Abtak Media Google News

ઉવસગ્ગહરં સ્ત્રોતની મહાસિદ્ધિદાયક જપ સાધના સાથે ત્રિદિવસીય ઉત્સવમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન

હજારો જીવોના જીવન આધાર, માનવતાના અવતાર, કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦વિં જન્મોત્સવ નિમિતે આયોજન કરવામાં આવેલા ત્રિદિવસીય મહા-માનવતા મહોત્સવ-પરમોત્સવમાં જોડાઈ જવા દેશ-વિદેશના હજારો ભાવિકો નગનાટ કરી રહ્યા છે. – દર વર્ષે પરમ ગુરુદેવના જન્મોત્સવ અવસરે વર્ષમાં માત્ર એક જ વાર મહાપ્રભાવક ઉવસગહર સ્તોત્રની દિવ્ય સિદ્ધિદાયક જપ સાધના કરાવવામાં આવતી હોય છે, એમ આ વર્ષે પણ પરમ ગુરુદેવના બ્રહ્મનાદે લયબદ્ધ સ્વરૂપે વિશેષ પ્રકારની ગતિએ આ સ્તોત્રની મહાસિદ્ધિદાયક જપ સાધના સો વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨૫, ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરના દિને આયોજિત કરવામાં આવેલ પરમોત્સવ અંતર્ગત તા.૨૫ સપ્ટેમ્બર શુક્રવાર સવારના ૮.૩૦ કલાકે પરમ જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ ગુરુદેવની પ્રેરણાી ચાલતા લુક એન લર્ન જૈન જ્ઞાનધામ, શાસન પ્રભાવના ગ્રુપ, ગ્લોબલ આગમ મિશન જેવા અનેક મિશન્સ દ્વારા હજારો બાળકો, વડીલો અને યુવાનો પ્રભુના જ્ઞાન સંસ્કારી જ્ઞાન સમૃધ્ધ બન્યા છે અને આજે પણ બની રહ્યા છે. પરમ ગુરુદેવ દ્વારા ૫૦ વર્ષમાં લાખો જીવો પર કરેલ જ્ઞાન ઉપકારની, ઉપકાર અભિવ્યક્તિ આ અવસરે અનેક ભાવિકો કરશે. અનેકવિધ રસપ્રદ પ્રસ્તુતિઓ સો પ્રેરણાત્મક શોર્ટ ફિલ્મની પ્રસ્તુતિ  કરવામાં આવશે. વિશેષરૂપે, આ અવસરે, સુવિખ્યાત હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવે દ્વારા જ્ઞાન લક્ષી ડાયરની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવશે. તા: ૨૬ સપ્ટેમ્બર, શનિવાર પરમોત્સવના દ્વિતીય દિવસે, સવારે ૦૮.૩૦ કલાકે પરમ ભક્તિ ઉત્સવનું મંગલ આયોજન કરવામાં આવ્યું છે. સમાજ અને સંઘ માટે શ્રેષ્ઠ યોગદાન આપીને જીવન ર્સાક કરનારા એવા શ્રેષ્ઠ ભાવિકોને આ અવસરે, પરમ એવોર્ડ’ એનાયત કરીને એમના યોગદાનનું બહુમાન કરવાની સો અન્ય અનેક રચનાત્મક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે.

તા: ૨૭ સપ્ટેમ્બર રવિવાર, પરમોત્સવના તૃતીય દિવસે સવારના ૦૮.૨૦ કલાકે પરમ સેવા ઉત્સવનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત પરમ ગુરુદેવના શ્રીમુખેી વિશેષ પ્રકારના મંત્રોચ્ચાર સો ત્રણ તબક્કામાં શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની જપ સાધના કરાવવામાં આવશે. તેમજ માનવતા અને જીવદયાના મહાસત્કાર્યના પ્રકલ્પોની ઘોષણા સો અનેકવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે. આમ સેવા, ભક્તિ અને જ્ઞાનના ત્રિવેણી સંગમ સમા આ પરમોત્સવની ઉજવણી સો હજારો-લાખો જીવોને શાતા-સમાધિ પમાડવાના સત્તકાર્યોની શૃંખલામાં બીજી અનેક કડીઓ જોડાઈ જશે. દેશ વિદેશના લાખો ભાવિકો માટે પરમોત્સવના દરેક કાર્યક્રમ લાઈવ પ્રસારણના માધ્યમે ઝૂમ, યૂટ્યૂબ, ફેસબુક અને પારસ ચેનલ પર દર્શવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.