Abtak Media Google News

મોરબી પોલીસે રાજ્ય વ્યાપી નકલી રેમડેસીવીરનું કૌભાંડ પકડી પાડ્યું છે જેમાં એક પછી એક એમ કુલ 13 આરોપીઓની હાલ પોલીસે ધરપકડ કરી છે તો બીજી બાજુ નકલી રેમડેસીવીરનો મોટો જથ્થો અને રોકડ સુરત ના ઓલપાડ નજીકના ફાર્મહાઉસમાંથી પકડી પાડ્યા છે પોલીસની તપાસમાં આ ફાર્મ હાઉસ ચાર દિવસ પૂર્વે જ ભાડે લેવામાં આવ્યું હતું અને આ નકલી રેમડેસીવીર બનાવવાના કૌભાંડની શરૂઆત કરવામા આવી હોવાનું ખુલ્યું છે હાલ પોલીસે મોરબી થી શરૂ થયેલા કૌભાંડના તાર અમદાવાદ સુરત ઓલપાડ બહુ હવે મહેસાણા ના કડી સુધી નીકળ્યા છે જેમાં મહેસાણાના કડી માં મેડિકલ ધારક પાસે પણ આ નકલી રેમડેસીવીર ઇન્જેક્શન હોવાનું ખુલતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે

મોરબી પોલીસે રાજ્યના સૌથી મોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં મોરબીના મુખ્ય આરોપી અને અનેક લોકોના જીવ સાથે ચેડાં કરતા આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં વિધિવત કોરોના ટેસ્ટ જરૂરી કરવામાં આવ્યો છે જેથી તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ પૈકી મોરબીથી પકડાયેલો અને આ કૌભાંડનો મુખ્ય આરોપી રાહુલ અશ્વિન કોટેચા અને મહંમદ આશીમ ઉર્ફે મહમદ આસીફ કાદરી બંનેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જેથી આ બે ને છોડી તમામની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને આગામી સમયમાં તમામ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓની ઝીણામાં ઝીણી તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં આરોપીઓ અન્ય ક્યાં ક્યાં ગુનાઓમાં સંડોવણી ધરાવે છે અને અન્ય કોઈ ગુનાઓ આચર્યા છે કે કેમ ? જો આરોપીઓ અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાની વાત ધ્યાનમાં આવશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે જ લોકો ના જીવ સાથે ચેડાં કરવા બદલ પણ કડકમાં કડક સજા થાય તેવા પોલીસ દ્વારા સઘન તપાસ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે જ આરોપીઓ પાસેથી કોઈએ રેમડેસીવીર ખરીદ્યા હોય અને કોઈના સ્વજનોને નુકસાન થયું હોય કે મૃત્યુ પામ્યાં હોય તો મોરબી પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.