Abtak Media Google News

નાદારીની કલમ ૧૪ અન્વયે ચેક રીટર્ન કેસમાં કોર્પોરેટ કરજદારો સામે કલમ ૧૩૮ મુજબ કાર્યવાહી થવી જોઈએ

દેશના અર્થતંત્ર માટે બોજરૂપ બનતા બેડ બેંક અને લોન ડુબી જવાની સમસ્યાઓ સામે નાદારી અને બેંક સાથેની છેતરપિંડીની કલમ-૧૪ હેઠળ કોર્પોરેટ કરજદાર વિરુદ્ધ નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ હેઠળ કલમ ૧૩૮ અન્વયે ચેક રીટર્ન કેસ માટે ફોજદારી કાર્યવાહી કરવાની છુટ આપે છે.

સુપ્રીમ કોર્ટમાં આવેલા આ મુકદમાં અંગે ન્યાયમુર્તિ આર.એફ.નરીમાને ચુકાદાના એક વિભાગને વાંચતા કહ્યું હતું કે, અમે કલમ ૧૩૮/૧૪૧ અન્વયે ખાસ નાદારી અને બેંક છેતરપિંડી સામે કાયદેસરની કાર્યવાહી અંગેના વિભાગ ૧૪ હેઠળ મુકદમો ચલાવવાનું નક્કી કર્યું છે.

સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે, બોમ્બે અને અન્ય હાઈકોર્ટમાં કોર્પોરેટ ક્ષેત્રને નાદારી અને બેંક સાથે છેતરપિંડી અન્વયે ચેક રીટર્નમાં કોર્પોરેટ ક્ષેત્રને મુક્તિના ચુકાદાઓથી સુપ્રીમ કોર્ટ અસહમત છે. ન્યાયમુર્તિ આર.એફ.નરીમાન, નવીન સિંહા અને કે.એમ.જોશેફની બનેલી ખંડપીઠે અરજીઓના ખડકલા પર ચુકાદો આપતા જણાવ્યું હતું કે, મોકુફી માત્ર કોર્પોરેટ દાવાદારને લાગુ પડે છે તે વાતથી કોર્ટ અસમત છે અને કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય કંપની કાયદા ટ્રીબ્યુનલમાં ફડચાની કાર્યવાહીમાં દંડ દરમિયાન કલમ ૧૮૮ અન્વયે ફોજદારી કેસ ચાલુ રાખવાની પરિસ્થિતિ સામે પડકાર ફેંકાયો હતો.

ગયા વર્ષે ન્યાયમુર્તિ યુ.યુ.લલીત  અને અનિરુદ્ધ બૌજની બનેલી એક સંયુક્ત ખંડપીઠે સરકારના એટર્ની જનરલને નોટિસ ફટકારી હતી કે, જો કોર્પોરેટ ક્ષેત્રના નાદારી અને બેંક સાથેની છેતરપિંડીનો મુદો નક્કી કરવા માટે કોર્પોરેટ જગતની નાદારીની પ્રક્રિયા દરમિયાન મુક્તિની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ પર પ્રતિબંધ મુકાશે કે નહીં તેની પરિસ્થિતિ ઉજાગર કરવાનું જણાવ્યું હતું. કોર્ટે એટર્ની જનરલને આ મુદ્દે નોટિસ જારી કરવામાં આવી હતી. બીજી તરફ મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા સામે અપીલની વિચારણા કરવામાં આવી હતી. જેમાં એવું માનવામાં આવ્યું હતું કે, નાદારી અને બેંક સાથે છેતરપિંડી અંગેના કેસની કલમની મુદત કોઈપણ કેસને અસર નહીં કરે. મદ્રાસ હાઈકોર્ટે જાહેર કર્યું હતું કે, કલમ ૧૮૮ ફોજદારી કાર્યવાહી હોવાથી તેને ઔદ્યોગીક જગતમાં કોઈ અસર નહીં થાય. નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ એ દંડનીય જોગવાય છે. જે સક્ષમ અધિકાર ક્ષેત્રની અદાલતને કેદ અને દંડનો હુકમ આપવા માટે સશક્ત બનાવે છે. આ દિવાની કાર્યવાહી નહીં અને ફોજદારી અદાલત દ્વારા લગાવવામાં આવેલ દંડને દાવા ન ગણી શકાય. કોર્પોરેટ કરજદાર સામે રીકવરી માટે ફોજદારી કાર્યવાહી હેઠળ પગલા ન લઈ શકાય. નાદારી અને બેંક છેતરપિંડી અધિનિયમ કલમ ૧૪ હેઠળ તેને ગ્રાહ્ય રાખી ન શકાય. મદ્રાસના આ ન્યાયમુર્તિ જી.કે.ઈલા નારાયણની કોર્ટે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.