Abtak Media Google News

મુસાફરો હવે ટ્રેનમાં રાતનો ૧૦ થી સવારના  ૬ સુધી જ સૂઇ શકશે

રેલવે તંત્ર હાલ અકસ્માતોથી લઇને મુસાફરો વચ્ચે થતાં ઝગડાને શાંત કરવા પ્રયાસો કરી રહ્યું છે. જેને પગલે નિયમ બનાવવામાં આવ્યો છે. કે ઉઘણવાસીઓ માટે સુવાના માત્ર ૮ કલાક જ આપવામાં આવશે. રેલવે સકર્યુલર બોર્ડના પ્રમાણે રીસર્સ કોચના પેસેન્જરો રાત્રીના ૧૦ થી સવાના ૮ સુધી સૂઇ શકશે. કારણ કે જેઓ એક વખત સુઇ જાય છે તે ફરી ઉઠવામાં સમજતા નથી જેનાથી અન્ય મુસાફરોને પણ તકલીફ થાય છે.

જો કે મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે વૃઘ્ધો, બિમાર, ગર્ભવતી મહીલાઓને આ નિયમમાંથી બાદ કરવામાં આવે રેલવે પેરેગ્રાફ ૬૫૨ના મેન્યુલ પ્રમાણે ૯ થી ૬ નો સમય ઉંઘ માટે રાખવામાં આવ્યો છે.

આ નિયમ રીઝર્વેશન કોચમાં લાગુ કરવામાં આવશે. ઉંઘનો સમય એક કલાક ધટાડી દેવામાં આવ્યો છે. માટે તેમની સાથેના અન્ય મુસાફરોને પણ સુવિધા મળી રહે લોકો જયારે કંટાળે છે ત્યારે ઉંઘી જાય છે. માટે અપર તેમજ મીડલ બર્થમાં બોલાચાલી થાય છે. જયારે લોકો નીચેની સીટના કમ્પાર્ટમેન્ટમાં સુતા હોય છે ત્યારે ઉપરના બર્થના લોકોનેનીચે સુવા દેતા નથી.તેથી સુવિધાનો અભાવ થાય છે માટે આ નિર્ણય રેલવે મંત્રીના અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે જો કોઇ પ્રકારની તકલીફ સર્જાય તો ટીકીટ તપાસકર્તા તેમની મદદ કરશે માટે લોકોનો પણ સહકાર ખુબજ જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.