Abtak Media Google News

ભારતના લોકો ખાવાના શોખીન હોય છે . જીવનમાં બીજા સુખ મળે કે નો મળે પણ ખાવાનું સુખ તો નસીબ થાવું જ જોઇએ. પરંતુ ભારતના લોકોના મનમાં એવી માન્યતા છે કે રાજમા સાથે લેવાયેલા ચાવલ અને દાળ સાથે લેવાયેલા ભાત એટલે કે રોજ ચોખાનું સેવન કરવાથી વજન વધે છે.

દક્ષિણ ભારતનાં લોકોનો તો મુખ્ય ખોરાક છે ભાત.દક્ષિણ ભારતમાં કોઈ પણ જગ્યાએ ચોખા અથવા ચોખાના લોટ વગર કોઈ પણ વાનગી બનતી નથી.ભાત એક એવો ખોરાક છે જેનું સેવન દરરોજ કરવું આવશ્યક છે . તો આપણે જાણીએ કે ચોખાના સેવનથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.

> ચોખામાં ચરબી ઓછી હોય છે અને કુદરતી ખાંડની માત્રા પણ ઓછી હોય છે.ચોખામાં એ લાક્ષણિકતા છે કે તેના નિયમિત સેવનથી શરીરમાં ઇન્સ્યુલિનનાં સ્ત્રાવનું નિયમન થઈ શકે છે.

> લોકોની મોટી માન્યતા એ છે કે ચોખાનું સેવન કરવાથી શરીરમાં વજન વધે છે. ચોખામાં વધુ માત્રામાં ફાઈબર હોય છે અને અનાજના બધા જ ગુણધર્મો હોય છે,જે તમારા શરીરના વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે તેથી મજગના એ વહેમને દૂર કરવો જોઈ કે ચોખાના સેવનથી વજન વધે છે.

દરરોજ ચોખાના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ નિયંત્રિત થાય છે પરંતુ ચોખાના સેવનથી વજનમાં ઘટાડો થાય તે વ્યક્તિના ચયાપચયનની ક્રિયા પર આધારિત છે.

પ્રોફેસર ટોમોકો ઇમઇના કહેવા મુજબ

ક્યુટોની લિબરલ આર્ટસ દોશિશા વિમેન્સ કોલેજના પ્રોફેસર ટોમોકો ઇમઇની દેખરેખ હેઠળ અધ્યયન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો મર્યાદિત માત્રામાં ચોખાનું સેવન કરવામાં આવે તો વજન કે મેદસ્વિતા વધારવામાં કોઈ નકારાત્મક અસર થતી નથી.

ભાતના સેવનનો યોગ્ય સમય અને યોગ્ય માત્રા :

ચોખા હમેશાં યોગ્ય સમય અને યોગ્ય માત્રામાં લેવા જોઈએ.જેમકે ભારતના પરંપરાગત ખોરાક મુજબ બપોરે દાળ – ભાત- શાક – રોટલી ખાવામાં આવે છે.દિવસના કોઈ પણ સમયે ચોખાનું સેવન કરી શકાય છે પરંતુ બપોરના સમયમાં સેવન કરવું વધુ હિતાવહ છે.જો દિવસમાં એકવાર એક બાઉલ ચોખાનું સેવન કરવામાં આવે તો વજન પણ વધશે નહિ અને મેદસ્વીપણું પણ વધશે નહીં .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.