Abtak Media Google News

હાલ સમગ્ર દુનિયા કોરોના જેવી ભયંકર બિમારીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા પંદરેક મહિનાથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. દરેક દેશના વૈજ્ઞાનિકો કોરોનાને કાબુમાં લેવા, દવા-રસી શોધવા મથામણ કરી રહ્યા છે. છતા હજુ જોઈએ તેવું પરિણામ મળ્યું નથી. અનેક શોધ-સંશોધનના અંતે ભારતીય સંસ્કૃતિના આયુર્વેદિક ઉપચારો કોરોના જેવા ભયંકર વાયરસને કાબુમાં લેવા કારગત નિવડી રહ્યા છે. તેવું દેશ વિદેશના વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી લીધું છે.

આપણી આયુર્વેદિક દવાઓ કોરોનામાંથી મોટાભાગના લોકોને ઉગારી રહી છે. હાલ આ મહામારીમાં ઓકિસજન (પ્રાણવાયું)ના અભાવે ટપોટપ લોકો મૃત્યુ પામી રહ્યા છે.

ત્યારે આજે આપણે ઓઆરએસી એટલે કે ઓકિસજન રેડિકલ એબ્સોર્બન્સ કેપેસીટી (ઓકિસજનની મૂળભૂત શોષક ક્ષમતા) આપણા રસોડામાં રહેલી વસ્તુઓમાં કેટલી છે તે જાણીએ ઉચ્ચ ઓએઆરએસી એટલે ઓકિસજન વહન કરવાની લોહીને ફેફસાની મહતમ ક્ષમતા.

ભવિષ્યમાં આપણુ અસ્તિત્વ આપણી રોગ પ્રતિકારકશકિત ઉપર જ આધારિત હશે. કયારેય વિચાર્યું છે. આપણે આપણા રોજિંદા ખોરાકમાં જે મસાલા વાપરીએ છીએ તેનું મહત્વ કેટલું છે? મસાલા કેમ આપણા જીવન માટે મહત્વપૂર્ણ છે? દરેક મસાલામાં તેનું પોતાનું ઓઆરએસી (ઓકિસજનની મૂળભૂત શોષક ક્ષમતા) સમજીએ લવિંગમાં 3,14,446 ઓરઆરએસી, તજમાં 2,67,537, હળદરમાં 1,02,700,કોકોમાં 80,933, જીરૂમાં 76,800,તુલસીમાં 67,553 ઓરઆરએસી, આદુમાં 28,811 ઓઆરએસી છે.

આદુ, તુલસી, હળદરનાં અર્ક ઓઆરએસી મૂલ્યોમાં ઓછામાં ઓછા 10 ગણા વધારે છે. તેથી જ તે વધુ અસરકારક છે ઉચ્ચ ઓઆરએસી ખોરાક અને પોષક તત્વો જેમ કે આયર્ન, વિટામીન-સી, ઝીંક, ઓમેગા-3, મેગ્નેશિયમ, અને વિટામીન-ડી આપણા શરીરની સંરક્ષણ પધ્ધતિને વેગ આપવા માટે મદદ કરે છે.

તુલસી, આદુ, મરી, હળદર, તજ વગેરે સિવાય લવિંગ , બ્રાહ્મી, અશ્ર્વગંધા, શતાવરી, કળથી, પીપરમીન્ટ, ધાણાના દાણા, જીરૂ, કાળા દાણા વગેરે જેવી ઔષધિઓ વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. આ મસાલાઓ કોઈપણ આડઅસર વિના સ્વપ્રતિરક્ષા માટે જરૂરી કોઈપણ રસી કરતા વધુ છે. તેથી જ કહેવાય છે આપણા કિચન મસાલા ડબ્બાએ આખા પરિવાર માટે સૌથી મોટી ફાર્મસી છે. દેશી ખોરાક એ જ દરેક વિકારો સામેલડવાની શ્રેષ્ઠ દવા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.