Abtak Media Google News

સરકિટ હાઉસ ખાતે મળેલી ગુપ્ત બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જવાબદારી સોંપી હોવાની ચર્ચા

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શાસનને તોડી પાડવાનો ભાજપે ફરી એક વખત નવો વ્યૂહ ઘડી કાઢયો છે. આ વ્યૂહ કી ભાજપને ફાવવાના ઉજળા સંકેતો પણ દેખાઈ રહ્યાં છે. જિલ્લા પંચાયતના શાસનને તોડવાની સંપૂર્ણ જવાબદારી સાંસદ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્યને સોંપી દેવામાં આવી છે. આ સંદર્ભે સર્કિટ હાઉસમાં એક ગુપ્ત બેઠક પણ મળી હતી. તેવું ટોચના સૂત્રોમાંથી  જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના શાસનને છેલ્લા ઘણા સમયી ગ્રહણ લાગ્યું છે. ભાજપ દ્વારા છેલ્લા ઘણા સમયી કોંગ્રેસના શાસનને તોડવાની મામણ ચાલી રહી છે. ઘણી વખત સફળતાને તદન નજીક પહોંચેલુ ભાજપ સફળતા પામવામાં ોડા માટે રહી જતુ હતું. પરંતુ હવે એક સાંસદે જિલ્લા પંચાયતની તોડવાની સંપૂર્ણ જવાબદારી ગોંડલના પૂર્વ ધારાસભ્યને સોંપી દીધી છે. આ પૂર્વ ધારાસભ્યએ હાલ ભાજપનું શાસન સપવા માટે સંપૂર્ણ વ્યૂહ તૈયાર કરી દીધો છે. જેની અમલવારી પણ કરવાની શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી થોડા દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન સ્પાઈ જવાનું છે. આ વ્યૂહ અંગેની ચર્ચા-વિચારણા કરવા માટે સર્કિટ હાઉસમાં એક ગુપ્ત બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપ તરફી રહેલા જિલ્લા પંચાયતના અનેક સભ્યો પણ હાજર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, હાલ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ તરફી માત્ર ૧૪ સભ્યો વધ્યા છે. અગાઉ ભાજપ માત્ર બે સભ્ય ધરાવતું હતું જે આજે ૨૨ સભ્યોનું સંખ્યાબળ ધરાવતું યું છે.  ભાજપ દ્વારા હવે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા માટે માત્ર બે સભ્યોની જ જરૂર પડશે તેવું સુત્રો જણાવી રહ્યાં છે.

અગાઉ ભાજપ દ્વારા જિલ્લા પંચાયતનું શાસન હસ્તગત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને ભાજપે ઉંધા મો ઈને જિલ્લા પંચાયતના અનેક સભ્યોને પોતાના તરફ ખેંચવામાં સફળતા મેળવી હતી.  હાલ ભાજપના ગોંડલના પૂર્વ ધારાસભ્ય દ્વારા જે વ્યૂહ અપનાવાયો છે તેનાી કોંગ્રેસનું શાસન પડી ભાંગશે તે વાત નકકી હોવાનું વિશ્વાસનિય સુત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.