Abtak Media Google News

દેશમાં વધુ એક કૃષિ ક્રાંતિની જરૂર: મોદી

ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધે એ અત્યારના સમયની માંગ છે

દેશમાં વધી રહેલા કૃષિ ઉત્પાદન સાથે સાથે વધુ એક કૃષિક્રાંતિની જરૂર છે. એકવીસમી સદીમાં ભારતમાં લલણી પછીની ક્રાંતિ કે ફૂડ પ્રોસેસીંગની ક્રાંતિની જરૂર છે. દેશમાં જો આ બે ત્રણ દાયકા પહેલા થયું હોત તો બહુ સારૂ હતુ. દેશવિશ્ર્વમાં કયાંય આગળ નીકળી ગયો હોત.

કૃષિ ક્ષેત્ર માટે અંદાજપત્ર ફાળવણી મુદે યોજાયેલા વેબીનારને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે દેશમાં અત્યારે કૃષિઉત્પાદન સતત વધી રહ્યું છે. હવે કૃષિ ઉત્પાદન વધારા સાથે લલણી પછીની પ્રાંતિ કે ફૂડ પ્રોસેસીંગની ક્રાંતિ જરૂરી બની છે.આજે આપણે ખેતીના દરેક ક્ષેત્ર જેવા કે ખાધાન્ન, ફળ, શાકભાજી માછલી વગેરના પ્રોસેસીંગ પર વિશેષ ધ્યાન આપવું પડશે. આ માટે ખેડુતોને પોતાના ગામ નજીક જ ઉપજ સંગ્રહ કરવાની સગવડતા મળે ખેતરથી જ પ્રોસેસીંગ યુનિટ સુધી ખેત ઉપજ પહોચાડવાની વ્યવસ્થા સુધારવી પડશે.

વડાપ્રધાને જણાવ્યું કે આપણે દેશમાં કૃષિ ક્ષેત્ર, પ્રોસેસીંગ ફૂડથી વૈશ્ર્વિક બજારમાં વિસ્તરણ કરવું પડશે. ગામડા નજીક જ કૃષિ ઉદ્યોગ કલસ્ટરની સંખ્યા વધારવી પડશે એટલે લોકોને ગામડાની નજીક જ ખેતી સાથે સંલગ્ન રોજગાર મળી શકે.વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે અમે ગામડા સુધી સોઈલ હેલ્થકાર્ડ યોજના માટે ટેસ્ટીગની સુવિધા પહોચાડી છે. ખષતીમાં ઉત્પાદન વધારવા માટે સોઈલ ટેસ્ટીંગ ખૂબજ મહત્વનું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે કરોડો ખેડુતોને સોઈલ હેલ્થ કાર્ડ આપ્યા છે.કૃષિ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ માટે જાહેર ક્ષેત્ર જ મોટુ યોગદાન આપે છે. પણ હવે ખાનગી ક્ષેત્રે પણ આ બાબતમાં સહયોગ આપવાની જરૂર છે. ખેડુતોને હવે ઘઉં ચોખા ઉગાડવા સીવાયના પણ અન્ય વિકલ્પો આપવાની જરૂર જણાય છે. ખેડુતો માટે ધીરાણ, બીજ અને બજાર અને ખાતર પ્રાથમિક જરૂરીયાતો છે જે તેમને સમયસર પહોચાડવી પડે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે કિશાન ક્રેડીટ કાર્ડ નાનામા નાના ખેડુતો, પશુપાલકોથી માંડી માછીમારો સુધીનો વ્યાપ વધારર્યો છે.

કિસાન રેલમાં પરિવહન માટે અપાય છે ૫૦ ટકા સબસિડી

વડાપ્રધાને જણાવ્યું કે કિસાન રેલ પણ આજે દેશના કોલ્ડ સ્ટોરેજ નેટવર્કનું સશકત માધ્યમ બની છે. કૃષિ ઉદ્યોગને મદદ કરવા માટે અમે ૧૧ હજાર કરોડની યોજનાઓ પીએલઆઈ યોજના બનાવી છે. આ ઉપરાંત અમે ખાધ અને સમુદ્રી ખાધ પદાર્થ અને ચીજોનો પ્રચાર કરી રહ્યા છીએ. ગ્રીન્સ યોજના હેઠળકિસાન રેલ માટે તમામ ફળો અને શાકભાજીના પરિવહનમાં ૫૦ ટકા સબસિડી આપવામાં આવી રહી છે.

કોરોના બાદ મોટા અનાજની માંગ વધી

વડાપ્રધાને આ તકે જણાવ્યું કે મોટા અનાજના ઉત્પાદન માટે ભારતની મોટાભાગની જમીન બહુ ઉપયોગી બને છે. મોટાઅનાજની માંગ દુનિયામાં અગાઉથી જ ઘણી છે. એમાંય કોરોના પછી સમગ્ર વિશ્ર્વમાં મોટા અનાજની માંગ ખૂબ વધી છે. હવે કોરોના પછી ઈમ્યુનીટી બુસ્ટર તરીકે એ અનાજને જોવાઈ રહ્યું છે. એટલે હવે ખેડુતોનો પ્રોત્સાહિત કરવા માટે ફૂડ ઈન્ડસ્ટ્રીઝને પણ મોટી જવાબદારી નિભાવવી પડશે. આ ઉપરાંત આપણે ત્યાંલાંબા સમયથી એક યા બીજા રૂપે કોન્ટ્રાકટ ફાર્મિંગ થઈ રહ્યું છે. આપણા એ પ્રયાસો હોવા જોઈએ કે કોન્ટ્રાકટ ફાર્મિંગ ફકત વેપાર જ ન બની રહે અને એ જમીન પ્રત્યે આપણી જવાબદારી નિભાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.