Abtak Media Google News

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિક્રમ સંવત મૂજબના મહિનાઓમાં આવતી તીથી જેમાં ખાસ કરીને બીજ, અમાસ, પૂનમ, અગિયારસ વગેરેનું ખૂબજ મહત્વ રહ્યું છે. મહિનામાં બે અને વર્ષમાં ૨૪ અગિયારસ અને તે પણ જુદી જુદી જેમકે ભીમ અગિયારસ, પુત્રદા એકાદશી વગેર વગેરે આજે દેવઉઠી એકાદશી જેને આપણા શાસ્ત્રોમાં દેવદિવાળી પણ કહેવામાં આવી છે. અને આ દિવસે તુલસી વિવાહ મહોત્સવ ઉજવવામાં આવે છે.

કારતક સુદ ૧૧ અને દેવદિવાળી એ ભગવાનના તુલસીજી સાથે લગ્ન અને ત્યાર પછી જ વિવાહનાં મૂહૂર્ત હોવાનું પંડીતો દ્વારા જણાવાયું હોય છે.

નવા વર્ષનાં પ્રથમ પખવાડિયામાં આવતા પર્વોમાં નવુ વર્ષ ભાઈબીજ, લાભ પાંચમ અને ત્યારબાદ દેવદિવાળી આજે દેવ દિવાળીના દિવસે ભગવાનના તુલસી સાથેનો લગ્નોત્સવ એટલે કે ‘આજ આનંદ, આજ ઉછરંગ આજ નૈનોમાં નેહ’ આજપણ ઘણા ગામડાઓમાં તુલસી વિવાહ પ્રસંગને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. લગ્નગીત ગવાય, જાન જોડાય, મંડપરોપાય અને ધામધામપૂર્વક આખુ ગામ આ પ્રસંગમાં જોડાય પરંતુ હાલની કોરોના મહામારીની પરિસ્થિતિ વચ્ચે તમામ પર્વો સાદાઈથી ઉજવવામાં આવે છે. છતાં દેવદિવાળીનો આનંદ તો એટલો જ જોવા મળે છે.

શહેરનાં દેવાલયોમાં તુલસી વિવાહની ભાવભેર ઉજવણી થશે. પરંતુ સરકારની ગાઈડ લાઈન મુજબ આ બધી વિધીઓ પૂર્ણ કરાશે.આજે દેવમંદિરોમાં માંડવાના રૂપમાં શેરડીને રાખવામાં આવશે. ભગવાનને શણગાર ઉપરાંત આરતી, તેમજ વિવિધ પ્રસંગો પણ યોજાશે પણ ખૂબજ સાદાઈથી આયોજન કરવામાં આવશે.

જોકે અમુક દેવમંદિરોમાં દેવદિવાળી તુલસીવિવાહનો ઉત્સવ આવતીકાલે ઉજવાશે તેમ પણ જાણવા મળ્યું છે.દ્વારકા, ડાકોર, મથુરા, સોમનાથ વગેરે મંદિરોમાં દેવદિવાળીની હર્ષોલ્લાસથી સાદાયપૂર્વક ઉજવણી કરાશે અમુક મંદિરોમાં ઉજવાતા તુલસીવિવાહના પ્રસંગને લાઈવ કરવામાં આવનાર છે.જેથી ભકતજનો દર્શનનો લ્હાવો લઈ શકે…

મંદિરોમાં ‘તુલસી વિવાહ’ લગ્નોત્સવમાં કાજુ, બદામ,કીસમીસ, અખરોટ વગેરે સુકો મેવો ઉપરાંત શેરડી, ચીકી, તલસાકરી જેવી વાનગીઓનો ભોગ પણ ધરાવાય છે. જેનો પ્રસાદથી ભકતજનો ધન્ય થયાનો આનંદ માણતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.