Abtak Media Google News

અધિકારીને ધમકી દઇ રેતી ભરેલા ટ્રક સાથે ભાગી ગયા: ફરજમાં રૂકાવટનો નોંધાતો ગુનો

રાજકોટના કુવાડવા નજીક છેલ્લા કેટલાક સમયથી ખનીજ ચોરી કરતા લૂખા શખસો બેફામ બન્યા છે. અગાઉ પણ પકડવા ગયેલી પોલીસ તેમજ ખાણખનીજ સ્ટાફને ધમકાવ્યાની ફરિયાદો થઈ છે ત્યારે વધુ એક વખત ચેકીંગમાં નિકળેલા ખાણખનીજ સ્ટાફે રેતી ભરેલા ડમ્પરને અટકાવી તપાસ કરી ખનીજ ચોરી કરતા હોવાનું બહાર આવતા ડમ્પર ડિટેઈન કરવાની કાર્યવાહી વેળાએ ખનીજ ચોરી કરતા શખસે પથ્થરમારો કરતા સિક્યુરીટી ગાર્ડને ઈજા થતા કુવાડવા પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા મથામણ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ખાણખનીજ શાખામાં ઈન્સ્પેકટર  સંજયકુમાર સુંદરજીભાઈ બારૈયાએ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે બેટી ગામનો રાણા વેજા કુચડીયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઈન્સ્પેકટર બારૈયા તેમજ તેમની સાથે સુપરવાઈઝર પી.જી. મકવાણા, ડ્રાઈવર એ.કે. બેલીમ તેમજ સિક્યુરીટીમને ભુરાભાઈ લખુભાઈ ભરવાડ અને કેશરીસિંહ ચૌહાણ સહિતનાઓ સરકારી બોલેરો લઈ કુવાડવા પાસે વાહનોની ચેકીંગ કરતા હતા તે દરમ્યાન શંકાસ્પદ ડમ્પરને અટકાવી તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ હોય તેને સીન કરવામાં આવેલ અને ડ્રાઈવર પરબત વેજા બોખીરીયા સાથે સિક્યુરીટી ભુરાભાઈ ભરવાડને બેસાડી સીજ કરેલ ડમ્પર કુવાડવા પોલીસ મથક ખાતે મુકવા ગયેલ હોય પોલીસ મથક બહાર ઉભા હતા તે દરમ્યાન ડમ્પરનો માલિક રાણા વેજા કુચડીયાએ આવી ડમ્પરમાંથી ઉતરેલા સિક્યુરીટી ગાર્ડને ફડાકા ઝીંકી તેમજ પથ્થરમારો કરી હું ટોમી લઈને આવું છું તમને બધાને મારી નાખવા છે તેમ કહી નાસી ગયાનું જણાવતા પી.એસ.આઈ. પાંડાવદરાએ ફરજમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.