Abtak Media Google News

‘જાયે તો જાયે કહાં, સમજેગા  કોન યહાં ?’

1964માં આવેલી ‘તાજમહલ’ ના જો વાદા કિયા હે અને 1977માં કભી કભી ફિલ્મના ટાઇટલ ગીત માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. તેમના ગીતોની સફળ ફિલ્મોમાં સાધના, ઘૂલ કા ફૂલ, ગુમરાહ, હમરાજ અને આંખે જેવી ફિલ્મો હતી

બોલીવુડના પ્રખ્યાત ગીતકારમાં સાહિર લુધિયાનવીનું નામ ટોચ પર હતું. 8 માર્ચ 1921માં લુધિયાનામાં જન્મેલ  સાહિર લુધિયાનવી કહેવાયા 1980માં રપ ઓકટોબરે મુંબઇમાં તેનું અવસાન થયું હતું. આ બોલીવુડના પ્રખર ગીતકારે ઉર્દુ અને હિન્દીમાં બેનમુન ગીતો લખ્યા હતા. 1971માં તેમને પદમશ્રી એવોર્ડ પણ મળ્યો હતો. ભારતીય ટપાલ વિભાગે 2013 માં તેમની યાદમાં ટપાલ ટીકીટ જારી કરી હતી. તેમનાં પિતાએ તેના મમ્મીને ઘરમાંથી બહાર કાઢતા માં-દિકરાએ ઘણા દુ:ખના દિવસો જોયા હતા. શાળાકિય અને કોલેજકાળમાં તેણે ગઝલ, નઝમ, શાયરી સાથે સારા એવા વકતા પણ હતા. વિઘાર્થી કાળમાં જ તેણે ઘણી ચાહના

1945માં લાહોરમાં પ્રકાશન સાથે જોડાયાને 1949માં ભાગલા બાદ દિલ્હી થઇને મુંબઇમાં સ્થાયી થઇ ગયા. તેના પાડોશીમાં જાણીતા ગીતકાર, ગુલઝાર અને ઉર્દુ સાહિત્ય કાર કૃષ્ણચંદર રહેતા હતા. 1970માં તેણે પોતાનું મકાન બનાવ્યુંને મૃત્યુ સુધી ત્યાં જ રહ્યા હતા. તેમણે બોલીવુડમાં 1949માં આવેલી ‘આઝાદી કી રાહ પર’ ફિલ્મમાં ચાર ગીતો લખીને શરુઆત કરી. બાદમા બે વર્ષ પછી 1951માં સંગીતકાર એસ.ડી. બર્મન સાથે ‘નૌજવાન’ ફિલ્મના ગીતોથી તે જાણીતા થયા. જો કે તેમણે સફળતા આજ વર્ષે આવેલી ‘બાજી’ ફિલ્મથી મળી હતી. ગુરૂદત્તની ટીમના હિસ્સા તરીકે ગીતો લખીને સારી નામના મેળવ હતી. 1957માં આવેલી ફિલ્મ ‘પ્યાસા’ સુધી જોડી જામી, બાદમાં મતભેદ થતાં સાહિર અને બર્મન અલગ થઇ ગયા હતા.

સાહિરે રવિ, રોશન અને ખૈયામ જેવા નામાંકિત સંગીતકારો સાથે કામ કરીને બોલીવુડને અવિસ્મરણિય ગીતો આપ્યા હતા. એન. દત્તા સાથે પણ શ્રેષ્ઠ ગીતો આપ્યા હતા. મિલાપ (1955), ચંદ્રકાંતા (1956), સાધના (1958), ઘૂલકા ફૂલ (1959) શ્રેષ્ઠ ગીતો આપ્યા જે આજે પણ સદાબહાર છે. લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે મન કી આંખે, ઇજજત દાગ જેવી ફિલ્મોના ગીતો લખ્યા હતા. 1950થી મૃત્યુ સુધી સાહિર લુધિયાળવીએ બી.આર. ચોપડાની લગભગ દરેક ફિલ્મના ગીતો લખ્યા હતા. છેલ્લે ઇન્સાફ કા તરાજુ ફિલ્મના ગીતો પણ લખ્યા હતા.

1958માં આવેલી ચર્ચાસ્પદ ફિલ્મ ‘ફિર સુબાહ હોગી’ માં શ્રેષ્ઠ ગીતો સાહિરે આપ્યા હતા. તેમના ગીતોમાં દર્દ – સમાજની વેદના, આનંદની અનુભૂતિ હતી. શબ્દોના જાદુગર એવા અનુપમ ગીતકાર સાહિર સાહબ તરીકે બોલીવુડમાં જાણીતા બન્યા હતા. ‘વો સુબાહ કભી તો આયેગી’ ગીત આજે પણ લોક પ્રિય છે.  ખૈયામ સાથે કભી-કભી અને ત્રિશુલ જેવી ફિલ્મો કરી જેમાં કભી-કભી ફિલ્મના બધા જ ગીતો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. સાહિર એક વિવાદસ્પદ વ્યકિત હતા. તેમણે એની જ રીતે ગીતો લખવાના હઠાગ્રહી હતા સાથે લત્તાજી કરતાં એક રૂપિયો વધુ ફિ લેવાનો આગહ રાખતા બન્ને વચ્ચેના સંબંધો બગડયા હતા. બાદમાં તેમની પ્રેમિકા અને બોલીવુડની જાણીતા ગાયિકા સુધા મલ્હોત્રાને પ્રમોટ કરીને ફિલ્મ જગતના અદભૂત ગીતો તેમની પાસે ગવડાવ્યા હતા.

‘મે પલદો પલકા શાયર હું’ જેવી સુંદર કવિતા લખનાર સાહિર લુધિયાનવી એ ઇશ્ર્વર, હુશ્ન-જામની પ્રશંસા ન કરતા સમાજના મૂલ્યો સાથે કડવા અને સંવેદન શીલ ગીતો લખ્યા હતા. તેણે પ્રેમગીતોમાં દુ:ખની વાત સાથેનો અહેસાસ વ્યકત કર્યો.

તેમનાં સમાજની લાલબતી સમા ગીતોનો ઉલ્લેખ વડાપ્રધાન નહેરૂજીએ પણ કર્યો હતો. પાકિસ્તનના કવિ ફૈઝ અહમદ ફૈઝ તેમનાથી ખુબ જ પ્રભાવિત હતા. 1940- 1950 -1960 આ ત્રણ દાયકા સાહિરે યુવાનોની કલ્પના ભાવનાઓને સાથે સમાજનો નગ્ન ચિતાર તેમના ગીતોમાં આપ્યો હતો.

“એક શહનશાહ ને દૌલત કા સહારા લેકર,

હમ ગરીબોકી મોહબ્બત કા ઉડાયા હૈ મઝાક”

તેમણે છ થી વધારે તેમના પુસ્તકો જેમાં ફિલ્મી ગીતોનો સંગ્રહ ગાતા રાહે બંઝાર, સાથે કિવતા છંદ સાથે અંગ્રેજી અનુવાદના પુસ્તકો લખ્યા હતા. પ્યાસા ફિલ્મનું ગીત ‘યે દુનિયા અગર મીલ ભી જાયે તો કયા હૈ?’ રફીસાહેબના સુંદર સ્વરમાં આજે પણ લોકપ્રિય છે. તુ હિન્દુ બનેગાનું મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ કે ઇન્સાન બનેગા,  પણ રફી સાહેબે હીટ કરી દીધું હતું. હમ દો નો ફિલ્મનું ભજન ‘અલ્લાહ તેરો નામ, ઇશ્ર્વર તેરો નામ’ આજે પણ સર્વોત્તમ હિટ ગીત છે.

શબ્દોના જાદુગર સાહિર લુધિયાનવીનું સાચુ નામ અબ્દુલ હવી હતું. ‘સાહિર’ નો તેનું ઉપનામ હતું. બિમલ રોયની મહત્વ કાંક્ષી ફિલ્મ ‘દેવદાસ’ માટે સદૈવ અમર ગીતો લખ્યા હતા. તેમના ગીતોના શબ્દોમાંથી જિંદગીની કડવી સચ્ચાઇ પ્રગટતી હતી. તેમણે તેમના જીવન ઘટનાઓથી પ્રેરાયને પણ ઘણા ફિલ્મી ગીતો લખ્યા હતા. જે ગીતોને કારણે જ ફિલ્મો હિટ નીવડી હતી. ભાગલા વખતે તેમના માતા વિખુટા પડયાને તેને શોધવા પાકિસ્તાન ગયા હતા. આ દુ:ખદ ઘટનાને ફિલ્મ ‘વકત’માં ગીત ‘વકત  સે દિન ઔર રાત, વકત સે કલ ઔર આજ, કૌન જાને કિસ ઘડી વકતકા બદલે મિજાજ’ લખ્યું હતું. દેશભકિતનું બોલીવુડનું શ્રેષ્ઠ ગીત યે દેશ કે વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા આજે પણ પણ ખુબ જ લોકપ્રિય છે. માતાના અનુભવે તેમનો લગ્ન સંસ્થાથી વિશ્ર્વાસ ડગી ગયોને આજીવન કુવારા રહ્યા જો કે સાહિબ લુધિયાનવીના જીવનમાં બિરેન્દર કૌર, મહિન્દર કૌર પછી અમૃતા પ્રિતમ જેવી પ્રેમિકાઓ આવી પણ ફિલ્મી ગીતો લખવા મુંબઇ આવી જતા બધુ જ છૂટી ગયું ને તેની યાદમાં સાહિરે લખ્યું કે ‘બસ્તી બસ્તી પર્બત- પર્બત ગાતા જાયે બનજારા, લેકર દિલકા ઇકતારા’ આમ સાહિર આજી જીંદગી જીવનનો એકતારો એકલા જ લઇને જીવ્યા હતા. સાહિર સાચા અર્થમાં બંડખોર અને લાગી શાયર હતા. દેશની તે વખતની વ્યવસ્થા સાથે તેમનો ભયંકર આક્રોશ હતો. સમાજના પિડીત અને વંચિતો માટે એમના મનમાં હમેશા લાગણી રહેતી હતી. ત્યારે જ આવા ગીતો લખી શકયા હતા.

* ચીન અરબ હમારા, હિન્દુસ્તાન હમારા,

રહે કો ઘર નહીં હૈ, સારાજહાઁ, હમારા

* યે મહલોં, પે તખ્તો, પે તાઝોકી દૂનિયા,

* જિન્હેનાઝ હૈ હિન્દ પર વો કયાઁ હૈ ?

સાહિર લુધિયાનવીના હિટ ફિલ્મી ગીતો

  • * તદબીર સે બિગડી હૂઇ તકદીર બનાલે – બાઝી
  • * ચૂપ હૈ ધરતી ચૂપ હૈ ચાંદ સિતારે – ઘર નં.44
  • * જિન્હે નાઝ હૈ હિન્દ પર વો કહાઁ હૈ – પ્યાસા
  • * વો સુબાહ કભી તો આયેગી – ફિર સુબાહ હોંગી
  • * અલ્લાહ તેરો નામ ઇશ્ર્વર તેરો નામ – હમ દોંનો
  • * માંગ કે સાથે તુમ્હારા મેને માંગલિયા સંસાર – નયા દૌર
  • * જિંદગી ભર નહીં ભૂલેગલ વો બરસાત કી રાત – બરસાત કી રાત
  • * એહ શહનશાહ ને બનવા કે હંસી તાજમહલ – તાજમહાલ
  • * ઔરતને જન્મ દિયા મર્દો કો- પ્યાસા
  • * યે દેશ હે વીર જવાનો કા…. – નયા દૌર
  • * કભી કભી મેરે દિલ મે યે ખ્યાલ આતા હૈ – કભી કભી
  • * જો વાદા કિયા હૈ – તાજમહલ
  • * ચલો ઇકબા ફિરસે અજનબી બન જાયે – ગુમરાહ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.