Abtak Media Google News

ટ્રમ્પે પરિવાર સાથે સ્કોટલેન્ડ ચાલ્યા જવાની કરી તૈયારી

અમેરિકાની ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિ અને પરિણામો અવાસ્તવિક હોવાની ફરિયાદ સામે ડોનાલ્ડ ટ્રમ્પ આ પરિણામો માનવા જ તૈયાર નથી. શરૂઆતથી જ ફેસબુક અને યુ-ટ્યુબ પર અપ્રચારનો આક્ષેપ કરી ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું હતું. અમેરિકી કોંગ્રેસમાં ઈલેકટ્રો કોલેજને લઈને થયેલી બેઠક પૂર્વે અંધાધૂંધીનો કલંકીત ઈતિહાસ અમેરિકામાં કાયમ યાદ રહેશે. અત્યારે પરિસ્થિતિ એટલી બધી વિકટ થઈ ગઈ છે કે આખુ અમેરિકા વગ્રવિગ્રહના આરે આવીને ઉભુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા છોડી સ્કોટલેન્ડ ચાલ્યા જવાની તૈયારીમાં પડી ગયા છે અને તેમના માટે વિમાન સહિતની સુવિધાઓની તૈયારીઓ પૂરી કરી લીધાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે મામલો સુપ્રીમ સુધી પહોચાંડ્યો હતો અને હારને સ્વીકારવાની ના પાડી હતી. વ્હાઇટ હાઉસે પણ તેમના વિશે કંઈપણ કહેવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં, સવાલ ઉભા થઈ રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ માત્ર સ્વેચ્છાએ વ્હાઇટ હાઉસ છોડશે કે કેમ ?? જો ટ્રમ્પ ખરેખર 20 જાન્યુઆરી પહેલા વ્હાઇટ હાઉસમાંથી નીકળી જાય છે, તો કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ ઓપચારિક રીતે પદ છોડે તે પહેલાં તે દેશ છોડશે તે એક અભૂતપૂર્વ ઘટના હશે.

સ્કોટલેન્ડમાં ટ્રમ્પનો ગોલ્ફ રિસોર્ટ પણ આવેલો છે. સ્કોટલેન્ડના પ્રેસ્ટવિક એરપોર્ટને એવી માહિતી આપવામાં આવી છે કે યુએસ આર્મીનું બોઇંગ 757 વિમાન 19 જાન્યુઆરીએ ઉતરશે. આ પેસેન્જર વિમાનનો ટ્રમ્પ દ્વારા અનેક પ્રસંગોએ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રીતે, ડોનાલ્ડ ટ્રમ્પ બિડેન રાષ્ટ્રપતિ બને તે પહેલાં જ સ્કોટલેન્ડ પહોંચશે તેવી ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.