Abtak Media Google News

કેટસીના રાજ્યની માધ્યમિક શાળા  પર બંદૂકધારીઓના હુમલા બાદ ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગુમ: સંયુકત રાષ્ટ્ર ઘટનાને વખોડી

ગૃહયુદ્ધથી ઝઝૂમી રહેલા નાઇજીરિયાના કેટસીના રાજ્યમાં એક માધ્યમિક શાળા  પર બંદૂકધારીઓના હુમલા બાદ ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગુમ થઇ ગયા છે. પરિવારવાળાઓને આશંકા છે કે તેમના બાળકોનું અપહરણ કરી લેવાયું છે. પોતાના જીગરના ટુકડા ગુમ થતાં વાલીઓના રડી-રડીને હાલ ખરાબ થઇ ગયા છે અને તેઓ હવે માસૂમોની ભાળ મેળવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.કંકારામાં સરકારી વિજ્ઞાન માધ્યમિક શાળા પર શુક્રવાર રાત્રે ડાકુઓના મોટા ગ્રૂપે એકે-૪૭ રાઇફલોથી ગોળીબાર કર્યો હતો. પોલીસ અને હુમલાખોરોની વચ્ચે ગોળીબાર ચાલતો રહ્યો, આથી વિદ્યાર્થીઓને સ્કૂલની દિવાલ કૂદીને સુરક્ષિત ભાગી નીકળવાની તક મળી ગઇ. તેમણે કહ્યું કે ૪૦૦ વિદ્યાર્થીઓ ગુમ છે જ્યારે ૨૦૦ની ભાળ મેળવી લેવાઇ છે.

સ્કૂલમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થી ભણે છે. આ બધાની વચ્ચે સંયુકત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસએ નાઇજીરિયાના કસીના રાજ્યમાં એક માધ્યમિક સ્કૂલ પર હુમલો અને કમ સે કમ ૪૦૦ વિદ્યાર્થીઓ ગુમ થયાની નિંદા કરી છે. ગુટેરેસના પ્રવકતા સ્ટીફન દુજારિકના હવાલે કહ્યું કે મહાસચિવે અપહરણ થયેલા બાળકોની તાત્કાલિક અને કોઇપણ શરત વગર છોડાવાની અને તાત્કાલિક તેમના પરિવારની પાસે સુરક્ષિત મોકલવાની વાત કહી છે.નોંધનીય છે કે, ૧૧ ડિસેમ્બરની રાત્રે ગર્વનમેન્ટ સાયન્સ સેકેન્ડરી સ્કૂલ પર હુમલો થયો હતો. રાજ્યના કાંકરા વિસ્તારમાં આવેલા સ્કૂલમાં ૮૩૯ વિદ્યાર્થી રહે છે. રાજ્યના રાજ્યપાલ અમીનૂ મસારીએ કહ્યું કે અમારી પાસે ઉપલબ્ધ રેકોર્ડના આધાર પર અમે હજુ પણ અપહરણ કરાયેલા વિદ્યાર્થીઓને જંગલોમાં શોધી રહ્યા છીએ. અમે જંગલમાંથી બહાર આવી રહેલા બાળકોની ગણતરી કરી રહ્યા છીએ અને તેમના માતા-પિતા સાથે વાત કરી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.