Abtak Media Google News

ગોંડલના સોનૈયા પરિવારનું બિરદાવવા લાયક કાર્ય

ચોમાસામાં ઉગી નીકળેલા ઘાસ અને નાના છોડને સાફ કરતા વેળાએ આ પક્ષીનો માળો અને બચ્ચા મળી આવ્યા

ભગવતભૂમિ ગોંડલ ના સ્વાધ્યાય પ્રેમી પરમાનંદભાઈ સોનૈયા અને પત્ની વંદનાબેન ગોંડલ સાઇકલ હેલ્થ કલબ ના સક્રિય સભ્ય ના રાજનગર માં તેમનાં નિવાસસ્થાન ની બાજુમાંજ તેમના ખાલી પડેલ પ્લોટમાં ગાર્ડન બનાવવાનો પ્લાન બનાવી ચોમાસામાં ઊગી નિકળતા ઘાસ અને નાના છોડ સાફ કરાવી રહ્યા હતા.

ત્યાં અચાનક પરમાનંદભાઈ ની નઝર એક નાનકડા છોડ પર પડી જે મજૂર દ્વારા સફાઈ દરમ્યાન કાઢીને બાજુમાં મુકેલ હતો..બે નાનકડા ચકલી જેવા પક્ષી પેલા તોડી નાખેલ છોડ પાસે વારંવાર આવી ચી ચી કરતા હતા.

તપાસ કરતા દૂર કરવામાં આવેલ છોડ માં એક પક્ષીનો નાનકડો માળો અને તેમાં પાંચ ખૂબ નાના બચ્ચા જોવા મળ્યા..

સ્વાધ્યાયપ્રેમી – પ્રકૃતિપ્રેમીઓએ આ બચ્ચા ને કેમ અને શું કરવા થી બચી જાય તેનું માર્ગદર્શન લેવા પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ને ફોન કર્યો અને માળા નો ફોટો મોકલ્યો.

એમણે તુર્તજ તેમની ચિંતા અને કરુણા નો પ્રતિસાદ આપી થોડી વિગત પૂછી સૂચના આપી કે જમીનથી ૫ થી ૭ ફૂટ ઊંચે તે બચ્ચા ના માતાપિતા ને દેખાય તે રીતે છોડ સહિતનો માળો વ્યવસ્થિત રીતે બાંધી ને ગોઠવી દો..

બન્ને એ તુરતજ આ પક્ષીનો માળો યોગ્ય જગ્યાએ બાંધી દીધો..થોડીવાર માંજ આ પાંચ બચ્ચા ના માતાપિતા તેમના બચ્ચા પાસે આવી ગયા અને માળાની ગોઢવણી થી રાજી થઈ ને દર બે મીનીટે આ પાંચ બચ્ચા ને ખોરાક આપવા લાગ્યા..અને આ ફુતકી એસી પ્રિનિયા પક્ષી પરિવારના પાંચ નાના બચ્ચાને જીવનદાન મળી ગયું..

હિતેશ દવે તરતજ સોનૈયા પરિવારના ઘરે પહોંચ્યા ત્યારે માળા ની ગોઠવણી અને પક્ષીમાતાની બચ્ચાને દૂધ પિવડાવીને વ્હાલ કરતા હતા.. આ નઝારો જોઈ  ખૂબ ખુશ થયા અને પરમાનંદભાઈ અને વંદનાબેન સોનૈયા ની કરુણા અને ભાવવંદના ખુશી ને માણી રહયા..

મિત્રો જાણ્યેઅજાણ્યે ક્યારેક આપણાથી પ્રકૃતિની આ સુંદર રચનાને નુકશાન થઈ જાય છે..પરંતુ અજાણતા બનેલી આ ઘટના ને સોનૈયા બેલડીએ સમયસર ની સતર્કતાથી અને કરૂણાથી પક્ષી પરિવાર ના પાંચ બચ્ચા અને તેના માતાપિતા ને જીવનદાન આપી પ્રકૃતિની સેવા કરી છે. આ બન્ને પ્રકૃતિપ્રેમી ખરેખર અભિનંદનને પાત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.