Abtak Media Google News

સૌરાષ્ટ્ર કોવિડ, દેવ , દશા શ્રીમાળી, સત્યસાઈ હાર્ટ, નીદિત બેબીકેર, સન્માન,  ડો. વિવેક જોષી અને સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલને સીલ કરશે

ફાયર એન.ઓ.સી. ન લેતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે ત્રીજું નેત્ર ખોલ્યું

ફાયર એન.ઓ.સી. ન ધરાવતી અને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવાથી  ૮ હોસ્પિટલને સીલ કરાશે તેમ  મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.

શહેરની હદ વિસ્તારમાં આવતી હોસ્પિટલ પૈકી જે હોસ્પિટલો પાસે ફાયર ખાતાનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવામાં આવેલ નથી, ફાયર એન.ઓ.સી. મેળવેલ હોય અને ફાયર સેફ્ટીના અપૂરતા સાધનો હોવાથી શહેરની ૮ હોસ્પિટલોને સીલ કરવા અંગેની નોટીસ આપવામાં આવી છે.

હાલ આ હોસ્પિટલોમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમાં હવે નવા દર્દીને દાખલ કરી શકાશે નહી, તેમજ સારવાર હેઠળના આ તમામ દર્દીઓને ડિસ્ચાર્જ થયે આવી હોસ્પિટલો સીલ કરી દેવામાં આવશે તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

શહેરની ૮ હોસ્પિટલોને સીલ કરવા અંગે નોટીસ આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર કોવીડ હોસ્પિટલ, દેવ હોસ્પિટલ, દશા શ્રીમાળી હોસ્પિટલ,  શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ,નીદિત બેબીકેર હોસ્પિટલ, સન્માન મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ,  ડો. વિવેક જોષીની હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર ચિલ્ડ્રેન હોસ્પિટલને નોટીસ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિ કાંડની ઘટના બાદ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારની જોરદાર ઝાટકણી કાઢવામાં આવી હતી કોર્ટની ટકોર બાદ મહાપાલિકા દ્વારા ગત સપ્તાહે એવી જાહેર નોટિસ આપવામાં આવી હતી કે જે હોસ્પિટલોમાં એક પખવાડિયામાં ફાયર એન.ઓ.સી.લેવામાં ન આવ્યુ હોય તેવી હોસ્પિટલમાં નવા દર્દીઓને સારવાર માટે દાખલ થવા દેવામાં આવશે નહીં.અને આવી હોસ્પિટલો સીલ કરવામાં આવશે.વારંવાર તાકીદ છતાં જે હોસ્પિટલો એ ફાયરના સાધનો વસાવી એન.ઓ.સી નથી લીધું તેની સામે હવે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છ છે.૮હોસ્પિટલોને સીલીંગની નોટીસ આપી દેવામાં આવી છે અ સારવાર લઇ રહેલો અંતિમ દર્દીને ડિસ્ચાર્જ કરતાની સાથે જ આવી હોસ્પિટલોને તાળા લગાવી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.