Abtak Media Google News

પપ થી વધારે પ્રાચીન રાસ, ગરબાની રમઝટ વડે માં આદ્યશકિતની આરાધના, વિવિધ રૂપ, સૌંદર્ય અને વીરતાના દર્શન થશે

મા પાવા તે ગઢથી ઊતર્યા મહાકાળી રે કે રમે અંબે મા ચાચરનાં ચોકમાં રે લોલ  આવા પરંપરાગત ગરબાને જીવંત રાખવા સતત પ્રયાસ કરતી ધોળકિયા સ્કુલની ભવ્યાતિભવ્ય પ્રાચીન ગરબીનાં ગરબા નિહાળવાનો લ્હાવો આપણે દરેક વર્ષે જી.કે. ધોળકીયા સ્કુલને આંગણે જાહેર ચોકમાં લઇએ છીએ, સમગ્ર રાજકોટવાસીઓની આતુરતા છે કે આ વર્ષે અમને ધોળકીયા સ્કુલની ગરબી કઇ રીતે નિહાળવા મળશે?

સમગ્ર વિશ્ર્વને થંભાવી દેનાર મહામારી કોવિડ-૧૯ થી સલામત અને સુરક્ષિત રહેવું જરુરી છે. આવા સંજોગોમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તહેવારો પણ આપણે ઘરે બેસીને જ ધોળકીયા સ્કુલના  સથવારે ઉજવીએ છીએ.

પરંપરાને અનુસરવા સંસ્કૃતિની ગરિમા જાળવવા અને ધર્મની ઘરોહરનું જતન કરવાના શુભ આશયથી મા આદ્યશકિતની ભકિત મા નવદુર્ગાની પ્રાચીન અને પરંપરાગત શૈલીમાં રાસ ગરબાની રમઝટ બોલાવી મા અંબા નવદુર્ગાના ઓનલાઇન વધામણા કરવા ધોળકીયા શાળા પરિવાર થનગની રહ્યો છે.

ધોળકીયા સ્કુલ રાજકોટ તેના વિઘાર્થઓમાં શ્રેષ્ઠ શિક્ષણ, ઉતમ સંસ્કાર અને કુશળ નેતૃત્વના ગુણો વિકાસવવામાં સૌરાષ્ટ્રભરમાં ખ્યાતનામ છે. જ સાથે સાથે આ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ધરોહર સમાન મહાનત્તમ ધાર્મિક ઉત્સવ મા નવદુર્ગાના પ્રાચીન રાસ ગરબા દ્વારા ભકિત આરાધનાનું શ્રેષ્ઠ આયોજન કરી બાળકોની અંદર વિઘાર્થીકાળથી જ દેશપ્રેમ દેશ-દાઝ, સંસ્કૃતિ પ્રેમ અને ધાર્મિક ભાવનાઓનું બીજારોપણ કરી છેલ્લા સાત વર્ષથી આ બાળમાનસને ધર્મ અને ભારતની પરંપરાગત સંસ્કૃતિ તરફ અભિમુખ કરી રહી છે. જેના ભાગ રુપે ધોળકીયા  સ્કુલ્સની બાળાઓ ઓનલાઇન માતૃવંદના કરવા મા ના ગુણલા ગાવા, માને રાજી કરવા થનગની રહી છે.

દાંડીયા, કરતાલ, બેડા, દીવડા, ટિપ્પણી, ખંજરી, મંજીરા, તલવાર, ત્રિશુલ, ઘડા, ૧૦૮ દિવા, લહેરીયા અને અન્ય વિવિધ સાધન સામગ્રી વડે મા અંબાની ભકિત કરી ગુણગાન ગાઇ માને રીઝવવાના સ્તુતિમય પ્રયાસો કરવામાં આવે. પપથી પણ વધારે પ્રાચીન રાસ, ગરબાની રમઝટ વડે માં આદ્યશકિતની પુજા, અર્ચના, આરાધના અને માના વિવિધ રૂપ સૌદર્ય અસ્ત્ર શસ્ત્ર તથા વીરતાના દર્શન થશે.

નવરાત્રી મહોત્સવને ઓનલાઇન સફળ બનાવવા મિતુલભાઇ ધોળકીયા, ધવલભાઇ ધોળકીયા અને વિરલભાઇ ધોળકીયા પોતાની દુરદર્શિતાથી સુંદર સંચાલન કરી રહ્યાં છે તો સાથે મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઇ ધોળકીયા અને જીતુભાઇ ધોળકીયા  સમગ્ર ટીમને પ્રોત્સાહીત કરી કાર્યક્રમની સફળતા બદલ રાજીપો વ્યકત કરેલ છે.

સુમધુર સંગીતના સથવારે થનાર નવરાત્રી મહોત્સવને તા. ૧૭ થી ૨૪ સુધી રાત્રે ૯ થી ૧૧ નિહાળવા શાળાના ટ્રસ્ટીગણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે શાળા પરિવાર માટે રોજ અલગ અલગ હરિફાઇઓનું પણ આયોજન થયું છે. રોજ આરતી માટે શાળામાં શિસ્તતા અને નિયમોના પાલન સાથેનું આયોજન પણ અલગથી કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.