Abtak Media Google News

‘વાસી’ ખોરાકથી થતુ ફૂડ પોઈઝનીંગ આરોગ્ય માટે હાનીકારક

ભોજનને લઈને ગૃહિણીઓનો એક જ ‘રસોઈ મંત્ર’ હોય છે. ‘ફેંકી થોડુ દેવાય-મોંઘવારી કેવી છે,’ આમ વિચારીને ભોજનમાં વધેલું હોય તેને ફ્રીઝમાં મૂકી દે છે અને બપોરનું બનાવેલું રાત્રે ફરીથી આરોગે છે. પણ કયારેક આ મહિલાઓ ભૂલી જાય છે. કે ‘વાસી’ ખોરાક ખાવાથી શરીરને કેટલુ નુકશાન થાય છે. તેમાં પણ ભોજનમાં અમુક ખાદ્ય સામગ્રીઓ તો એવી છે જેને ‘વાસી’ તરીકે લેવામાં આવે તો ફૂડ પોઈઝનીંગ થાય છે.

  1. બટેટા: બટેટા માટે કહેવાય છે કે છ કલાક વીતી ગયા બાદ રંધાયેલા અથવા બાફેલા બટાકા ભોજનમાં કદી ન લેવા તેનાથી શરીરને ભયંકર નુકશાન થાય છે. રંધાયેલા બટાકામાં ‘બોટુલિઝમ’ નામનો બેકટેરીયા રહેલો છે જે નુકશાન દાયક છે.
  2. ભાત: રાંધેલા ભાત જયારે વાસી બની જાય છે, તો તેમાં ‘બૈસિલસ સેરેઅસ’ નામના બૈકટેરીયા પેદા થાય છે. જે ભાતને એક નિશ્ર્ચિત સમય બાદ ખરાબ કરી દે છે. અને તેવામાં જો તેને ફરીથી ગરમ કરીને ભોજનમાં લેવામાં આવે તો એ ભાતમાં ટોકસીક (ઝેર) ઉત્પન્ન થાય છે. અને ફૂડ સ્ટાંડર્ડ એજન્સી અનુસાર બીજી વખત ગરમ કરેલા ભાત ખાવાથી ફૂડ પોઈઝનીંગ થાય છે.
  3. પાલક: પાલક અથવા તેની વાસી સબજી પણ બીજીવાર ગરમ કરીને ભોજનમાં લેવાથી તેમાં રહેલા નાઈટ્રેટ કેન્સરનું કારણ બને છે. જે શરીરનાં ઓકિસજન સપ્લાય સિસ્ટમને પ્રભાવિત કરે છે.
  4. ઈંડા: અમેરિકી સંસ્થાન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર વાસી ઈંડા અથવા ઈંડામાંથી બનાવેલી કોઈપણ ડીશને બીજીવાર ગરમ ન કરવું જોઈએ આમ, કરવાથી ઈંડામાં રહેલા સૈલ્મોનેલા નામના બેકટેરીયાના કારણે ગંભીર ફૂડ પોયઝનીંગ થાય છે. તેથી તાજા ઈંડાનું સેવન જ હિતાવહ છે.
  5. ચીકન અને સી ફૂડ: ઈંડાની જેમ ચીક અને સીફૂડ જેવા વાસી ખોરાકથી બચવું જોઈએ તેને પણ બીજી વખત ગરમ કરવાથી અથવા વાસી ખાવાથી ફૂડ પોયઝનીંગ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.