Abtak Media Google News

કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચનાં આજના સેશનમાં ગુજરાતી રંગભૂમિના ઉર્જાવાન અને ચોકલેટી હિરો, ધર્મેશ વ્યાસ આજે થિયેટર એજ પેશન પર વાત કરતા જણાવ્યું કે લગભગ સાડા ચાર વર્ષનો હતો ત્યારથી જ એક્ટિંગની શરૂઆત કરી હતી. નાનપણમાં જ ફૂલ લેન્થ કોમ્પીટીશનમાં કામ કર્યું અને બેસ્ટ ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે સિલેક્ટ થયા. સ્કુલ કોલેજમાં પણ અનેક નાટકોમાં અભિનય કર્યો, સુરતમાં જ મમ્મીએ સ્થાપેલા મલ્હાર નામના નાટ્ય ગ્રુપમાં અનેક વ્યાવસાયીક નાટકો ભજવ્યા.  વધુમાં જણાવ્યું કે પપ્પાએ અચાનક બરોડા ડ્રામેટિક સ્કુલમાં એડમીશન કરાવ્યું અને સુરત બરોડા અપડાઉન કરતા નાટકનો ચસ્કો લાગ્યો અને પેશન સાથે કામ કર્યું 1987 માં અમદાવાદ દુરદર્શનની સિરિયલ મળવા લાગી.દરેક મોટા નામાંકિત કલાકારો સાથે ઓળખાણ થઇ. અને ફાઈનલ યર પૂરું કર્યા બાદ મુંબઈ ગયો. જ્યાં દિગ્દર્શક હોમી વાડિયાને મળ્યો અને એ જ સમયે નાટક ઓફર કર્યું શક્ય અશક્ય. ત્યારબાદ રાજેન્દ્ર બુટાલાના શિવમ ગ્રુપ માં 13 વર્ષ નાટકો કર્યા અને ચોકલેટી હિરોની ઈમેજ ઉભી થઇ.

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ
સાંજે માણો ટીવી-ફિલ્મો-નાટકના ખ્યાતનામ કલાકારો

કમીટમેન્ટ વિષે વાત કરતા ધર્મેશભાઈએ જણાવ્યું કે લગ્ન નાં સમયે હવે તો માની જાવ નાં શો સતત ચાલતા હતા. મહેંદીનાં દિવસે પણ ઘાટકોપર શો હતો. અને પ્રેક્ષકોને રીક્વેસ્ટ કરી કે માત્ર એક જ  કોશ્ચ્યુમમાં નાટક કરશે. અને અમે પતિ પત્નીએ નાટકનું કમીટમેન્ટ પાળ્યું. લગભગ સો ની ઉપર નાટકો કરી નાખ્યા એની ખબર જ ન પડી અને હજુ પણ એવી જ પેશન છે મારામાં. બસ થિયેટર શરુ થાય કે મંડી પડીએ. આજના સમય વિષે વાત કરતા જણાવ્યું કે  હા થોડો ખરાબ સમય છે પણ સાચવી લેજો એક્ટર છીએ થિયેટરનાં જાત જાતની સિચ્યુએશન હેન્ડલ કરી છે આ પણ કરી લઈશું. થિયેટરમાં લોકો આવશે. જરૂર આવશે જ જીવંત કલા ક્યારેય બંધ નહી થાય. લાઈવ થિયેટર ક્યારેય બધ નહિ થાય. બરોડાના ક્લાસ કરવાથી ડિસીપ્લીન આવી. પોતાના જીવનની ન ભૂલાય એવી વાત જણાવતા કહ્યું કે રાજેન્દ્ર બુટાલા સાહેબનું જ એક નાટક હતું પ્રીમિયર શો ભવન્સ માં અને એન્ટ્રી સમયે જ ખબર મળ્યા કે મારા પપ્પા નથી રહ્યા નિર્માતાએ શો કેન્સલ કરવાની વાત કરી પણ એમને નાં પડતા માત્ર 3 દિવસ પપ્પાની અંતિમ વિધિ પતાવી અને શો કર્યા. કમીટમેન્ટ પૂરું કર્યું. શો મસ્ટ ગો ઓન. જીવનમાં ફિટ રહેવાનું એક જ કારણ નાટકો જેમાં સતત રચ્યા પચ્યા રહેવાની મજા આવે અને જીવવાની એનર્જી આપોઆપ મળી રહે. એનર્જીથી ભરપુર ધર્મેશ વ્યાસનો એક આગવો પ્રેક્ષક અને ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ શિંભસયક્ષિંશક્ષષફ.શક્ષ માં જોડાયો. અને તમે જો ધર્મેશ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા,દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, ઘનશ્યામ નાયક, જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

આજે લેખક-દિગ્દર્શક અને કલાકાર સુરેશ રાજડા

Screenshot 20210501 120846 Facebook

આજે ચાય-વાય અને રંગમંચ શ્રેણીમાં ગુજરાતી  નાટય સંસ્થા આઈ.એન.ટી. સાથે વર્ષોથી  જોડાયેલા  સિધ્ધ હસ્ત લેખક-દિગ્દર્શક અને જાણીતા કલાકાર  સુરેશ રાડા આજે રાઈટરની જવાબદારી વિષયક પોતાના  વિચારો-અનુભવો લાઈવ પ્રેક્ષકો સમક્ષ  વાગોળશે. કંઈક નોખા અનોખા નાટકો આપનાર સુરેશ  રાજડાના નાટક જોનારો-માણનારો એક ખાસ વર્ગ છે.તેમના  થ્રિલર નાટકો ખુબજ સુંદર હોય છે. ‘છિન્ન’ જેવા પ્રયોગશીલ નાટકોની હારમાળશ આપનાર સુરેશભાઈ  રાજડા સાંપ્રત સમયને  અનુસાર વિષયો પસંદ કરીને નાટકો આપે છે. રંગભૂમિના સિનિયર આર્ટીસ્ટ સુરેશ  રાજડા  નાટકના બદલાતા સમયમાં પણ અનોખા નાટકો આપીને  તેનો ખાસ ચાહક વર્ગ ઉભો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.