Abtak Media Google News

શાહુકારની એક આંખ અને ચોરની ૧૦૦ આંખ…..

ગોહિલવાડ પંથકના ૮૦ લાભાર્થી ખેડુતો સાથે  રૂ. ૭.૬૧ લાખની ઠગાઇ

પાંચ તાલુકાના ર૧ ગ્રામ પંચાયતના ર૧ કોમ્પ્યુટર ઓપરેટરોએ  કરી છેતરપિંડી

વડાપ્રધાન મોદી દ્વારા ડિઝીટલ ઇન્ડિયાના નારા વચ્ચે શાહુકારની એક આંખ અને ચોરની ૧૦૦ આંખથી ગમે તેવી સરકાર યોજનામાં છીંડાઓ ગોતી અવાર-નવાર  ભ્રષ્ટાચાર બહાર આવે છે તેવી ખેડુતોની યોજનાની રકમ ઓપરેટરો દ્વારા ખાતામાંથી બઠાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

ખરીફ ઋતુમાં ભારે વરસાદથી પાકને નુકશાન થતા રાજય સરકાર દ્વારા રાહત પેકેજ યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં ભાવનગર જીલ્લાના પાંચ તાલુકાની ર૧ ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ૮૦ લાભાર્થી ખેડુતોની જાણ બહાર ઓનલાઇન કાર્યવાહી કરી રૂ. ૭.૬૧ લાખ રકમ ઉપાડી લઇ સરકાર સાથે છેતરપીંડી કર્યાની ર૧ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર જીલ્લા ખેતીવાડી અધિકારી સંજય રત્નાકર કોસાંબીએ તળાજાના પાવઠી ગામના યોગેશ જીન્જાડા, ધારરવાળા કલ્પેશ પંડયા, હકાના  મુકેશ ઢાપા, મહુવાનાના તરેડી મુકેશ મકવાણા, નાના ખુટવડ લક્ષ્મણ બાબુ સરવૈયા, રામદેવ બારોટ, કુંભણ અલ્પેશ, અરજણ સોલંકી, કળસાર ભાવેશ ઘેલા સાખટ, દુદાણાના શામળા બાબા કામળીયા, લીલવણના ધર્મેન્દ્રસિંહ  સજુભા વાળા, ગબથર રમેશ માલકા, ઓથાના હસમુખ રાઘવ, રાણીવાડા મુકેશ ડાયા ઢાણા, ઉમરાળાના અલમપરના ઇન્દ્રજીતસિંહ ગોહિલ, ચોગઠ દિપક, ચોગઠ હિતેષ જાદવ, શિહોરના મિતુલ હિરેન વોરા, કરકોલીયા અશ્ર્વિન મકવાણા, ઢુઢસર આર.સી. ગોહિલ, રબારીકા અનિલ ચાવડા, ભાવનગરના મહેશગીરી પ્રવિણગીરી ગોસ્વામી અને ભુભલીના સપનાબેન વિપુલ કાવા સહિત રર લોકો ગ્રામ પંચાયતમાં વિલેજ  કોમ્પ્યુટર ઓપરેટર તરીકે પોતાની ફરજ દરમ્યાન ખેડુતને મળતી સહાયની રકમ રૂ. ૭.૬૧ લાખ ઓળવી ગયાની ફરીયાદ નોંધાવી છે.

વર્ષ ૨૦૨૦માં ખરીફ ઋતુમાં ભારે વરસાદના કારણે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લાભાર્થી ખેડુતોને યોજનાના જાણકારી અને સહાય ર્ફોમ માટે ગ્રામ પંચાયત ખાતે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર મારફત ઓનલાઇન કામગીરી કરવામાં આવે છે. વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા ભાવનગરના ૬ તાલુકાના ૮૦ ખેડુતોની જાણ બહાર મળતા લાભો મેળવી રૂ. ૭.૬૧ લાખની ઉચાપત કર્યાનું ફરીયાદમાં જણાવ્યા છે.

નિલમબાગ પોલીસ મથકના સ્ટાફે રર વિલજે કોમ્પ્યુટર ઓપરેટરો સામુ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.