Abtak Media Google News

ફી રેગ્યુલેશન કમીટીના સભ્ય તરીકે અજય પટેલની નિમણૂંક થતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું

ફી રેગ્યુલેશન કમીટીમાં નિમણૂંક થયા બાદ રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ પદેથી અજયભાઈ પટેલે રાજીનામુ આપી દીધુ છે. જેથી રાજકોટ જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નવા પ્રમુખ તરીકે ડી.વી.મહેતાની વરણી કરવામાં આવી છે. ખાનગી શાળાની ફી મુદ્દે રાજ્ય સરકાર અને ખાનગી શાળા સંચાલક સામસામે આવતા સતત શિક્ષણ ક્ષેત્રે દોડાદોડી કરનાર ભાજપના અગ્રણી અને જીનીયસ સ્કૂલના ટ્રસ્ટી ડી.વી.મહેતાની નિમણૂંક કરવી યોગ્ય ગણાય છે.

ફી રેગ્યુલેશન કમીટીના મેમ્બર તરીકે અજય પટેલની નિમણૂંક થતાં રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલે રાજીનામુ આપ્યું છે જેથી નવા પ્રમુખપદે ડી.વી.મહેતાની તાકીદે વરણી કરવામાં આવી છે.

તાજેતરમાં રાજય સ્વનિર્ભર શાળા સંચાલકના એક નિર્ણય મુજબ રાજકોટ મંડળે પણ જે વાલીઓ ફી માટે સાવ જ નિષ્ક્રીય છે તેઓને ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની વાત કરી હતી. ત્યારે ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જે વાલીઓ સ્કૂલના ફોન નથી ઉપાડતા કે મળવા પણ નથી આવતા. ફકતને ફકત તેવા વાલીઓના બાળકો માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી વાલીઓ સજાગ બને અને સ્કૂલોને સહભાગી થાય તેવી મારી અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.