Abtak Media Google News

આજે તો તેની ઘણી દવા આવવાના કારણે દર્દીને રાહત મળે છે. બ્રેસ્ટ કેન્સર વહેલું નિદાન – સચોટ સારવારથી નાબુદ કરી શકાય છે. ઓસ્ટ્રેલીયામાં ચાલી રહેલ ત્રીજો ટેસ્ટ મેચ બ્રેસ્ટ કેન્સર અવેરનેશ માટે રમાઇ રહ્યો છે. પીંક રિબિન કેન્સર જનજાગૃતિનું પ્રતિક છે. દર વર્ષે વિશ્ર્વમાં ૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે

કોઇપણ કારણસર શરીરનાં કોષોની વૃઘ્ધી અને વિભાજનની ક્રિયા નિયમાનુસાર ન થતાં, કોષોની અનિયંત્રિત વૃઘ્ધી શરીરમાં ગાંઠ ઉત્પન કરે છે. ઘણી વખત ગાંઠ ફાટી જાય તો ચાંદા રૂપે પણ દેખાય છે. તેને કેન્સરનું ચાંદુ કહેવાય છે. લોહીનાં કેન્સરમાં ગાંઠ કે ચાંદુ દેખાતું નથી કારણ કે તેના કોષો લોહીમાં ભળીને શરીરમાં પ્રસરે છે.

કેન્સર વ્યકિતના પોતાના શરીરમાં ઉત્પન થાય છે. અને ઝડપથી પ્રસરે છે જે ચેપી નથી. અમુક કેન્સર વારસાગત હોય છે. વ્યકિતની અંગત ટેવો અને આદતો જેવી કે દારૂ તથા ધુમ્રપાન તમાકુનાં વ્યસન કારણો ઘણાખરાને કેન્સરનું કારણ હોય છે. પુરૂષોમાં સામાન્ય રીતે જીભ, સ્વરપેટી, શ્રવસનળી કે હોજરી, મોઢાનું કેન્સર વિશેષ જોવા મળે છે. તો સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું અને સ્તન કેન્સર વિશેષ જોવા મળે છે.

કેન્સર એ કોઇ એક બિમારી નથી પરંતુ તે ઘણી બધી બિમારીઓનો સમુહ છે. ૧૦૦ થી વધુ પ્રકારનાં વિશ્ર્વમાં હાલ કેન્સર જોવા મળે છે. મોટાભાગનાં કેન્સરનું નામ શરીરનાં કયાં અંગ અને કયા પ્રકારનાં કોષથી તેની શરૂઆત થાય તે પરથી હોય છે. દા.ત. મોટા આંતરડાના મોટાભાગથી શરુ થતાં કેન્સરને આંતરડાનું કેન્સર કહેવાય છે અને ચામડીનાં પાયાના કોષોથી જે કેન્સર શરૂ થાય તેને ચામડીનું કેન્સર કહે છે.

Abstract Logo Illustration

કેન્સર શબ્દ એ બિમારી માટે વપરાય છે. જેમાં સામાન્ય કોષોનું અનિયંત્રિ પણે વિભાજન થયા કરે છે. અને તે અન્ય પેશીઓ પર હુમલો કરવાને શકિતમાન બને છે. કેન્સરનાં કોષો લોહિ અને લચિકા ગ્રંથી તંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.કેન્સરનાં મુખ્ય પ્રકારો

* કાર્સીનોમા:-કેન્સર કે જેની શરૂઆત ચામડી અથવા તેના કોષોમાં થાય છે અથવા તે અંદરનાં અંગોને આવરી લે છે.

* સાર્કોમા:- કેન્સર કે જેની શરૂઆત હાડકા, કાર્ટિલેજ, ચરબી, સ્નાયુ, લોહીની નળીઓ અથવા અન્ય જોડતા અથવા સહાયક કોષોથી થાય છે.

* લીમ્ફોમા અને માઇલોમા:- કેન્સર કે જેની શરૂઆત રોગ પ્રતિકારક તંત્રનાં કોષોમાં થાય છે.

* લ્યુકેમિયા:- કેન્સર કે જેની શરૂઆત લોહી બનાવતા કોષો જેવા કે બોર્નમેરોથી થાય છે. અને તેનાંથી મોટી સંખ્યામાં અસામાન્ય લોહીનાં કોષો પેદા થઇને લોહીમાં પ્રવેશે છે.

* સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ કેન્સર:- જેની શરૂઆત મગજ અને કરોડ રજજુના બારીક કોષોથી થાય છે.કેન્સર વગરની સાદી ગાંઠ ને ઓપરેશન દ્વારા કરાવી શકાય, મોટાભાગે ફરીથી થતી નથી. તેમજ તેના કોષો શરીરનાં અન્ય ભાગોમાં ફેલાતાં નથી. મેલીગન્ટ ટયુમરને કેન્સરની ગાંઠ કહેવાય છે. આવી ગાંઠના કોષો નજીકનાઁ કોષોના જાળા પર હુમલો કરે ને શરીરનાં અન્ય ભાગમાં ફેલાય છે. ત્યારે કેન્સર શરીરનાં એક ભાગથી બીજા ભાગમાં ફેલાય છે તેમજ લ્યુકોમિયા જેવા કેન્સર બોર્નમેરો અને લોહીમાં થાય છ. તે ગાંઠથી થતું નથી.

Dsfrdf

કેન્સરના મુખ્ય ચિન્હોમાં સ્તન અથવા શરીરનાં અન્ય ભાગમાં ગાંઠ થવી અથવા તે ભાગ જાડો લાગવો, નવા તલ કે મસા થવા જે જાુના હોય તેમાં ફેરફાર થવો, ગળું બેસી જવું અથવા કફ થવો જે મટતો ન હોય, સંડાસ અને પેશાબ કરવાની આદતમાં બદલાવ થવો, જમ્યા પછી અસ્વસ્થતા લાગવી, ખોરાક ગળેથી ઉતારવામાં ખૂબ તકલીફ થવી. કોઇપણ જાણીતા કારણ વગર વજનનું ઘટવું કે વધવું, ખુબ જ નબળાઇ કે થાક લાગવો, અસામાન્ય પણે લોહીનું પડવું કે સ્ત્રાવ નીકળવો વિગેરે કેન્સરનાં મુખ્ય લક્ષણો છે. જે દેખાય તો નિદાન કરાવવું વ્હેલું નિદાન કેન્સરથી બચવાનો સરળ રસ્તો છે.

કેન્સરની પ્રારંભિક તપાસનાં લોહી, પેશાબ કે ફલૂઇડની તપાસ, ફોટો, એકસ-રે, સોનોગ્રાફી, સીટી સ્કેન, અલ્ટ્રા સાઉન્ડ, એમ.આર. આઇ. એન્ડોસ્કોપી પેટ સ્કેન કે બાયોટસીની મદદથી  નિદાન થઇ શકે છે.હાલમાં કેન્સરની સર્જરી, શેક આપવા, કે લોહીમાં ઇન્જેકશનનાં ડોઝ આપવા જેવી વિવિધ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે.કેન્સર શબ્દનો શાબ્દિક અર્થ ‘કરચલો’ કરચલો એક વખત કોઇ વસ્તુ કે પ્રાણીને પકડે તો પછી છોડતો નથી. એ અર્થમાં કેન્સર પણ જેને પકડે પછી ઝટ છોડતો નથી. તબીબી ભાષામાં કેન્સર માટે ‘મેલીગન્સી’ શબ્દ વપરાય છે. પણ જો તેને સમયસર ઓળખી લેવામાં આવે તો તેના ગંભીર પરિણામોથી બચી શકાય છે.આપણાં સૌરાષ્ટ્રમાં તમાકુ, ધુમ્રપાનનાં સેવનને કારણે મોઢાના જડબાના કેન્સરમાં ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. તો સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર પણ ભયંકર રીતે જોવા મળી રહ્યું છે. સ્તન કેન્સર એક જ એવું કેન્સર છે જેમાં જો વહેલું નિદાન થાય તો ચોકકસ બચી શકાય છે. વિશ્ર્વભરમાં ૪ ફેબ્રુઆરીએ વિશ્ર્વ કેન્સર દિવસ ઉજવાય છે. સાવચેતી એ જ સલામતી છે, કેન્સરનું વ્હેલું નિદાન યોગ્ય સારવારથી તેનાં કારણે આવતાં મૃત્યુને નિવારી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.