Abtak Media Google News

ટિકીટોનું બૂકિંગ 13 એપ્રિલથી શરૂ થશે

પશ્ર્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા રપ એપ્રિલથી નવી સુચના ન મળે ત્યાં સુધી રાજકોટ-કોઇમ્બતુર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે રાજકોટ ડીવીઝનના સીનીયર ડી.સી.એમ. અભિનવ જૈફ દ્વારા માહીતી આપવામાં આવી હતી.

રાજકોટ-કોઇમ્બતૂર સાપ્તાહિક વિશેષ દર રવિવારે રાજકોટથી સવારે 5.30 કલાકે રવાના થશે. અને બીજા દિવસે 9.30 કલાકે કોઇમ્બતૂર પહોચશે. આ ટ્રેન રપ એપ્રિલથી નવી સુચના સુધી દોડાવવામાં આવશે. એ જ પ્રમાણે કોમમ્બતૂર રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ દર શુક્રવારે રાત્રે 12.15 કલાકે કોઇમ્બતુરથી રવાના થશે. અને બીજા દિવસે સાંજે 5.50 કલાકે રાજકોટ પહોચશે. આ ટ્રેન ર3 એિ5્રલથી નવી સુચના ન મળે ત્યાં સુધી દોડશે. આ ટ્રેન બન્ને દિશાઓમાં સુ.નગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્ર્વર, સુરત, વસઇ રોડ: ભિવંડી રોડ, કલ્યાણ પુર્ણે, દોંડ, સોલાપુર, કલમુર્ગી વાડી, રાયચુર, મન્ત્રાલયમ રોડ, અડોની ગુટકલ, ગૂટી, અનંતપુર, ધર્મવારમ, હિંદપુર, કૃષ્ણરાજપુરમ, બંગારપેટ, તિરુપ્યુરતુર, સલેમ, ઇરોડ અને તિરુપુર સ્ટેશનનો પર રોકાશે. આ ટ્રેન યેલહાંકા સ્ટેશન પર વધારાનું રોકાણ કરશે. જયારે બોઇસર અને મણિનગર સ્ટેશનો પર વધારાનું રોકાણ આપવામાં આવશે. આ ટ્રેનમાં એ.સી. ર, ટીયર એ.સી. 3 ટિયર, સ્લીપીંગ અને સેક્ધડ કલાસ સીટીંગ કોચ સામેલ છે. ટિકીટોનું બુકીંગ 13 એિ5્રલથી નામાંકિત પી.આર.એસ. કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર ખુલશે આ ટ્રેનો વિશેષ ભાડા સાથે રિઝર્વેશન ટ્રેન તરીકે દોડશે. સંબંધીત વિશેષ ટ્રેનોના સ્ટોપેજ વિશે સમય સહિતની વિસ્તૃત જાણકારી મુસાફરો www.enquiry.indianrail.gov.in પરથી મેળવી શકે છે. તેવું રેલ તંત્રની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.