Abtak Media Google News

કાર્તિક સુદી પૂર્ણિમાને દિવસે તુલસીમાતાનો જન્મ થયેલો છે. તથા તેજ દિવસે ભગવાન વિષ્ણુએ તેમને પૂજેલા છે. માટે તે દિવસે શ્રધ્ધાથી તુલસીનું પૂજન કરવું જોઈએ પુષ્પોમાં જેમની તુલના નથી એવા તે તુલસી સર્વમાં પવિત્ર રૂપ, સર્વની મસ્તકે ધારણ કરવા યોગ્ય સર્વને પ્રિય તથા વિશ્ર્વને પાવન કરનારા, પુષ્પોમાં સારરૂપ સતી પવિત્ર મનીદર અગ્નિ શીખશ જેવાં, જીવન મુકત મુકિત આપનારા અને ભકિત દેનારા તુલસીને હું જાણું છું આ પ્રમાણે ધ્યાન કર્યા પછી શ્રી હ્રી કલી ઐ વૃંદવર્ન્ટી સ્વાહા આ મંત્ર તેજ તુલસીનો છે તે બીલી પંચોપચારે પૂજન કરવું ત્યારબાદ આઠ વખત નમસ્કાર કરવા 1. વૃંદામાતાને નમસ્કાર કરૂ છું 2. વૃંદાવની માતાને નમસ્કાર કરૂ છું. 3. સૌભાગ્યવતી માતાને નમસ્કાર કરૂ છું, 4. વિશ્ર્વપૂજિવ્ય માતાને નમસ્કાર કરૂ છું, 5. વિશ્ર્વવિવની માતાને નમસ્કાર કરૂ છું, 6. નંદિની માતાને નમસ્કાર કરૂ છું, 7. તુલસીમાતાને નમસ્કાર કરૂ છું, 8. કૃષ્ણજીવની માતાને નમસ્કાર કરૂ છું, આ આઠ નામનો પાઠ કરનાર પર તુલસીમાતા પ્રસન્ન થાય અને શુભ ફળ મળે છે.

કાર્તિક સુદી પૂણિર્શમાને ત્રિપુરારીપૂર્ણિમાં કહેવામાં આવે છે. આ દિવસ એટલે દેવોની દિવાળી બલિરાજાના બંધનમાંથી સર્વદેવો મુકત થયા અને તેમણે દિવાળી ઉજવી પોતાનું નિત્યકર્મ પરવારી સંધ્યાકાળે પોતાના ઈષ્ટદેવનૂં પૂજન કરી ધૂપ, દીપ, આરતી કરવા પોતાની શકિત પ્રમાણે ઘી કે તેલના દીવા કરવા પાંચ દીવા ઘરમાં અને ઘરની બહાર મૂકતા 720 દિવા આ દિવસે જે કોઈ કરે છે તે બધા જ પાપોમાંથી છૂટી જાય છે. દીવાઓનાં દર્શન કરવા પતંગીઆ કીડા, મશક અને ઝાડ વગેરે જલસ્થળના જીવો છે. તે સર્વને જન્મવું પડવું નથી. પિતૃઓની શાંતિ માટે આ દિવસે બ્રહ્મભોજન રાખવામાં આવે છે. નદીઓનો જયાં સંગમ થતો હોય ત્યાં આ દિવસે સ્નાન કરનારને ગંગાસ્નાનું પૂણ્ય મળે છે. નદીના વહેતા જળમાં દીવાઓ મૂકવાનું મહત્વ છે.

તુલસીનામાષ્ટકના પાઠ કરવાથી ખૂબજ પૂણ્ય મળે છે. તુલસીદેવીનાં રૂપમાં દરેક ઘરમા પૂજવામાં આવે છે. તેની નિયમિત પૂજા કરવાથી મનુષ્યને પાપોમાંથી મૂકિત મળે છે.તુલસીના છોડને પાવન માનવામાં આવે છે. તેથી જ દરેક પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીની પૂજા અને તુલસી નામાષ્ટક (નામાષ્ટક)ના રાજે પાઠ કરનારને ખૂબજ પૂણ્ય મળે છે. મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધનવાન, કીર્તમાન અને આયુષ્યમાન થવાય છે.

તુલસીના વિવિધ નામ

Images 5

તુલસીને અનેક નામોથી નવાજવામાં આવે છે. તેમના અનેક નામોમાં આઠ મુખ્ય છે. વૃંદાવની, વૃંદા, વિશ્ર્વપૂજિના, વિશ્ર્વપાવની, પુષ્પસારા, કૃષ્ણજીવની, નંદીની અને તુલસી

સંકલન મધુસુદન માણેક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.