Abtak Media Google News

21મી સદીના આજના આધુનિક યુગમાં ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી જઈ રહ્યો છે. અત્યાધુનિક ડિજિટલી ઉપકરણો વિકાસતા તમામ પ્રકારની સેવાઓ સરળ પણ બની છે. હાલ દરેક ક્ષેત્ર ડિજિટલના રંગે રંગાઈ રહ્યું છે. ત્યારે હાલ ચલણએ પણ ડિજિટલ સ્વરૂપ ધારણ કર્યું છે. વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા થઈ રહી છે. ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સીને કાયદાકીય સ્વરૂપ આપવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને સરકાર વચ્ચે વિચારણા ચાલી રહી છે. તો બીજી તરફ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જર્સ પણ આ માટે તૈયાર છે. ડિજિટલ કરન્સીના ઘેલા વચ્ચે દુનિયાના ધનકુબેરોમાં સામેલ એવા એલન મસ્કએ એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવે ટેસ્લાની કાર માટે રોકડા કે ચેક થકી ચુકવવાની જરુર નહીં રહે. જી. હા, એલન મસ્કે જાહેરાત કરી છે કે બીટકોઈન દ્વારા પણ ટેસ્લાની કાર ખરીદી શકશો. બીટકોઈન ક્રિપ્ટોકરન્સીનો એક ભાગ જ છે.

ટેસ્લાના CEO એલન મસ્ક પોતે જ જાહેરાત કરી કે તેમની કંપની internal અને open સ્રોત સોફ્ટવેર દ્વારા બીટકોઇન ઓપરેટ કરે છે. ખરીદીની બિટકોઇન દ્વારા ચુકવણી કર્યા પછી, આ પેમેન્ટ ક્રિપ્ટોકરન્સીના રૂપમાં જ રહેશે, તે અન્ય કોઈ ચલણમાં રૂપાંતરિત થશે નહીં.

એક તરફ, વિશ્વના ઘણા દેશો ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા વિશે વિચારી રહ્યા છે. તો બીજી તરફ, કેટલાક દેશો અને ટેસ્લા જેવી કંપનીઓ તેને ચલણમાં સમાવવાનો પ્રયાસ કરી રહી છે, એલોન મસ્ક છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી વખત ક્રિપ્ટોકરન્સીની તરફેણમાં નિવેદન આપી ચુક્યા છે.

ગત ફેબ્રુઆરી માસમાં મસ્કનું મોટું નુકસાન થયું

ગત 22 ફેબ્રુઆરીએ મસ્કની કંપની ટેસ્લાના શેર 8.6% ઘટ્યા, તેમની કુલ સંપત્તિમાં 15.2 અબજ ડોલર (1500 મિલિયન ડોલર)નો ઘટાડો થયો. ગયા વર્ષે સપ્ટેમ્બર પછી ટેસ્લાના શેરમાં આ સૌથી મોટો ઘટાડો હતો. આ માટે, બીટકોઇન પર એલન મસ્કની ટિપ્પણીને અમુક હદ સુધી જવાબદાર ઠેરવવામાં આવી હતી. મસ્કએ બિટકોઇન અને તેના વિરોધી ઇથર વિશે નિવેદન આપ્યું હતું કે ‘તેમની મિલકતમાં વધારો થયો છે’.

ક્રિપ્ટોકરન્સી અથવા બિટકોઇન એટલે શું?

ક્રિપ્ટોકરન્સી વર્ચુઅલ અથવા ડિજિટલ ચલણનો એક પ્રકાર છે. જે એન્ક્રિપ્શન ટેકનીકની મદદથી જનરેટ અને વપરાશ થાય છે. RBI અથવા અન્ય કોઈ દેશના બેંકિંગ રેગ્યુલેટરની આ ચલણોના નિર્માણ, રોકાણો, ટ્રાંઝેક્શન અથવા ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયામાં અસરકારક ભૂમિકા હોતી નથી. આ ચલણો પર કોઈ દેશની મહોર નથી, કે તેમની ચુકવણી માટે કોઈપણ પ્રકારની સરકારી ગેરંટી નથી. આ માટે સરકારની કાયદાકીય મહોર જરૂરી છે. વિશ્વભરમાં ઘણા ક્રિપ્ટો-ચલણ પ્રચલિત છે, જેમાંથી બિટકોઇન સૌથી પ્રખ્યાત છે.

ક્રિપ્ટોકરન્સી ભારતમાં માન્ય છે કે નહીં?

હાલ તો ક્રિપ્ટોકરન્સીને ભારતમાં માન્યતા પ્રાપ્ત નથી. નિર્મલા સીતારામણે તાજેતરમાં કહ્યું હતું કે અમે ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણપણે પ્રતિબંધ નહીં લગાવીશું, બ્લોકચેનને મંજૂરી આપીશું. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, બિટકોઇન જેવા ચલણને ગેરકાયદેસર ગણાવવાની વાત કરવામાં આવી હતી. ભારત સરકાર ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા કાયદો લાવશે. મળતી માહિતી મુજબ આ પ્રક્રિયા તેના છેલ્લા તબક્કામાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.