Abtak Media Google News

પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયાની રજૂઆતને કારણે ઉપલેટા તાલુકાનો સમાવેશ થતા ખેડૂતોમાં આનંદ

ઉપલેટા તાલુકામાં છેલ્લા ત્રણ માસ દરમ્યાન ભારે વરસાદને કારણે તેમજ આ વિસ્તારમાં આવેલ ત્રણ મોટા ડેમના ભારે પાણીના પ્રવાહને કારણે મોટાભાગના ગામોમાં અતિવૃષ્ટિ સર્જાતા ૧પ દિવસ પહેલા આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને તાલુકા ભાજપના હોદેદારોએ ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી તમામ અહેવાલ રાજય સરકારને મોકલી ખેડુતોને રાહત સહાય આપવા માંગણી કરી હતી તે અંતર્ગત ગઇકાલે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી દ્વારા જે ૩૭૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલ તેમાં ઉપલેટા તાલુકાનો સમાવેશ કરવામાં આવતા આ રાહત પેકેજને પૂર્વ ધારાસભ્ય અને તાલુકા ભાજપના હોદેદારોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઇ માકડીયા, મહામંત્રી પૃથ્વીસિંહ ચુડાસમા, અતુલભાઇ બોરીચાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા રાજયમાં ભારે વરસાદને કારણે ખેડુતોના પાક નિષ્ફળ જતા તેના વળતર માટે ૩૭૦૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરતા તેને આવકારતા જણાવેલ કે ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર કરી વધુ એક ખેડુત લક્ષી નિર્ણય લેવાયો છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને અભિનંદન પાઠવતા જણાવેલ કે રાજયની ભાજપ સરકાર ખેડૂતો માટે ખડેપગે ઉભી છે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે દિશામાં સમાંયતરે વિવિધ ખેડુત હિતકારી નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજયની સંવેદનશીલ સરકારે આજે ૩૩ ટકા કે વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ ર હેકટર સુધી પ્રતિ હેકટર રૂપિયા દશ હજારની સહાય તેમજ ગમે તેટલી ઓછી જમીન હોય તો પણ ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજાર સહાયની બે દિવસ પૂર્વે જાહેરાત કરી છે. આ સહાયથી ખેડુતોને ચોકકસ પણે આર્થિક રાહત મળશે રાજયની ભાજપ સરકાર હંમેશા ખેડુતોની પડખે ખડેપગે ઉભી છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષ ખરીફ ઋતુમાં રાજયના  કેટલાક તાલુકાઓમાં તા. ૧૯-૯-૨૦ ની સ્થિતિએ થયેલ નુકશાન અંગે રાજયના કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેમાં રાજય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજયના ર૦ જીલ્લાઓના ૧૨૩ તાલુકામાં અંદાજીત પ૦ લાખથી વધુ હેકટરમાં વાવેતર વિસ્તારના પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત ૩૭ લાખ હેકટર વિસ્તાર આજથી આ રાહત પેકેજ સહાયને પાત્ર થશે સાથે સાથે ૧૨૩ તાલુકામાં ઉપલેટા તાલુકાનો સમાવેશ કરવામાં આવતા તેમજ રાહત પેકેજને આવકારી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.