રોલ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી સમયે પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ધ્રોલ તાલુકા પ્રમુખ ડો. રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી, પુર્વ શહેર પ્રમુખ અરવિંદભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ જયશ્રીબેન મનસુખભાઈ પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ ઈરફાનભાઈ ટકી, ગોવિંદભાઈ દલસાણીયા સહિતની કમીટી તથા કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.