Abtak Media Google News

આજે ૨૬ ફેબ્રુઆરી એટલે દેશના મહાન ક્રાંતિકારી વીર સાવરકરની પુણ્યતિથિ છે. ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬ના આ દુનિયાને અલવિદા કહેનાર વીર સાવરકર ભારતીય ઇતિહાસના પ્રથમ એવા ક્રાંતિકારી થઇ ગયા જેના પર આંતરરાષ્ટ્રીય ન્યાયલયમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. અને તેઓને બ્રિટિન સરકારે બે વખત આ જીવન કારાવાસની સજા ફરમાવી હતી. એટલું જ નહીં તેઓને ‘કાળા પાણી’ની સજા ફરમાવવામાં આવી હતી. એ દરમિયાન વીર સાવરકરજીએ પોતાની જેલયાત્રા દરમિયાન તેમણે જેલમાં નખ, ખિલ્લી અને કાંટાથી કવિતાઓની રચના કરી હતી.

વીરસાવરકરના અનમોલ વિચારો

  • મહાન લક્ષ્ય માટે કરવામાં આવેલ કોઇપણ બલિદાન વ્યર્થ નથી જતુ
  • જે છત્રપતિ શિવાજીની જેમ પોતાની માતૃભૂમિને આઝાદ કરાવવા માટે લડે છે, તેમને જ શિવાજી જયંતિ મનાવવાનો અધિકાર છે.
  • પોતાના દેશ, રાષ્ટ્ર અને સમાજની સ્વતંત્રતા માટે ભગવાનને કરેલી મૂક પ્રાર્થના પણ સૌથી મોટી અહિંસાનું દ્યોતક છે.
  • દેશ હિત માટે અન્ય ત્યાગોની સાથે લોકપ્રિયતનો ત્યાગ કરવો એ સૌથી વિશાળ અને મહાન આદર્શ છે, કારણ કે ‘વર જનહિત ધ્યેયં કેવલ ન જનસ્તૃતિ’ શાસ્ત્રોમાં વર્ણિત છે.
  • વર્તમાન પરિસ્થિતિ પર તેનો શું પ્રભાવ પડશે. આ તથ્યની ચિંતા કર્યા વિના જ ઇતિહાસ લેખક ને ઇતિહાસ લખવો જોઇએ અને સમયની જાણકારીને શુધ્ધ અને સત્ય સ્વરૂપે જ દર્શાવવી જોઇએ.
  • આપણા દેશ અને સમાજના શિરે એક કલંક છે ‘અશ્દ્રશ્યતા’, હિન્દુ સમાજના ધર્મના, રાષ્ટ્રના કરોડો હિન્દુ બાંધવો આનાથી અભિશાપિત છે. જયાં સુધી આપણી અંદર આ માન્યતા છે, ત્યા સુધી આપણા દુશ્મનો આપણને પરસ્પર ઝઘડો કરાવીને અલગ કરીને સફળ થતા રહેશે. આ ઘાતક બુરાઇનો આપણે ત્યાગ કરવો જ પડશે.
  • કર્તવ્યનિષ્ઠા જ એક માત્ર સંકટોનો સામનો કરવામાં દુ:ખ ઉઠાવવામાં અને જીવનભર સંઘર્ષ કરવામાં નિહીત છે. બાકી જશ, અપજશ તો માત્ર યોગાનુ યોગ છે.
  • જો સંસારને હિન્દુ જાતિનો આદેશ અથવાતો ફરમાન સાંભળવાની સ્થિતિ ઉત્પન્ન થાય તો તેનો એ આદેશ ભગવદ્ ગીતા અને ગૌમત બુદ્ધના આદેશોથી અલગ નહીં હોય.
  • કષ્ટ-દુ:ખ જ એકમાત્ર એવી શક્તિ છે જે માણસની કસોટી સમયે પરીક્ષા કરે છે અને તેને આગળ વધારે છે.
  • બદલાના જુવાળને તપાવવા માટે વિરોધ અને અન્યાયનું ઇંધણ જરૂરી છે, ત્યારે જ તો તેમા સદ્દગુણોના કણ ચમકવા લાગશે, તેનું મુખ્ય કારણ એ છે કે, પ્રત્યેક વસ્તુ પોતાના વિરોધી તત્વ સાથે બાથ ભીડયા બાદ એટલે કે તેનો સામનો કર્યા બાદ જ નિખરી ઉઠે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.