Abtak Media Google News

સાતમાં પગાર પંચના મામલે રાજયભરનાં તબીબો હડતાલ પર

પીડીયુ મેડીકલ કોલેજ ખાતે 190 તબીબોએ કર્યા સુત્રચાર

 રાજયનાં તબીબી શિક્ષકોની 2017 થી પગાર વધારા સહિતનાં વિવિધ પ્રશ્ર્નો અંગે રાજયભરનાં તબીબો દ્વારા હડતાલ પાડી સુત્રચાર કરી વિરોધ વ્યકત કર્યો છે. રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના 190 તબીબોએ સુત્રોચાર કર્યા છે.રાજયભરનાં તબીબી શિક્ષકો સાથે સરકારે મીટીંગ યોજી તબીબી શિક્ષકોનો પ્રશ્ર્નોનો નિરાકરણ લાવવા ચર્ચા કરનાર છે. ગુજરાતના તબીબી શિક્ષકોનાં પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદીન સુધી તમામ વ્યાજબી અને ન્યાયીક પ્રશ્ર્નો વિભાગ દ્વારા હલ કરવામાં આવ્યા નથી.

કોવીડ 19 મહામારીમાં નિરંતર સેવા બજાવ્યા છતા તબીબી શિક્ષકોના પ્રશ્ર્નો અંગે ચર્ચા પણ કરવામાં આવતી નથી. આરોગ્ય વિભાગના અન્ય ઘટકો હડતાલ પાડી પોતાની માગણીઓ મંજૂર કરાવવામાં સફળ થયા છે. ત્યારે તબીબી શિક્ષકોના નમ્ર કાર્યદક્ષ સ્વભાવ અને સરકાર પર ભરોસો રાખ્યા છતા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેના કારણે તબીબી શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામે ગુજરાતનાં તમામ કોરોના સામે લડનાર તબીબી શિક્ષકો નીચેના મુદે વિરોધ પ્રદર્શન કરી હડતાલ પર ઉતારવા મજબૂર થશે.

તમામ એડહોક તબીબી શિક્ષકોની સેવા વિનીયમિત કરવામાં આવે છે. એકજ સ્થાઈ ઠરાવથી આદેશ કરી નિયમિત કરવામાં આવે. રેગ્યુલર તબીબી શિક્ષકોની બાકી રહેલ સેવા વિનીયમિત અને સેવા સળગના ઓર્ડર કરવામાં આવે એકજ સ્થાઈ ઠરાવથી આદેશ કરવામાં આવે. 2017 થી 7માં પગાર પંચ મુજબ નવા એનપીએ અને પર્સનલ પે મંજૂર કરવામાં આવે અને પગારની મહત્તમ મર્યાદા 2017ના ઠરાવ મુજબ રૂ.237500 કરવામા આવે.

સીએએસ અને ટીકૂ માટે તબીબી શિક્ષકોને સીએએસ અને ટીફીન આદેશો તુરંત કરવામાં આવે. તબીબી વિક્ષણમાં બાકી રહેલ માત્ર એડહોક ટયુટરને 7માં પગાર મુજબનો પગાર મંજૂર કરવામાં આવે તેવી જ રીતે ફરજ બજાવતા સરકારી તબીબી શિક્ષકોને 7માં પગાર પંચ મુજબ પગાર આપવો. સીએએસ બાદ નામાભિધાનની 2017થી પડતર ફાઈલનો તુરંત આદેશ કરવામાં આવે. બાકી રહેલ 15% સીનીયર ટયુટર માટે ત્રીજુ ટીકૂ અને 10% સીનીયર પ્રાધ્યાપકો માટે એચએજીના આદેશો તુરંત કરવામાં આવે. તમામ ડીપીસીના તુરંત આદેશો કરવામાં આવે. આરોગ્ય વિભાગ અંતર્ગત કરવામાં આવેલ તમામ એડહોક કે જીપીએસસી સેવાઓને હાલની સેવા સાથે જોડવાની પોલીસી ફાઈલને તુરંત મંજૂર કરવામાં આવે. જીપીએસસી અને ડીપીસી નિયમિત રીતે દર વર્ષે કરવામાંઆવે.

હાલ ફીડર કેડ્રેમાં એડહોક સેવા બજાવતા તમામ તબીબી શિક્ષકો માટે જીપીએસસી પરીક્ષાઓ કરવામાં આવે. જીપીએસસી પરીક્ષાઓમાં સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલમાં ફરજ બજાવતા પૂર્ણ કાલીન શિક્ષકોને પ્રાથમિકતા આપવામા આવે. કરારીય નિમણુક તુરંત બંધ કરવા આવે. 10 વર્ષની નિયમિત સેવા બાદ વિકલ્પ આપી પ્રાઈવેટ પ્રેકટીસ કરવાની છૂટ આપવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.