Abtak Media Google News

રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના ૫૦માં જન્મોત્સવે આચાય ભગવંતો, સંતો અને મહાસતીજીઓએ પાઠવી શુભેચ્છાઓ

દેશ વિદેશના હજારો ભાવિકોમાં પ્રભુ ધર્મની જ્યોત પ્રજ્વલિત કરનારા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબને ૫૦ માંજન્મોત્સવ પરમોત્સવ નિમિતે અનેક આચાર્ય ભગવંતો, પૂજનીય સંત સતીજીઓ એ ભાવભીની શુભેચ્છા અર્પણ કરીને જન્મોત્સવને વધાવ્યો હતો.

વિવિધ ક્ષેત્રોમાં બિરાજીત  સંત સતીજીઓ દ્વારા લાઈવ પ્રસારણના માધ્યમે અર્પણ કરવામાં આવેલી શુભેચ્છા ભાવનાના આ કાર્યક્રમમાં જોડાયેલા દેશ વિદેશના હજારો ભાવિકો પરમ ગુરુદેવ પ્રત્યે અત્યંતઅહોભાવિત બન્યા હતા જ્યારે  સંત સતીજીઓના મુખેથી શુભેચ્છાના મંગલ ભાવો સાથે પરમ ગુરુદેવના સહુને ધર્મભાવ સાથે જોડી રાખવાના આગ અને ભગીર પુરુષાર્થની પ્રશસ્થિતિ કરવામાં આવી હતી. શ્રમણ સંઘીય આચાર્ય ભગવંત શિવમુનિજી મહારાજ સાહેબે આ અવસરે કહ્યું હતું કે, પરમ ગુરુદેવના શ્વાસે શ્વાસે સાધના વસે, એમના જીવનની પ્રત્યેક પળ પરર્મામય બની પરમપદની પ્રાપ્તિ કરાવે.

લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય  ભાવચંદ્રજી મહારાજ સાહેબે સુંદર ભાવો સાથે સમગ્ર સંપ્રદાયવતી ફરમાવતા કહ્યું હતું કે, નમ્રમુનિજી મહારાજ સાહેબ સમગ્ર શાસનનું ગૌરવ છે. અત્યાર સુધી કર્મયોગી, ભક્તિયોગી, જ્ઞાનયોગી બનનાર પૂ. નમ્રમુનિ હવે દિવાકર મનોહરમુનિ મહારાજ સાહેબે પરમ ગુરુદેવ દરેક ક્ષેત્રોમાં યશસ્વી બને એવી સદ્ભાવના અને શુભેચ્છા ભાવ વ્યક્ત કર્યા હતા.

Whatsapp Image 2020 09 21 At 12.38.08

શ્રમણસંઘીય યુવાચાર્ય  મહેન્દ્રઋષિજી કહ્યું હતું કે, પોતાની બુદ્ધિ, શક્તિ અને સાધનાનો સદુપયોગ કરનારા પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબને જન્મદિનની હાર્દિક શુભેચ્છા આપીએ. શ્રમણ સંઘીય ઉપાધ્યાયજી  પ્રવીણ ઋષિજી કહ્યું હતું, યુવા શક્તિને સેવા પ્રકલ્પમાં અને બાળકોને જૈનોલોજીથી સંસ્કારિત કરવાના પ્રકલ્પ હોય, નમ્રમુનિ મહારાજ સાહેબ એક ઉત્કૃષ્ટ દૃષ્ટિકોણઅને અલગ અંદાજ સાથે દરેક કાર્યો કરી રહ્યા છે. ગોંડલ સંપ્રદાય વરિષ્ઠા પ્રાણકુવરબાઈ મહાસતીજી કહ્યું હતું કે, રત્નત્રયની આરાધના કરીને માતા પિતા અને ગુરુના નામને અજવાળી રહેલા પરમ ગુરુદેવ પોતે પણ તારી રહ્યાં છે અને સાથે અનેકોને તારી રહ્યાં છે.

જન્મોત્સવને મૃત્યુના પરમોત્સવ તરીકે ઓળખાવીને આઅવસરે પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, જીવનમાં અનુકૂળ કે પ્રતિકૂળ દરેક સંયોગો આવે છે અને જાય છે. જેનું આગમન છે એની અવશ્ય વિદાય છે. અસ્તિત્વના અનંત જન્મ બાદ આત્મતત્વની પ્રાપ્તિના માત્ર આઠ જ ભવ મળતાં હોય છે અને જે આ તત્વને પામી જાય છે તે જ ભવોનો અંત કરીને ભગવંત બની જતાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.