Abtak Media Google News

કોરોનાની મહામારીને ડામવા પોલીસ કમિશનર અગ્રવાલ દ્વારા કડક હાથે કરાઈ કામગીરી

કોરોનાની મહામારીને ડામવા પ્રથમ લોકડાઉન બાદ અનલોક ૬માં કોરોનાની બીજી લહેર જોવા મળતા સરકાર દ્વારા રાત્રી કર્ફયુ લાદવામાં આવતા અને જેનો કડક અમલ કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સૂચનાને પગલે પોલીસ દ્વારા ૧૦૧ જાહેરનામા ભંગના ગુન્હાઓ દાખલ કરી કાર્યવાહી કરી છે.

કોરોના વાયરસની મહામારી ફષલાતી અટકાવવા માટે તા.૨૧.૧૧.થી બીજો હુકમ ન થાય ત્યાં સુધી કર્ફયુનો અમલ દરરોજ રાત્રીનાં કલાક ૯ થી સવારના ૬ સુધી અમલ કરવાનો રહેશે જે કર્ફયુ દરમ્યાન શહેર કમિશ્નરેટ વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહીં.

જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી રખડવું નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહી જે અંગે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. જે કર્ફયું સમય દરમ્યાન બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો શહેરની જનતા ચુસ્તપણે પાલન કરે તે માટે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને ઉચ્ચ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ કાર્યવાહી કરી રહેલી છે. તા.૧૦.૧૨ના રાત્રનાં કલાક ૯ થી તા.૧૧.૧૨ ના સવારના કલાક ૬ સુધી કર્ફયું સમય દરમ્યાન શહેરના ચાર રસ્તાઓ, એન્ટ્રી પોઈન્ટ તેમજ જાહેર રોડ ઉપર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ તેમજ સઘન પેટ્રોલીંગ કરી કર્ફયુંનું પાલન કરાવવામાં આવેલ છે જે દરમ્યાન કર્ફયુનું પાલન નહી કરનાર વિરૂધ્ધ કુલ ૧૦૧ જાહેરનામા ભંગના ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે.

શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરી શહેર પોલીસને સહકાર આપી તેમજ બીન જરૂરી બહાર નહી નીકળવા અને ઘરે સ્વસ્થ સુરક્ષીત રહેવું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.