Abtak Media Google News

કોરોના વાયરસની જુદા-જુદા લોકો પર અસર પણ જુદી થાય છે જેમ કે ઉંમર, જાતિ (સ્ત્રી કે પુરુષ) અને અન્ય બીમારીઓ પ્રમાણે તેની અસર પણ ભિન્ન છે. તે જ રીતે જો કોઈ દર્દીને પહેલાથી જ કોઈ બીમારી હોય તો કોરોના ઘાતક પણ સાબિત થઈ શકે છે. કોરોના ઓછો કે વધુ અસર કરવા પાછળ બ્લડગ્રુપ પણ મહત્વનું પરિબળ છે. અમુક બ્લડ ગ્રુપવાળા લોકોમાં આ વાયરસ ઓછો સમય રહે છે અને ઓછી અસર કરે છે. જ્યારે અન્યો પર વધુ અસર દેખાડે છે.

કોરોનાગ્રસ્ત થયેલ લોકોના  સર્વેમાં લીધેલ ૪૦૫ લોકોમાંથી A ગ્રુપ વાળા ૧૮૪ હતા. AB વાળા ૧૪૫, B વાળા ૬૦ અને O ગ્રુપ વાળા ૧૬ લોકો હતા. કોરોના ગ્રસ્ત થવા વાળા લોકોમાં ૧૮૪  લોકોનું બ્લડ ગ્રુપ ’A’ હતું એટલે કે, લગભગ ૪૫.૪૩  ટકા લોકોને કોરોના થયો હતો. આના ઉપરથી કહી શકાય કે, A બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોના વધુ થયો છે. AB બ્લડ ગ્રુપ વાળા ૧૪૫ લોકોને કોરોના થયો હતા. ૩૫.૮૦ ટકા લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા હતા.  આ સર્વે મુજબ B બ્લડ ગ્રુપ ધરાવતા ૧૪.૮૧ ટકા લોકો કોરોના ગ્રસ્ત થયા છે. જયારે ૪૦૫ લોકોના આ સર્વેમાં O બ્લડ ગ્રુપ વાળા માત્ર ૧૬ લોકો મળ્યા હતા. એટલે કે,  માત્ર ૩.૯૫ ટકા O ગ્રુપના લોકોને કોરોના થયો છે.

આ સર્વે સંશોધન મુજબ O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરોના સંક્રમણ થવાનો ખતરો ઓછો રહે છે. જો તેઓ સંક્રમિત થાય તો પણ તેઓ ગંભીરરૂપે બીમાર થતાં નથી. સંશોધનમાં સામે આવ્યું છે કે, O અને B બ્લડગ્રુપ ધરાવતા દર્દીઓએ બ્લડ ગ્રુપ A અને અઇની સરખામણીએ ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં ઓછો સમય વિતાવ્યો. O અને B બ્લડગ્રુપના લોકોને વેન્ટિલેટરની પણ ખાસ જરૂર પડી નહોતી અને તેમની કિડની પર અસર થવાના કિસ્સા બીજા બ્લડ ગ્રુપના લોકોની સરખામણીએ ઓછા જોવા મળે છે. તેમજ ડાયાલિસસની વધુ જરૂર પડી નથી. “A કે AB બ્લડગ્રુપના દર્દીઓમાં કોરોનાના કારણે ઓર્ગન ફેઈલ થવાનો ખતરો B કે O બ્લડ ટાઈપના દર્દીઓ કરતાં વધારે હોઈ શકે છે.”

બ્લડ ગ્રુપ O ધરાવતા લોકોમાં મૃત્યુની સંભાવના બાકીના બ્લડ ગ્રુપ કરતા ઓછી છે. તે જ રીતે બ્લડ ગ્રુપ અ ધરાવતા લોકોમાં કોરોનાથી મૃત્યુ થવાની સંભાવના વધારે હોઈ શકે. કોરોના ચેપગ્રસ્ત લોકોમાં, O-પોઝિટિવ દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે. જ્યારે  O બ્લડ ગ્રુપની સરખામણીએ  ચેપગ્રસ્તોમાં A,B અને AB  ગ્રુપવાળા દર્દીઓની સંખ્યા  વધુ  છે.  જેનું કારણ હોઈ શકે કે, સરળ ભાષામાં કહીએ તો, લાલ રક્તકણોની સપાટી પર રહેલા પ્રોટીન જેને A કે B એન્ટીજન કહેવાય છે, તેની હાજરી કે ગેરહાજરીના આધારે બ્લડ ટાઈપ નક્કી થાય છે. જેમનું બ્લડ ગ્રુપ O હોય તેમનામાં આ એન્ટીજન હોતા નથી. ખાસ બાબત એ કે, બ્લડ ગ્રુપ અ અને ABના લોકોએ નાસીપાસ થવાની કે ભયભીત થઈ જવાની જરૂર નથી અને B બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ કંઈ નહીં થાય’ તેવો ભ્રમ પાળવાની જરૂર નથી.

આ સર્વે  અનુસાર જો અ અને AB બ્લડ ગ્રુપવાળા લોકો કોરોનાથી અસરગ્રસ્ત થયા છે તેમને  શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અમારા આ સર્વેને પ્રતિષ્ઠિત જર્નલ બ્લડ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલ સંશોધનનો સપોર્ટ મળે છે, તે સંશોધનકારે  જણાવેલ કે ઘ બ્લડ ગ્રુપવાળા લોકો કોરોનાથી ખૂબ ઓછા પ્રભાવિત હોય છે. આ સિવાય કેટલાક મનોવૈજ્ઞાનિકો પણ દાવો કરે છે કે જુદા જુદા દેશોની કુદરતી સ્થિતિ પણ આ માટે જવાબદાર છે.

’O’ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને કોરાનાનો ખતરો સૌથી ઓછો

O પોઝિટિવ બ્લડગૃપ ધરાવતા લોકો પણ વિશ્વ મા પુષ્કળ છે. O બ્લડગૃપ ધરાવતા લોકો તેમની સ્વતંત્ર વિશિષ્ટતા માટે જાણીતા છે. વિશ્વના ૩૫% કરતા પણ વધુ લોકો આ બ્લડ ગૃપ ધરાવે છે. O બ્લડગૃપ ધરાવતા લોકોને બે પ્રકારમા વહેંચી શકાય, આગેવાનો અને એકાંકી. આ લોકો સ્વનિર્ભર હોય છે અને તેઓ અન્ય લોકો ની સલાહ ને માન આપીને પણ જોખમી નિર્ણયો લેવાનુ પસંદ કરે છે. O બ્લડ ગૃપ ધરાવતા લોકો તેમની અંત:સ્ફૂર્ણાથી ઓળખાય છે. O નેગેટીવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને, જૂથમા કાર્ય કરતા મુશ્કેલી અનુભવાય છે કારણ કે, તે લોકો ખુબ જ જલ્દી  હાર માની લે છે. આવા લોકો તેમના શક્તિશાળી વ્યક્તિત્વ માટે જાણીતા હોય છે. આ કારણોસર તે હંમેશા કોઈપણ કાર્યક્રમના આકર્ષણ નું કેન્દ્ર બની રહે છે. જો કે તેમનો બોલ્ડ સ્વભાવ તેમને અન્ય લોકો થી એકલા પાડી દે છે. O બ્લડ ગૃપ ધરાવતા લોકો હંમેશા તણાવમા સારું પર્ફોમન્સ આપે છે. પરંતુ, તેમને તેમના પરિશ્રમ માટે ઓળખ મળશે તેવી ખાતરી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.